ગુજરાતના Mohammed Shami એ IPLમાં પ્રથમ વખત એક ઇનિંગમાં લીધી 4 વિકેટ, જાણો ટોપ-5 બોલર જેમણે લીધી સૌથી વધુ વખત ચાર વિકેટ

IPL 2023 GT vs DC : આઇપીએલ 2023ની 44મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થઇ હતી. દિલ્હીની ટીમ પ્રથમ ઇનિંગમાં 130 રન કરી શકી હતી. ગુજરાત તરફથી મોહમ્મદ શમીએ ચાર વિકેટ લીધી હતી. આ કારનામો તેણે પ્રથમ વખત આઇપીએલમાં કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 2:03 PM
મોહમ્મદ શમીએ આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 11 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આઇપીએલ ઇતિહાસમાં તેણે પ્રથમ વખત એક ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. શમીએ અત્યાર સુધી આઇપીએલમાં 116 વિકેટ ઝડપી છે. નજર કરીએ ટોચના પાંચ બોલર પર જેમણે આઇપીએલમાં સૌથી વધુ વખત લીધી એક ઇનિંગમાં ચાર કે તેથી વધુ વિકેટ.

1 / 6
1. સુનીલ નરૈન- 8 વખત : આ લિસ્ટમાં ટોચ પર વેસ્ટ ઇન્ડીઝના સ્પીનર સુનીલ નરૈનનું નામ છે. સુનીલ નરૈન હાલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમી રહ્યો છે. સુનીલ નરૈને આઇપીએલમાં 8 વખત એક ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી છે.

2 / 6
2. લસિથ મલિંગા- 7 વખત : શ્રીલંકાના દિગ્ગજ ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ મુંબઇ તરફથી આઇપીએલમાં ઘણી વિકેટ ઝડપી છે. તેણે આઇપીએલ ઇતિહાસમાં 7 વખત 4 વિકેટ ઝડપી છે. મલિંગાએ આઇપીએલમાં 170 વિકેટ ઝડપી હતી.

3 / 6
3. કગિસો રબાડા- 6 વખત : દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કગિસો રબાડાએ આઇપીએલમાં દિલ્હી અને પંજાબ તરફથી રમ્યો છે. તેણે 104 આઇપીએલ વિકેટ લીધી છે. તેણે આઇપીએલમાં 6 વખત 4 વિકેટ ઝડપી છે.

4 / 6
4. અમિત મિશ્રા- 5 વખત :  અમિત મિશ્રાએ આઇપીએલમાં 160 મેચમાં 172 વિકેટ ઝડપી છે અને તે વિકેટ ટેકીંગ બોલર તરીકે ઓળખાય છે. તે હાલમાં લખનૌ તરફથી રમી રહ્યો છે. મિશ્રા આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાં ત્રીજા સ્થાન પર છે. અમિત મિશ્રાએ આઇપીએલમાં 5 વખત એક ઇનિંગમાં 4 વિકેટ લીધી છે.

5 / 6
5. યુઝવેન્દ્ર ચાહલ- 5 વખત : ભારતના સ્ટાર સ્પીનર ચાહલે આઇપીએલમાં 178 વિકેટ લીધી છે અને તે બ્રાવોની રેકોર્ડ 183 વિકેટથી બસ પાંચ વિકેટ દૂર છે. ચાહલે આઇપીએલ ઇતિહાસમાં 5 વખત ચાર વિકેટ ઝડપી છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">