IPL 2023 Auction : કોણ છે આઈપીએલ 2023ના ઓક્શનર, જાણો તેમના વિશે વિગતવાર
23 ડિસેમ્બરના રોજ આઈપીએલની 16મી સિઝન માટે ઓક્શન થશે. આ ઓક્શનમાં Hugh Edmeades ઓક્શનરની ભૂમિકામાં જોવા મળશે. ચાલો જાણીએ તેમના વિશે.

કોચ્ચિમાં 23 ડિસેમ્બરના રોજ બપારે 2.30 કલાકે આઈપીએલ 2023નું મીની ઓક્શન શરુ થશે. આઈપીએલ ઓક્શન માટે દુનિયાભરમાંથી 991 ખેલાડીઓએ રેજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેમાંથી 405 ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કર્યા હતા.

આ વર્ષે પણ આઈપીએલ ઓક્શનને સફળ બનાવવાની જવાદારી પ્રખ્યાત ઓક્શનર Hugh Edmeades પર હશે. ઓક્શન પહેલા તેઓ તૈયારીના ભાગ રુપે મોક ઓક્શન માટે કોચ્ચિમાં ઓક્શન સ્થળ પર પહોંચી ચૂક્યા છે.

તેઓ બ્રિટનના રહેવાસી છે અને 2019થી આઈપીએલની હરાજીમાં ઓક્શનરની ભૂમિકા ભજવી રહ્યા છે. વર્ષ 2008માં IPLની શરૂઆતથી લઈને 2018 સુધી આ T20 લીગની હરાજી રિચર્ડ મેડલી દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2019 થી એડમિડ્સ આ ભૂમિકા ભજવી રહી છે. તે ફાઇન આર્ટ, ક્લાસિક કાર અને ચેરિટી ઓક્શનર છે. તે પ્રખ્યાત ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝ સાથે 38 વર્ષ સુધી સંકળાયેલો હતો. આ દરમિયાન તેણે 2500 થી વધુ હરાજી કરી છે.

આ વર્ષમાં જ ફેબ્રુઆરીમાં બેંગલુરુમાં મેગા-ઓક્શનના પ્રથમ દિવસે તે ITC ગાર્ડેનિયા હોટલના બૉલરૂમમાં હરાજી સમયે ચક્કર આવતા પડી ગયા હતા. તેઓ જ્યારે સારવાર હેઠળ હતા ત્યારે તેમના સ્થાને બીજા દિવસ સુધી ચારુ શર્મા એ આ જવાબદારી નિભાવી હતી.

શોર્ટ લિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાંથી 273 ખેલાડી ભારતીય અને 132 ખેલાડીઓ વિદેશી છે જ્યારે 4 ખેલાડીઓ એસોશિએશન દેશના છે. આ તમામ ખેલાડીઓમાંથી 6 ઓલરાઉન્ડર ખેલાડીઓ પર તમામની નજર રહેશે.