જાણો કોણ છે Smriti Mandhanaનો બોયફ્રેન્ડ? બોલિવૂડ સાથે ખાસ કનેક્શન જુઓ Photos
ક્રિકેટર સ્મૃતિ મંધાના (Smriti Mandhana) અને મ્યુઝિક કંપોઝર વચ્ચેના અફેરની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે બંનેએ તાજેતરમાં જ ઓવલ મેદાનમાંથી એક જ જગ્યાના ફોટા ઈન્સ્ટાગ્રામ પર પોતપોતાના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કર્યા હતા.


ભારતીય મહિલા ક્રિકેટ સ્ટાર સ્મૃતિ મંધાના હાલના દિવસોમાં લંડનમાં છે અને સતત પોતાની રમત પર ધ્યાન આપે છે. જો કે તે તેના અંગત જીવન વિશે વધુ જણાવતી નથી. પરંતુ એક દિવસ પહેલા ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ સીરીઝની પાંચમી ટેસ્ટ મેચ દરમિયાન તે ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ જોવા ગઈ હતી, પરંતુ અહીંના ફોટો જોઈને લાગે છે કે તે ત્યાં એકલી નથી ગઈ.

ભારતીય મહિલા ટીમની બેટ્સમેન સ્મૃતિ મંધાના જ્યારે ઓવલમાં મેચ જોવા ગઈ તો તેની સાથે મિત્ર પલાશ મુચ્છલ પણ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ ફોટો જોઈ એ અંદાજો લગાવી શકાય કે, બંન્ને વચ્ચે અફેર ચાલી રહ્યું છે.

સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલ વચ્ચે અફેરની વાત એટલા માટે કરવામાં આવી રહી છે કે, બંન્નેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ઓવલ મેદાનમાંથી માત્ર એક ફોટો પોસ્ટ કર્યો છે. સ્મૃતિએ જે જગ્યા પર ફોટો ક્લિક કર્યાં તે જ સ્થાન પર પલાશે પણ ફોટો ક્લિક કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંન્ને સાથે મેચ જોવા પહોંચ્યા હતા.

સ્મૃતિએ 18 જુલાઈએ બાંગ્લાદેશમાં પોતાનો 27મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન પલાશ મુચ્છલ પણ ત્યાં અચાનક પહોંચી ગયો હતો. ભારતીય મહિલા ટીમ ત્યાં બાંગ્લાદેશ સાથે વનડે સિરીઝ રમી રહી હતી.

મ્યુઝિક કંપોઝર પલાશે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટાર ક્રિકેટર મંધાના સાથેના ફોટા શેર કર્યા છે, જેમાં બંને એકબીજાની ખૂબ જ નજીક અને ખુશ દેખાઈ રહ્યા છે. સ્મૃતિએ થોડા દિવસો પહેલા 18 જુલાઈએ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. પલાશ મુછ્છલ હિન્દી સિનેમામાં ખૂબ જ સક્રિય છે અને સંગીત આપવા ઉપરાંત, તે ફિલ્મોનું નિર્દેશન પણ કરે છે. પલાશ બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા પલક મુછલનો ભાઈ છે.

ક્રિકેટર સ્મૃતિ ભારતીય મહિલા ક્રિકેટની અનુભવી ખેલાડી છે. સ્મૃતિ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, ઓડીઆઈ અને ટી20 ઈન્ટરનેશનલમાં રમી છે. આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 203 મેચ રમવાનો અનુભવ ધરાવે છે. તેણે સૌથી વધુ 119 T20 આંતરરાષ્ટ્રીય મેચો (2854 રન) રમી છે, જેમાં તેણે 2854 રન બનાવ્યા છે. તેની 87 રનની ઈનિંગ સર્વશ્રેષ્ઠ ઈનિંગ રહી છે. તેણે 4 ટેસ્ટમાં 1 સદી સાથે 2 અડધી સદી (325 રન) ફટકારી છે. (all photo : social media)






































































