Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs West Indies ODI Series: વિરાટ કોહલીની વધુ એક સદી અને તૂટી જશે સચિનનો રેકોર્ડ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 27 જુલાઇથી ત્રણ મેચની વનડે શ્રેણીની શરૂઆત થવા જઇ રહી છે. વિરાટ કોહલી હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે અને વધુ એક સદી સાથે તે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. રેકોર્ડ સાથે વિરાટ સચિનને પીછળ છોડી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 2:43 PM
 ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં વિજયી રહી હતી. ભારતે 1-0 થી શ્રેણીમાં જીત મેળવી હતી. હવે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટક્કર થશે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પ્રથમ વનડે મેચમાં સદી ફટકારીન વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તો નજર કરીએ તે તમામ રેકોર્ડ પર જે વનડે શ્રેણી દરમિયાન તૂટી શકે છે.

1 / 6
વિરાટ કોહલીએ હાલમાં વનડે ક્રિકેટમાં 12,898 રન કર્યા છે, જેમાં 46 સદી અને 65 અડધી સદીનો સમાવેશ થાય છે. જો વિરાટ પ્રથમ વનડે મેચમાં 102 રન વધુ કરે છે તો વનડે ફોર્મેટમાં 13,000 રન પૂરા કરનાર તે બીજો ભારતીય અને પાંચમો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બની જશે. આ સાથે વનડે ક્રિકેટમાં કોહલી સૌથી ઝડપી 13000 રન પૂરા કરી લેશે.

2 / 6
 વનડે ક્રિકેટમાં સચિન, સંગાકારા, પોન્ટિંગ અને જયસૂર્યાએ 13,000 રન પૂરા કર્યા છે. સચિન બાદ કોહલી બીજો બેટ્સમેન બનશે જે વનડે ઇતિહાસમાં ભારત માટે 13,000 રન પૂરા કરશે. સચિને 321 ઇનિંગમાં 13,000 રન કર્યા હતા. કોહલીએ અત્યાર સુધી 265 ઇનિંગ રમી છે.

3 / 6
ભારતના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ વનડે ક્રિકેટમાં અત્યાર સુધી 174 મેચમાં 191 વિકેટ લીધી છે અને તે 200 વિકેટથી ફક્ત 9 વિકેટ દૂર છે. ભારત માટે અત્યાર સુધી 6 બોલરોએ 200 કે તેથી વધુ વિકેટ લીધી છે.

4 / 6
વનડે ક્રિકેટમાં ભારત માટે કુંબલેએ સૌથી વધુ 337 વિકેટ લીધી છે. હાલમાં એક્ટીવ ક્રિકેટરની જો વાત કરીએ તો ભારત તરફથી જાડેજાએ સૌથી વધુ વિકેટ વનડેમાં લીધી છે.

5 / 6
વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન શાઇ હોપએ વનડે ક્રિકેટમાં 4,829 રન કર્યા છે અને તે 5000 રનથી 171 રન દૂર છે. જો હોપ 5000 રન પૂરા કરી લે છે તો આ સિદ્ધી પ્રાપ્ત કરનાર તે 11મો વેસ્ટ ઇન્ડીઝ ખેલાડી બનશે. વેસ્ટ ઇન્ડીઝ માટે વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન ક્રિસ ગેલએ બનાવ્યા છે. ગેલએ વનડે કારકિર્દીમાં 10,480 રન કર્યા છે.

6 / 6
Follow Us:
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી

વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ

ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક

AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ

પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન

આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી

અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા

શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો

HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?

g clip-path="url(#clip0_868_265)">