Breaking News : 2મહિના, 3 મિલકતો, અને 92 કરોડની ડીલ, સિંગર સોનુ નિગમ રિયલ એસ્ટેટમાં છવાયો
બોલીવુડ સિંગર સોનુ નિગમે (Sonu Nigam )તાજેતરમાં મુંબઈમાં 31.47 કરોડની નવી મિલકત ખરીદી છે. તેમણે અગાઉ બે મોટી ડીલ કરી હતી. માત્ર બે મહિનામાં, તેમણે 92 કરોડની મિલકતો ખરીદી છે.

ફેમસ બોલિવુડ સિંગર સોનુ નિગમ હંમેશા તેની પ્રોફેશનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે રિયલ એસ્ટેટ વર્લ્ડમાં રોકાણને લઈ ચર્ચામાં છે. તે છેલ્લા 3 મહિનામાં 3 મોટી ડીલ કરી ચૂક્યો છે.

સોનુ નિગમે હાલમાં મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારમાં 31.47 કરોડની કીંમત પર એક કમર્શિયલ પ્રોપર્ટી ખરીદી છે. આ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન આ મહિનાથી શરુ થયું છે. આ ડીલ સાથે સોનુ નિગમ ચર્ચામાં આવ્યો છે. કારણ કે, 2 મહિનામાં આ તેની ત્રીજી ડીલ છે.

સોનુ નિગમ આ પહેલા આ મહિને 44.3 કરોડ રુપિયાની કિંમત પર અંધેરી વેસ્ટમાં એક રેઝિડેશિયલ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતુ. આ પહેલા તેમણે અંધેરી વેસ્ટમાં જ ઓક્ટોમ્બર મહિનામાં 17 કરોડ રુપિયામાં 3 કમર્શિયલ યુનિટ્સ ખરીદ્યા હતા.

આ પ્રકારે ઓક્ટોમ્બર અને નવેમ્બરમાં સોનુ નિગમ અંદાજે 92.77 કરોડ રુપિયાની પ્રોપર્ટી ખરીદી ચૂક્યો છે.

આટલી પ્રોપર્ટી ખરીદવાની જાણકારી સામે આવી છે. જેમાં રેજિડેન્શિયલ અને કમર્શિયલ બંને પ્રકારની સ્પેસ સામેલ છે.સોનુ નિગમે 31.47 કરોડ રુપિયાની કીંમત પર નવી ડીલ કરી છે. તેનું નામ ચર્ચામાં આવી ગયું છે.

આટલી પ્રોપર્ટી ખરીદવાની જાણકારી સામે આવી છે. જેમાં રેજિડેન્શિયલ અને કમર્શિયલ બંને પ્રકારની સ્પેસ સામેલ છે.સોનુ નિગમે 31.47 કરોડ રુપિયાની કીંમત પર નવી ડીલ કરી છે. તેનું નામ ચર્ચામાં આવી ગયું છે.

સોનુ નિગમે પોતાના કરિયરમાં માત્ર નામ નહી પરંતુ સાથે પૈસા પણ કમાયા છે. આજે તેની પાસે કોઈ પણ વસ્તુની કમી નથી. તેનું નામ બોલિવુડના મોટા સિંગરોમાં આવે છે. રિપોર્ટ મુજબ તેની નેટવર્થ અંદાજે 350 કરોડ રુપિયા છે. (ALL Photo: PTI/ AI)
7 વર્ષ ડેટિંગ કરી લગ્ન કર્યા, 6000થી વધુ ગીત ગાનાર સિંગરનો આવે છે પરિવાર અહી ક્લિક કરો
