AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરમ સૂપમાં ડુબાડ્યો સ્માર્ટફોન અને પછી… વાયરલ વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા

ફોનની મજબૂતાઈ ચકાસવા માટે લોકો અવનવા અખતરા કરતા હોય છે. એવામાં ઉકળતા સૂપમાં સ્માર્ટફોન ડુબાડવાનો આ વીડિયો જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. અનોખા ડ્યુરેબિલિટી ટેસ્ટનો આ કિસ્સો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જગાવી રહ્યો છે.

ગરમ સૂપમાં ડુબાડ્યો સ્માર્ટફોન અને પછી... વાયરલ વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા
| Updated on: Nov 25, 2026 | 6:56 PM
Share

સોશિયલ મીડિયા પર રોજબરોજ ઘણા એવા વીડિયો વાયરલ થતા રહે છે, જેને જોઈને લોકો દંગ રહી જાય છે. આજકાલ આવો જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્માર્ટફોનની મજબૂતાઈ ચકાસવામાં આવી રહી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા ઉકળતા સૂપમાં સ્માર્ટફોન નાખીને તેની ડ્યુરેબિલિટી ચેક કરી રહી છે.

સ્માર્ટફોનને ગરમ સૂપમાં નાખીને કર્યો Check

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ખદબદતા ગરમ સૂપમાં સ્માર્ટફોન ડુબાડીને તેની મજબૂતાઈ ચકાસી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે, ગરમ સૂપમાં નાખ્યા અને ત્યારબાદ ચોખ્ખા પાણીથી ધોયા છતાં ફોન એકદમ બરાબર કામ કરતો દેખાઈ રહ્યો છે.

વીડિયોમાં દેખાય છે કે, સ્માર્ટફોનને એક વાસણમાં રાખેલા ખદબદતા ગરમ સૂપમાં ડુબાડવામાં આવે છે. સૂપમાં ફોનને થોડો સમય રાખ્યા બાદ તેને બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ ફોનને ચોખ્ખા પાણીથી ધોવામાં આવે છે, જેથી તેના પર ચોંટેલો સૂપ સાફ થઈ શકે.

ટેસ્ટ બાદ પણ કામ કરતો દેખાયો ફોન

સામાન્ય રીતે કોઈપણ સ્માર્ટફોનને ગરમ પાણી કે કોઈપણ પ્રવાહીમાં નાખવો તેના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં ફોનને સૂપમાં નાખવાનો આ ટેસ્ટ ઘણો ચોંકાવનારો છે. વીડિયોમાં ત્યારબાદ ફોનને કપડાથી બરાબર લૂછીને સૂકવવામાં આવે છે. ફોનને સાફ કર્યા અને સૂકવ્યા બાદ તેને ફરીથી વાપરીને જોવામાં આવે છે.

વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફોન પહેલાંની જેમ જ કામ કરી રહ્યો હતો. તેની સ્ક્રીન અને બહારના ભાગ પર પણ કોઈ પ્રકારનું નુકસાન દેખાયું નથી. ફોનની સ્ક્રીન બરાબર કામ કરતી નજરે પડે છે અને તેના બોડી પર પણ કોઈ સ્પષ્ટ નુકસાન દેખાતું નથી.

વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

આ વાયરલ વીડિયોને સોશિયલ સાઈટ એક્સ પર @XueJia24682 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને લોકો સ્માર્ટફોનની મજબૂતાઈ અંગે ચર્ચા કરી રહ્યા છે. કેટલાક લોકો માટે એ જોવું ચોંકાવનારું છે કે, ગરમ સૂપમાં ડુબાડ્યા બાદ પણ ફોન ચાલુ રહ્યો. આ પ્રકારના વીડિયો એ સવાલ પણ ઊભો કરે છે કે, આખરે સ્માર્ટફોન કેટલી મુશ્કેલ પરિસ્થિતિઓ સહન કરી શકે છે?

ભીખમાં ચાલતા દેશનો ‘કચરા કન્ટેન્ટ’ ભારતીય સ્ક્રીન પર કેમ? નેટફ્લિક્સ સિરીઝ Ban કરવા PM મોદીને લખાયો પત્ર

Follow Us
ગરમ સૂપમાં ફોન નાખીને કરાયો અજીબ ડ્યુરેબિલિટી ટેસ્ટ - જુઓ Video
ગરમ સૂપમાં ફોન નાખીને કરાયો અજીબ ડ્યુરેબિલિટી ટેસ્ટ - જુઓ Video
પાટીદાર પાવરનો નવો અધ્યાય!
પાટીદાર પાવરનો નવો અધ્યાય!
છોટાઉદેપુરમાં વિકાસમાં કરોડોની ગેરરીતિ, કાગળ પર કરોડોનો ખર્ચ..
છોટાઉદેપુરમાં વિકાસમાં કરોડોની ગેરરીતિ, કાગળ પર કરોડોનો ખર્ચ..
રાજકોટ-અમદાવાદ હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ, મુસાફરો પરેશાન
રાજકોટ-અમદાવાદ હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ, મુસાફરો પરેશાન
પોરબંદર રાણાવાવ હાઇવે પર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ
પોરબંદર રાણાવાવ હાઇવે પર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ
અમદાવાદના વટવામાં અડધી રાત્રે જૂથ અથડામણ, ધીંગાણાનો Video થયો વાયરલ
અમદાવાદના વટવામાં અડધી રાત્રે જૂથ અથડામણ, ધીંગાણાનો Video થયો વાયરલ
રાજકોટમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂના 5 કેસ નોંધાતા મનપા એક્શનમાં
રાજકોટમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂના 5 કેસ નોંધાતા મનપા એક્શનમાં
ડ્રગ્સના નાણાંથી વસાવેલી સંપત્તિ સામે ગુજરાત પોલીસનો સર્વે
ડ્રગ્સના નાણાંથી વસાવેલી સંપત્તિ સામે ગુજરાત પોલીસનો સર્વે
અમદાવાદમાં ડ્રગ્સ મામલે પોલીસનું મેગા ઓપરેશન, 3 આરોપીઓની ધરપકડ
અમદાવાદમાં ડ્રગ્સ મામલે પોલીસનું મેગા ઓપરેશન, 3 આરોપીઓની ધરપકડ
જામનગરમાં ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળી ! Video
જામનગરમાં ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળી ! Video
g clip-path="url(#clip0_868_265)">