AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના વટવામાં અડધી રાત્રે જૂથ અથડામણ, ધીંગાણાનો Video થયો વાયરલ

Breaking News : અમદાવાદના વટવામાં અડધી રાત્રે જૂથ અથડામણ, ધીંગાણાનો Video થયો વાયરલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2026 | 2:55 PM
Share

ગુજરાતમાં ઘણી વખત જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં વધુ એક મારામારીની ઘટનના સામે આવી છે. બચુભાઈના કૂવા પાસે રાત્રિના સમયે 2 જૂથના લોકો વચ્ચે અથડામણ થતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.બંને જૂથના લોકો વચ્ચે થયેલી મારામારીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ગુજરાતમાં ઘણી વખત જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. બચુભાઈના કૂવા પાસે રાત્રિના સમયે 2 જૂથના લોકો વચ્ચે અથડામણ થતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.બંને જૂથના લોકો વચ્ચે થયેલી મારામારીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વટવામાં 2 જૂથ વચ્ચે સર્જાયુ અથડામણ

પ્રાપ્તથતી માહિતી અનુસાર વટવાના બચુભાઈના કૂવા પાસે રાત્રિના સમયે અગમ્ય કારણોસર બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા. શરૂઆતમાં બંને જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બંને તરફના લોકો વચ્ચે જાહેરમાં મારામારી શરૂ થઈ જતાં આસપાસના લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો.

ઉલ્લેખનીય છે કે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. બે જૂથ વચ્ચે થયેલા ધીંગાણાનો વીડિયો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો, જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં બંને જૂથના લોકો વચ્ચે મારામારી થતી હોવાના દૃશ્યો જોવા મળી રહ્યા છે.

પોલીસે કર્યો લાઠીચાર્જ

ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને એકત્ર થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. પોલીસની દરમિયાનગીરી બાદ સ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી. જોકે, બંને જૂથ વચ્ચે અથડામણ થવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાની માહિતી છે.

આ પણ વાંચો : Breaking News : અમદાવાદમાં ડ્રગ્સ મામલે પોલીસનું મેગા ઓપરેશન, 3 આરોપીઓની ધરપકડ,જુઓ Video

Published on: Nov 25, 2026 02:54 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">