AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં ડ્રગ્સ મામલે પોલીસનું મેગા ઓપરેશન, 3 આરોપીઓની ધરપકડ,જુઓ Video

Breaking News : અમદાવાદમાં ડ્રગ્સ મામલે પોલીસનું મેગા ઓપરેશન, 3 આરોપીઓની ધરપકડ,જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2026 | 2:00 PM
Share

અમદાવાદમાં પોલીસ નશીલા પદાર્થનું વેચાણ કરતા લોકો પર તવાઈ બોલાવી છે. અમદાવાદ પોલીસનું ડ્રગ્સ મામલે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદમાં એક જ દિવસમાં NDPSના 3 કેસ નોંધાયા છે. જેમાં અલગ-અલગ કેસમાં કુલમાં 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

એક જ દિવસમાં 3 કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે પોલીસની આ કાર્યવાહી શહેરના સરખેજ, આનંદનગર અને વાસણા વિસ્તારમાં કરવામાં આવી હતી. સરખેજ વિસ્તારમાં MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી મળી આવેલા નશીલા પદાર્થ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ, આનંદનગર અને વાસણા વિસ્તારમાં ગાંજા મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. આ બંને કેસમાં એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરીને NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

MD ડ્રગ્સ અને ગાંજા સાથે 3 આરોપીઓની ધરપકડ

પ્રાપ્તથતી માહિતી અનુસાર એક જ દિવસમાં ત્રણ અલગ અલગ કેસ નોંધાતા અમદાવાદમાં ડ્રગ્સના વેચાણ અને હેરફેર સામે પોલીસની કાર્યવાહી ચર્ચામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત ચાર લાખ રૂપિયાથી વધુ હોવાનું જણાવાયું છે. હાલમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી મળેલા નશીલા પદાર્થો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેની હેરફેરમાં અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવી શકે છે.

આ પણ વાંચો : Breaking News : અમદાવાદનો ફ્લાવર શો જોવું મોંઘુ પડશે, ટિકિટમાં વધારો કરવાની તૈયારી, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">