AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : લીંબડી-સાયલા વચ્ચે હાઈવે ઓથોરિટીની બેદરકારીથી સર્જાયો મોટો ટ્રાફિક જામ, જુઓ Video

Breaking News : લીંબડી-સાયલા વચ્ચે હાઈવે ઓથોરિટીની બેદરકારીથી સર્જાયો મોટો ટ્રાફિક જામ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2026 | 5:03 PM
Share

રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી-સાયલા વચ્ચે 15 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાતા મુસાફરો કલાકો સુધી અટવાયા. રોડ રિસરફેસિંગની કામગીરી અને અવ્યવસ્થિત ડાયવર્ઝનને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા.

રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી અને સાયલા વચ્ચે ટ્રાફિક જામ સર્જાયો છે. આ ટ્રાફિક જામ 10 થી 15 કિલોમીટર સુધી લાંબો જોવા મળ્યો હતો, જેના કારણે વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને વેકેશન પૂરું થતા પોતાના સ્થળોએ પરત ફરી રહેલા અનેક લોકો આ ભયાવહ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા, જેના પગલે કલાકો સુધી તેઓ રસ્તા પર અટવાઈ રહ્યા હતા.

આ ટ્રાફિક જામનું મુખ્ય કારણ હાઈવે પર ચાલી રહેલા મોટા ખાડા પૂરવાના અને રિસરફેસિંગના કામો છે. જોકે, આ કામો દરમિયાન ડાયવર્ઝનની વ્યવસ્થા બરોબર ગોઠવવામાં ન આવતી હોવાથી આ સમસ્યા દૈનિક બની ગઈ છે. આશ્ચર્યજનક રીતે, આટલો મોટો ટ્રાફિક જામ હોવા છતાં, ઘટનાસ્થળે એક પણ ટ્રાફિક પોલીસ જવાન જોવા મળ્યો ન હતો, જેનાથી પરિસ્થિતિ વધુ વણસી હતી.

સ્થાનિકો અને અસરગ્રસ્ત મુસાફરોનો આક્ષેપ છે કે આ સમગ્ર પરિસ્થિતિ હાઈવે ઓથોરિટી અને સંબંધિત કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનું પરિણામ છે. તેમની બેદરકારીના કારણે હજારો લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માગણી ઉઠી છે.

હવે અમદાવાદ-સુરતના વાહનચાલકો શહેરમાં પ્રવેશ કર્યા વગર સીધા જઈ શકશે

Published on: Nov 25, 2026 05:02 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">