Breaking News: અમેરિકાએ ભારત સહિત 14 વેપારી ભાગીદારો પર 25% સુધીના નવા ટેરિફનો મૂક્યો પ્રસ્તાવ, ચીન પર વધારાની 20% ડ્યુટી ઝીંકાશે
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ભારત, ચીન અને યુરોપિયન યુનિયન સહિત 14 મુખ્ય વેપારી ભાગીદારો પર 25% સુધીના નવા આયાત શુલ્ક (ટેરિફ) લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ચીન પર પ્રથમ કાર્યકાળની ડ્યુટી ઉપરાંત 20% વધારાનો ટેરિફ લાગુ થશે, જ્યારે મેક્સિકો અને નોર્વેને હાલ પૂરતી રાહત આપવામાં આવી છે.

ટ્રમ્પ પ્રશાસને બુધવારે ભારત અને અન્ય 13 મુખ્ય વેપારી ભાગીદારો પર 25% સુધીના નવા ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો છે. વોશિંગ્ટન દ્વારા જેને ‘માળખાકીય વધારાની ઔદ્યોગિક ક્ષમતા’ (structural excess industrial capacity) ગણાવવામાં આવી છે તેનો સામનો કરવાના પ્રયાસોના ભાગરૂપે આ પગલું લેવાયું છે, જેમાં વૈશ્વિક બજારોમાં સસ્તી નિકાસનો ભરાવો કરવાના આરોપ હેઠળ ચીન પર સૌથી વધુ દર લાગુ કરવામાં આવ્યા છે.
એક વરિષ્ઠ અમેરિકી અધિકારીને ટાંકીને રોયટર્સે જણાવ્યું હતું કે, સૂચિત ટેરિફમાં ચીન, બાંગ્લાદેશ, કંબોડિયા, યુરોપિયન યુનિયન, ભારત, ઇન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, સિંગાપોર, સ્વિટ્ઝર્લેન્ડ, તાઇવાન, થાઇલેન્ડ અને વિયેતનામથી આવતા માલસામાનને આવરી લેવામાં આવશે.
- ચીન પર 20% ટેરિફ લાગુ થશે, જે ટ્રમ્પ પ્રશાસનના પ્રથમ કાર્યકાળ દરમિયાન લાદવામાં આવેલી ડ્યુટી ઉપરાંત વસૂલવામાં આવશે.
- અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ (USTR) ના કાર્યાલયે હાલ પૂરતું મેક્સિકો અને નોર્વેથી આવતા સામાન પર ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો નથી.
- ચોક્કસ ટેરિફ દરો અંગેની વિગતો બુધવારે યુએસ ફેડરલ રજિસ્ટરની નોટિસમાં પ્રકાશિત થવાની અપેક્ષા છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
