AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Old Train Coaches : રેલવેની ગજબની વ્યવસ્થા, જૂના કોચમાંથી થાય છે લાખોની કમાણી, જાણો

ભારતમાં સૌથી વધારે મુસાફરી રેલવેમાં થાય છે. પરંતુ વર્ષો સુધી રેલવેનો ઉપયોગ કર્યો પછી જૂના થયેલા ડબ્બાઓનું શું થાય તેને લઈને દરેકને પ્રશ્ન થતા હોય છે. શું તેને સીધા ભંગારમાં વેચી દેવામાં આવે છે? હકીકતમાં, જૂના કોચનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. ચાલો જાણીએ જૂના ટ્રેનના ડબ્બા સાથે જોડાયેલી 7 રસપ્રદ વાતો.

| Updated on: Nov 25, 2026 | 11:01 AM
Share
જૂના ટ્રેનના ડબ્બાને નવું સ્વરૂપ આપીને રેસ્ટોરન્ટમાં ફેરવવામાં આવે છે. આવા રેસ્ટોરન્ટમાં લોકો ટ્રેનના અસલી કોચમાં બેસીને ભોજનનો આનંદ માણી શકે છે. ડબ્બાની અંદર ટેબલ, ખુરશીઓ અને લાઇટિંગ જેવી સુવિધાઓ તૈયાર કરવામાં આવે છે. આ રીતે રેલવે જૂના કોચનો ઉપયોગ કરીને ટિકિટ સિવાયની આવક પણ મેળવી શકે છે.

1 / 7
અત્યારે દરેક જગ્યાએ કેફેનું ચલાણ વધી રહ્યું છે જેથી રેલવે પણ તેના જૂના ડબ્બાનો ઉપયોગ કેફે તરીકે કરે છે. આ કેફેમાં ચા અને નાસ્તાની સુવિધા હોય છે. આ ઉપરાંત સ્થાનિકો અને મુસાફરોને પણ બેસવાની વ્યવસ્થા હોય છએ.

2 / 7
જે કોચની સ્થિતિ એટલી ખરાબ હોય કે તેનો અન્ય કોઈ ઉપયોગ શક્ય ન હોય, તેને સ્ક્રેપ તરીકે વેચવામાં આવે છે. રેલવે આવા કોચની હરાજી કરે છે. ત્યારબાદ તેમાં રહેલા લોખંડ અને અન્ય ધાતુઓને અલગ કરવામાં આવે છે. આ સામગ્રીનો ઉપયોગ ફરીથી ઔદ્યોગિક કામોમાં થઈ શકે છે. આ પ્રક્રિયાથી રેલવેને આવક પણ મળે છે.વ

3 / 7
જૂના ટ્રેનના ડબ્બાને કેમ્પિંગ કોચમાં ફેરવવાનો વિકલ્પ પણ અપનાવવામાં આવે છે. આવા કોચને પ્રવાસન સ્થળો પર રોકાણની સુવિધા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તેમાં જરૂરિયાત પ્રમાણે બેડ, બેસવાની જગ્યા અને અન્ય સુવિધાઓ તૈયાર કરવામાં આવે છે. આ રીતે જૂના કોચને પ્રવાસીઓ માટે એક અલગ પ્રકારના આવાસમાં ફેરવી શકાય છે.

4 / 7
ભારતીય રેલવેના કેટલાક જૂના કોચનું ઐતિહાસિક મહત્ત્વ હોય છે. આવા ડબ્બાને ભંગારમાં મોકલવાને બદલે મ્યુઝિયમમાં સાચવવામાં આવે છે. અહીં મુલાકાતીઓ જૂના જમાનાની ટ્રેન, તેની બનાવટ અને મુસાફરીની સુવિધાઓ વિશે જાણી શકે છે. આ કોચ ભારતીય રેલવેના ઇતિહાસ અને ટેકનોલોજીના વિકાસની યાદ અપાવે છે.

5 / 7
દરેક જૂનો કોચ મુસાફરોની અવરજવર માટે જ ઉપયોગમાં લેવાય એવું નથી. કેટલીક વખત યોગ્ય સ્થિતિ ધરાવતા કોચને રેલવેની અન્ય કામગીરી માટે તૈયાર કરવામાં આવે છે. અકસ્માત સમયે રાહત અને બચાવ કામગીરી માટે ઉપયોગમાં લેવાતી ટ્રેનમાં પણ કેટલાક કોચનો ઉપયોગ થઈ શકે છે. આ રીતે જૂના કોચ રેલવેની કામગીરીમાં ઉપયોગી સાબિત થાય છે.

6 / 7
 જૂના ટ્રેનના ડબ્બાને નિવૃત્ત કર્યા પછી તેના ઉપયોગી પાર્ટ્સની પણ તપાસ કરવામાં આવે છે. તેમાં રહેલા કેટલાક સાધનો અને ધાતુના ભાગો ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. યોગ્ય પાર્ટ્સને અલગ કરીને રેલવેની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જે સામગ્રી ઉપયોગી ન હોય તેને સ્ક્રેપમાં મોકલવામાં આવે છે. આ પ્રક્રિયા સંસાધનોનો બગાડ ઘટાડવામાં મદદરૂપ બને છે.

7 / 7

આ પણ વાંચો : Indian Railways Rules : ટ્રેનમાં રાત્રે 10 પછી શું બદલાય છે? TTEથી લઈને મિડલ બર્થ સુધીના નિયમો જાણો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">