Breaking News : જામનગરમાં ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળી, સમયસૂચકતાથી ચાલકનો બચ્યો જીવ ! જુઓ Video
જામનગરના નારણપુર નજીક ચાલતી કારમાં અચાનક ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. કારચાલક સમયસૂચકતા વાપરીને બહાર નીકળી જતાં સદનસીબે જાનહાનિ ટળી હતી.
જામનગરના નારણપુર નજીક એક ચાલતી કારમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કારમાં આગ લાગ્યા બાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર કાર બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, કારચાલક સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.
રસ્તા પર અફરાતફરીનો માહોલ
આ ઘટનાને પગલે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં લાગેલી આગને કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને રાહદારીઓનાં ટોળાં ઘટનાસ્થળે એકઠાં થઈ ગયાં હતાં.
ચાલતી કારમાં અચાનક કયા કારણોસર આગ લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ કાર આગની લપેટમાં આવીને બળીને ખાક થઈ ગઈ હોવાનાં દૃશ્યો સામે આવ્યાં છે.
