BPL 2026 Auction: મેચ ફિક્સિંગના ગંભીર આરોપોને કારણે 7 ખેલાડીઓને ઓક્શનમાંથી બહાર કરવામાં આવ્યા
બાંગ્લાદેશમાં આયોજિત T20 પ્રીમિયર લીગ BPL 2026 ની આગામી સિઝન પહેલા ખેલાડીઓનું ઓક્શન થશે, જો કે ઓક્શનના એક દિવસ પહેલા જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સાત ખેલાડીઓને ડ્રાફ્ટમાંથી બહાર કરી દીધા હતા. આ સાત ખેલાડીઓ પર મેચ ફિક્સિંગના આરોપો છે.

બાંગ્લાદેશ પ્રીમિયર લીગની આગામી સિઝન માટે ઓક્શન થવાનું છે, અને તેના એક દિવસ પહેલા જ સાત ખેલાડીઓને ડ્રાફ્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ બધા ખેલાડીઓ પર મેચ ફિક્સિંગના ગંભીર આરોપો છે.

આ સાત ખેલાડીઓમાં બે મોટા નામ સામેલ છે. અનામુલ હક બિજોય, મોસાદ્દેક હુસૈન, શોફીઉલ ઈસ્લામ, અલાઉદ્દીન બાબુ, સુન્ઝામુલ ઈસ્લામ, મિઝાનુર રહેમાન અને નિહાદુઝમાનને BPL ઓક્શનમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પહેલાથી જ સંકેત આપ્યો છે કે 10 ખેલાડીઓ તેના રેડ ઝોનમાં છે અને ઢાકામાં યોજાનારી હરાજીમાંથી તેમને બાકાત રાખવામાં આવી શકે છે.

હરાજીમાંથી અનામુલ હક બિજોયની બાદબાકી તેના માટે એક મોટો ફટકો છે, કારણ કે તે બાંગ્લાદેશનો ટોપ કલાસ ક્રિકેટર છે. તેણે 8 ટેસ્ટ, 49 વનડે અને 20 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં, અનામુલ હક બિજોયે 131 મેચોમાં 2776 રન બનાવ્યા છે અને તેના નામે એક સદી અને 16 અડધી સદી છે. (PC-Instagram)
2007 T20 વર્લ્ડ કપ બાદ દુનિયાભરમાં ક્રિકેટ રમતા દેશોમાં T20 ફોર્મેટ ફેમસ થયું અને અનેક T20 લીગ શરુ થઈ. ક્રિકેટ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
