AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : નાનું કિચન, તતામી ફ્લોરિંગ અને લાકડાની દીવાલો! આવું છે જાપાનનું 40 વર્ષ જૂનું ઘર

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં કેટલાક વીડિયો ફની હોય છે તો કેટલાક વીડિયો ડાન્સના કે હાઉસ ટુરના હોય છે. આવો જ એક હાઉસટુરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાપાનના એક 40 વર્ષ જૂના ઘરની અંદરનો વીડિયો ચર્ચામાં આવ્યો છે. આ ઘરની સાદગી, પરંપરાગત ડિઝાઈન અને અનોખું ઈન્ટિરિયર જોઈને લોકો તેને કાર્ટૂન કેરેક્ટર ડોરેમોનના ઘર સાથે સરખાવી રહ્યા છે.

Viral Video : નાનું કિચન, તતામી ફ્લોરિંગ અને લાકડાની દીવાલો! આવું છે જાપાનનું 40 વર્ષ જૂનું ઘર
House Viral Video
| Updated on: Nov 29, 2026 | 2:56 PM
Share

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં કેટલાક વીડિયો ફની હોય છે તો કેટલાક વીડિયો ડાન્સના કે હાઉસ ટુરના હોય છે. આવો જ એક હાઉસટુરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાપાનના એક 40 વર્ષ જૂના ઘરની અંદરનો વીડિયો ચર્ચામાં આવ્યો છે. આ ઘરની સાદગી, પરંપરાગત ડિઝાઈન અને અનોખું ઈન્ટિરિયર જોઈને લોકો તેને કાર્ટૂન કેરેક્ટર ડોરેમોનના ઘર સાથે સરખાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ વીડિયો કન્ટેન્ટ ક્રિએટર આદિત્ય સાહુએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તે જાપાનમાં એક મહિલાને મળે છે અને તેને પોતાનું ઘર અંદરથી બતાવવાની વિનંતી કરે છે. મહિલાએ પણ ખુશીથી યુવકની વિનંતી સ્વીકારી અને તેને આખા ઘરની મુલાકાત કરાવી.

ઘરમાં પ્રવેશતા પહેલાં ઉતારવા પડે છે જૂતાં

ઘરની મુલાકાત શરૂ કરતાં પહેલાં યુવક પોતાના જૂતાં ઉતારે છે. જાપાનમાં ઘરની અંદર બહારનાં જૂતાં પહેરવાની પરંપરા નથી. ત્યારબાદ તે ઘરની અંદર પ્રવેશે છે, જ્યાં પરંપરાગત જાપાનીઝ ડિઝાઇન જોવા મળે છે.

તતામી ફ્લોરિંગે ખેંચ્યું લોકોનું ધ્યાન

ઘરના બેડરૂમમાં તતામી (Tatami) મેટ્સ પાથરવામાં આવ્યા છે. જાપાનના પરંપરાગત ઘરોમાં આ પ્રકારની ફ્લોરિંગ જોવા મળે છે. અહીં ગાદલાં પાથરીને સૂવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ નજારો જોઈને યુવક પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

લાકડાની દીવાલો અને સુંદર ગાર્ડન

ઘરના લિવિંગ રૂમમાં લાકડાની દીવાલો અને સોફા જોવા મળે છે. પરિવારના સભ્યો અહીં બેસીને ટીવી જુએ છે અને આરામ કરે છે. રૂમની બાજુમાં નાનકડો હરિયાળો ગાર્ડન પણ છે. આ ઉપરાંત ઘરમાં નાનું અને વ્યવસ્થિત કિચન છે. બાથરૂમમાં ઊંડો ટબ પણ જોવા મળે છે.

વીડિયોના અંતમાં મહિલાએ યુવકને પોતાના પતિ યૂસુકે સાથે પણ મુલાકાત કરાવી. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ જાપાનીઝ ઘરની સાદગી અને પરંપરાગત બનાવટનાં વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો આ ઘરને ડોરેમોનના ઘર જેવું પણ ગણાવ્યું છે.

આ પણ વાંચો : પંચાચૂલી પર્વત પાછળથી નીકળ્યો વિશાળ ચંદ્ર, Moonrise નો Video જોઈ તમે પણ રહી જશો દંગ

Follow Us
જુનાગઢના MLA સંજય કોરડિયાને ઘમકી આપી કરી ખંડણીની માગ!
જુનાગઢના MLA સંજય કોરડિયાને ઘમકી આપી કરી ખંડણીની માગ!
અમરેલીમાં તાલીમ દરમિયાન ખેડૂતોના ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો!
અમરેલીમાં તાલીમ દરમિયાન ખેડૂતોના ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો!
આજનું રાશિફળ: 29 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
આજનું રાશિફળ: 29 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
g clip-path="url(#clip0_868_265)">