AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરા બાદ રાજકોટમાં રેગિંગની ઘટના , PDU મેડિકલ કોલેજના 14 વિદ્યાર્થી સસ્પેન્ડ ! જુઓ Video

રાજકોટની PDU મેડિકલ કોલેજમાં MBBS પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ફરિયાદ બાદ એન્ટી રેગિંગ કમિટીએ તપાસ કરી છે. તપાસ બાદ બીજા અને ત્રીજા વર્ષના કુલ 14 વિદ્યાર્થીઓને અલગ-અલગ સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Breaking News : વડોદરા બાદ રાજકોટમાં રેગિંગની ઘટના , PDU મેડિકલ કોલેજના 14 વિદ્યાર્થી સસ્પેન્ડ ! જુઓ Video
Rajkot PDU Medical College 14 Senior Students Suspended Ragging ScandalImage Credit source: AI Generated
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2026 | 2:31 PM
Share

વડોદાદરા બાદ હવે રાજકોટમાં પણ મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે. રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં MBBS પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ફરિયાદ મળ્યા બાદ એન્ટી રેગિંગ કમિટીએ તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ કોલેજના કુલ 14 વિદ્યાર્થીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રો અનુસાર, પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના અંગે ફરિયાદ મળતાં એન્ટી રેગિંગ કમિટીએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. તપાસમાં રેગિંગમાં સંડોવણી સામે આવતાં બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

14 વિદ્યાર્થીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી

કોલેજ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુજબ, બીજા અને ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને બે મહિના માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે બીજા વર્ષના બે વિદ્યાર્થીઓને એક મહિના માટે અને અન્ય પાંચ વિદ્યાર્થીઓને બે અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મેડિકલ કોલેજોમાં રેગિંગની ઘટનાઓ ચિંતાજનક

મેડિકલ કોલેજોમાં રેગિંગની ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે. વર્ષ 2024થી અત્યાર સુધી અલગ-અલગ કોલેજોમાં આવી ઘટનાઓ નોંધાઈ છે. સુરતમાં રેગિંગ અને હેરાનગતિના ગંભીર આક્ષેપો સાથે જોડાયેલી એક ઘટનામાં ડોક્ટરના આપઘાત બાદ પોલીસ ફરિયાદ અને ધરપકડની કાર્યવાહી પણ થઈ હતી.

આવી ઘટનાઓને રોકવા માટે માત્ર ફરિયાદ મળ્યા બાદ કાર્યવાહી કરવી પૂરતી નથી, પરંતુ અગાઉથી જ સાવચેતીનાં પગલાં ભરવાં પણ જરૂરી છે. પ્રથમ વર્ષમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમો યોજવા, એન્ટી રેગિંગ કમિટીને સક્રિય રાખવી અને ફરિયાદ મળતાં તાત્કાલિક તપાસ કરવી જરૂરી છે.

રેગિંગ મામલે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાપી ખાતેથી જણાવ્યું કે રેગિંગ એ અમાનવીય કૃત્ય છે અને તેને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના 5 વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યા છે, જ્યારે રાજકોટની PDU મેડિકલ કોલેજના 14 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને હિત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ પણ વાંચો, Breaking News : સાબર ડેરીમાં ભરતીના નામે લાખોની ઉઘરાણીનો આક્ષેપ, સેક્રેટરીના આપઘાત પાછળ નાણાકીય લેતીદેતી જવાબદાર હોવાનો આરોપ ! જુઓ Video

Follow Us
જુનાગઢના MLA સંજય કોરડિયાને ઘમકી આપી કરી ખંડણીની માગ!
જુનાગઢના MLA સંજય કોરડિયાને ઘમકી આપી કરી ખંડણીની માગ!
અમરેલીમાં તાલીમ દરમિયાન ખેડૂતોના ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો!
અમરેલીમાં તાલીમ દરમિયાન ખેડૂતોના ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો!
આજનું રાશિફળ: 29 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
આજનું રાશિફળ: 29 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
g clip-path="url(#clip0_868_265)">