આ સ્ટાર્સ ભાગલા બાદ દેશ છોડીને પાકિસ્તાન ચાલ્યા ગયા હતા

આજે અમે તમને એવા કલાકારો વિશે માહિતગાર કરવા જઇ રહ્યા છીએ જે, ભારત પાકિસ્તાનના ભાગલા પહેલા, ભારતમાં રહેતા હતા અને ખુબ પ્રખ્યાત હતા, ભાગલા પછી તેઓ પાકિસ્તાન સ્થળાંતરીત થયા.

Aug 15, 2022 | 8:34 AM
TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

Aug 15, 2022 | 8:34 AM

18 જુલાઈ 1927ના રોજ જન્મેલા મેહદી હસનનો પરિવાર સંગીતકારોનો પરિવાર રહ્યો છે. તેમણે સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના પિતા ઉસ્તાદ અઝીમ ખાન અને કાકા ઉસ્તાદ ઈસ્માઈલ ખાન પાસેથી લીધું હતું. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી તેમનો પરિવાર પાકિસ્તાનમાં રહેવા ગયા.

1 / 5
નૂરજહાંના અવાજમાં એવો જાદુ હતો કે તેને મલ્લિકા-એ-તરન્નુમ (પાકિસ્તાનમાં)નું બિરુદ આપવામાં આવ્યું હતું. તેણે ખાનદાન ફિલ્મમાં કામ કર્યું હતું. સૈયદ શૌકત હુસૈન સાથેના લગ્ન પછી તે કરાચી રહેવા ગયા હતા.

2 / 5
હિન્દી સિનેમાની પ્રખ્યાત ગાયિકા અને અભિનેત્રી ખુર્શીદ બાનો ઈન્ડસ્ટ્રીની જાણીતી કલાકાર હતી. ખુર્શીદ બાનો અભિનેતા-ગાયક કેએલ સહગલની સાથે તેમની 1943ની ફિલ્મ તાનસેન માટે જાણીતી છે. આઝાદી પછી, વર્ષ 1948 માં, ખુર્શીદ તેના પતિ સાથે પાકિસ્તાન ચાલ્યા ગયા અને કરાચી સિંધમાં સ્થાયી થયા.

3 / 5
મલાઇકા પુખરાજ 1940 ના દાયકામાં બ્રિટિશ ભારતની મહાન ગાયિકાઓમાંની એક હતી. 1947 માં ભારતના ભાગલા પછી, તે લાહોર ગયા, જ્યાં તેણે રેડિયો પાકિસ્તાનમાં સંગીતકાર કાલે ખાન સાથે તેના રેડિયો પરફોર્મન્સ દ્વારા ખ્યાતિ મેળવી.

4 / 5
નિસાર બઝમી મહારાષ્ટ્રના જલગાંવના હતા. નિર્માતા ફઝલીએ નિસાર બઝમીને ફિલ્મ 'ઐસા ભી હોતા હૈ' માટે ગીતો લખવાની ઓફર કરી હતી. જે બાદ નિસાર બઝમી 1965માં પાકિસ્તાન ગયા હતા.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati