એક જ બિલ્ડિંગમાં રહેતા હતા રકુલ અને જેકી, જે સ્થળથી લવ સ્ટોરી શરુ થઈ તે સ્થળે લીધા સાત ફેરા
રકુલ પ્રીત સિંહનો જન્મ 10 ઓક્ટોબર 1990ના રોજ થયો છે, જે એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરે છે. અભિનેત્રી રકુલપ્રીત સિંહ આવકવેરા વિભાગની રડારમાં આવી છે.અભિનેત્રી રકુલપ્રીત સિંહ, પીઢ ફિલ્મ નિર્માતા વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયો સાથે જોડાયેલા લગભગ 12 સ્થળોએ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તો ચાલો રકુલ પ્રીતના પરિવાર વિશે જાણીએ.

બોલિવૂડના ફેમસ કપલ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની આજે લગ્નના બંધનમાં બંધાય ચૂક્યા છે. બંનેએ રીતિ રિવાજ મુજબ ગોવામાં લગ્ન કર્યા છે. ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહેલા રકુલ અને જેકીની પ્રી-વેડિંગ સેરેમની પણ ગોવામાં યોજાઈ હતી, આ લગ્ન સમારોહમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.

રકુલ પ્રીતના પિતા આર્મી ઓફિસર હતા.તેની માતા રાજેન્દ્ર કૌર અને પિતા કુલવિંદર છે.તેનો નાનો ભાઈ અમન પ્રીત ફિલ્મ રામ રાજ્યથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. અભિનેત્રી હૈદરાબાદમાં રહે છે અને મુંબઈમાં પણ ઘર છે.

રકુલ પ્રીત સિંહનો જન્મ 10 ઓક્ટોબર 1990ના રોજ નવી દિલ્હીમાં પંજાબી શીખ પરિવારમાં થયો હતો. રકુલે તેનો અભ્યાસ આર્મી પબ્લિક સ્કૂલ, ધૌલા કુઆનમાંથી પૂર્ણ કર્યું હતું અને બાદમાં જીસસ એન્ડ મેરી કોલેજમાં ગણિતમાં ડિગ્રી પૂર્ણ કરી હતી

રકુલ પ્રીત સિંહે કન્નડ ફિલ્મ ગિલ્લી (2009) થી કરિયરની શરૂઆત કરી હતી. તે કેરાતમ (2011), થડૈયારા થાક્કા (2012) અને વેંકટાદ્રી એક્સપ્રેસ (20113) ફિલ્મો સાથે તેલુગુ અને તમિલ સિનેમામાં પ્રવેશ કર્યો. તે લૌક્યમ (2014), પંડાગા ચેસ્કો (2015), સરૈનોડુ (2016), ધ્રુવા (2016), નન્નાકુ પ્રેમથો (2016), સ્પાયડર (2017) સહિત તમિલ અને તેલુગુમાં ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.

અભિનેત્રી કોમેડી ડ્રામા યારિયાં (2014) થી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો. જેમ કે રોમેન્ટિક કોમેડી દે દે પ્યાર દે (2019), રનવે 34 (2022), અને ડોક્ટર જી (2022)માં જોવા મળી હતી.

અભિનેત્રી તેલંગાણા સરકાર દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકી છે. લોકો રકુલ અને જેકીના લગ્નના ફોટાની રાહ જોઈ રહ્યા છે.

રકુલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે જેકીની પાડોશી હતી પરંતુ તેને એ પણ ખબર નહોતી કે જેકી સામેના ઘરમાં રહે છે.લોકડાઉન દરમિયાન મળ્યા હતા.ત્યારબાદ બંન્ને વચ્ચેની મિત્રતા વધતી ગઈ હતી. 2021માં કપલે તેના સંબંધો ઓફિશયલ કર્યા હતા.

આ કપલની લવ સ્ટોરી ગોવામાં શરૂ થઈ હતી અને તેથી બંને ઈચ્છે છે કે તેમના લગ્ન ગોવામાં જ થાય. તમને જણાવી દઈએ કે રકુલ અને જેકીના લગ્ન ગોવામાં ઈકો ફ્રેન્ડલી રીતે થયા છે. બંને પોતાના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહિત છે.

જેકી ભગનાની બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેણે માત્ર પડદા પર પોતાની અભિનય કૌશલ્ય જ નથી દેખાડી પરંતુ તે ફિલ્મોનું નિર્માણ પણ કરે છે. 25 ડિસેમ્બર 1984ના રોજ કોલકાતામાં જન્મેલા જેકી ફિલ્મ નિર્માતા વાસુ ભગનાનીનો પુત્ર છે. જેકી હવે સ્ક્રીનથી દૂર છે,

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્ન ગોવામાં થયા છે. રકુલ જેકીના માતા-પિતા સહિત બોલિવુડ સ્ટારે તેમના લગ્નમાં હાજરી આપી હતી.રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની આજે 21 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાયા છે.

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની આ કપલના લગ્ન ગોવામાં થયા છે. બંનેએ શીખ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. બોલિવડ સ્ટાર સહિત તેના ચાહકો બંન્નેને શુભકામના પાઠવી રહ્યા છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
