Palak Tiwari Photos: પલક તિવારીની બોલ્ડ લુક પર ફિદા થયા ફેન્સ, વાયરલ થયા ફોટો
Palak Tiwari Photos: એક્ટ્રેસ પલક તિવારી (Palak Tiwari) હાલમાં તેના લુક અને ગ્લેમરસ સ્ટાઈલના કારણે ચર્ચામાં રહી છે. એક્ટ્રેસના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને તેની સારી ફેન ફોલોઈંગ પણ છે.


શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી સોશિયલ મીડિયાની સેન્સેશન છે. પલક છેલ્લા કેટલાક સમયથી તેના ગ્લેમરસ લુકથી ફેન્સને ઈમ્પ્રેસ કરે છે. તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ફેન્સ સાથે શેયર કરી છે. (Credit : Palak Tiwari Instagram)

પલક તિવારીએ આ તસવીરોમાં રેડ કલરના ટુ પીસ ડ્રેસમાં જોવા મળી છે. તેની તસવીરો પર ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેને લખ્યું છે કે 'વાહ, તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો.' આ સિવાય અન્ય ફેને લખ્યું છે કે 'મારી સલાહને અનુસરો, મોડલિંગ કરિયર શરૂ કરો.' આ સિવાય અન્ય એક ફેને કોમેન્ટ કરીને કહ્યું છે કે 'તમારો લુક પરફેક્ટ લાગે છે. (Credit : Palak Tiwari Instagram)

પલક તિવારીનો આ હોટ અને બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરોમાં તેની બોલ્ડ સ્ટાઈલ જોઈને લોકો તેના પર ફિદા થઈ ગયા છે. (Credit : Palak Tiwari Instagram)

પલક તિવારી સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે. બોલિવુડમાં આ તેની ડેબ્યુ ફિલ્મ છે. એક્ટ્રેસ સલમાન ખાન જેવા મોટા સ્ટારની ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી રહી છે. (Credit : Palak Tiwari Instagram)

પલક તિવારીની વાત કરીએ તો 22 વર્ષની ઉંમરે એક્ટ્રેસની પોપ્યુલારિટી ઘણી વધી ગઈ છે. આ પહેલા રોઝી નામની ફિલ્મમાં જોવા મળી હતી. જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ એક હોરર ફિલ્મ હતી જે રિયલ લાઈફ ઈન્સિડેન્ટ પર આધારિત હતી. (Credit : Palak Tiwari Instagram)

































































