Breaking News : વડોદરાની SSG હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૃતદેહ સડવાના વિવાદમાં વળાંક, ડૉક્ટર્સ ઊતર્યા હડતાળ પર, જુઓ વીડિયો
વડોદરાની SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી આવી સામે હતી.કોલ્ડ રૂમમાં મૂકેલો મૃતદેહ સડી જતાં પરિવારનો આક્રોશ જોવા મળ્યો હતો.SSG હોસ્પિટલમાં પરિજનો અને સ્ટાફ વચ્ચે ઘર્ષણ થયા બાદ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે.
વડોદરાની SSG હોસ્પિ.માં આજથી ડૉક્ટર્સ હડતાળ પર છે. તબીબો પર હુમલાનાં વિરોધમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર છે.ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે વોર્ડ ડ્યુટી અને ઓપીડી છોડી તબીબો હડતાળ પર ઉતર્યા છે. કોલ્ડ રૂમની ઘટનાનાં વિરોધમાં તબીબો હડતાળ પર છે. હુમલો કરનારા સામે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
કોલ્ડ રૂમમાં મૃતદેહ ડીકમ્પોઝ થઇ જતા વિવાદ સર્જાયો હતો. નારાજ પરિજનોએ ડોક્ટરો સાથે ઝપાઝપી કરી હુમલો કર્યો હતો. હુમલાનાં વિરોધમાં તબીબોએ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો.
શું છે સમગ્ર મામલો?
થોડા સમય પહેલા વડોદરાની SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી આવી સામે હતી. કોલ્ડ રૂમમાં મૂકેલો મૃતદેહ સડી જતાં પરિવારનો આક્રોશ જોવા મળ્યો હતો. યોગ્ય તકેદારી ન રખાતા મૃતદેહ સડી ગયાની ફરિયાદ કરવામાં આવી હતી. મૃતદેહ મૂકવામાં આવ્યો ત્યારે તે E1માં મૂકાયો હતો, મૃતદેહ પરત લેવા આવ્યા ત્યારે તે B3માંથી મળ્યો હતો.પરિવાર USથી પરત આવ્યા બાદ અંતિમ ક્રિયા કરવાની હતી.મૃતદેહ સડી જવાના કારણે ઘર ન લઈ જઈ શકાય તેવી સ્થિતિ સર્જાય હતી.પરિવારજનોએ યોગ્ય ન્યાય મળે તેની માંગ કરી છે.
ત્યારબાદ SSG હોસ્પિટલમાં પરિજનો અને સ્ટાફ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ. પોસ્ટમોર્ટમ રૂમનો નારાજ સ્ટાફ હડતાલ પર ઉતર્યો છે.અન્ય મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાનો તબીબી સ્ટાફે ઈનકાર કરી હતી. સ્ટાફ હડતાળ પર ઉતરતાં મૃતદેહોને SSGથી ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના અંગે સુપરિન્ટેન્ડેન્ટ ડો.રંજન ઐયરનું નિવેદન પણ સામે આવ્યું હતુ.ઘટનામાં SSG હોસ્પિટલની કોઇ બેદરકારી નથી.તબીબ કે સ્ટાફ પર હુમલો કરવો એ કાયદાનું ઉલ્લંઘન છે.ટેકનીકલ ખામીને કારણે કોલ્ડરૂમ બંધ થયો હતો.આ મામલાની તપાસ કરવા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી રચાશે.ઘટનાની તપાસ થશે અને જવાબદારી નક્કી કરાશે.
વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
