નેહા કક્કર તેના પતિ સાથે રહે છે આ વૈભવી મકાનમાં, જુઓ અંદરની તસવીરો અને લાઈફ સ્ટાઈલ

નેહા આજે હજારો લોકોના દિલ પર રાજ કરે છે. પરંતુ શું તમે નેહા કક્કરની જીવનશૈલી વિશે જાણો છો? જો નહીં, તો ચાલો આજે અમે તમને તેના વિશે જણાવીએ.

  • Publish Date - 1:38 pm, Wed, 23 June 21 Edited By: Gautam Prajapati
1/7
બોલિવૂડ ગાયક નેહા કક્કર સોશિયલ મીડિયા પર તેમના રોજિંદા જીવનની તસ્વીરો શેર કરતા રહે છે. કદાચ નેહા કક્કરે પણ વિચાર્યું નહિ હોય કે તે આટલી મોટી ગાયિકા બની જશે. એક સમય હતો જ્યારે તે આખી રાત જાગીને માતા રાણીના જાગરણમાં ગાતી હતી. નેહા તેના પાર્ટી સોન્ગ્સ માટે જાણીતી છે, અને તે દરેક સોન્ગ્સ માટે ભારે ફી પણ લે છે.

2/7
નેહાને આજે કોઈ ઓળખની જરૂર નથી. સમયની સાથે તેની જીવનશૈલી, સ્ટાઈલ પણ બદલાઈ ગઈ છે. નેહાએ ઓક્ટોબર 2020 માં પંજાબી ગાયક રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ નેહા પતિ સાથે નવા મકાનમાં શિફ્ટ થઈ ગઈ. નેહા અવારનવાર તેની તસવીરો પતિ સાથે શેર કરે છે, જેમાં તેમના ઘરની ઝલક જોવા મળે છે.

3/7
નેહા અને રોહનપ્રીતનું ઘર અંદરથી ખૂબ સુંદર છે. લીવીંગ રૂમની સજાવટ જોવા જઈએ ખુબ સુંદર દેખાય છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં રંગોની વિશેષ કાળજી લેવામાં આવી છે. બધું ખૂબ કાળજીથી અને સંપૂર્ણ રીતે સજ્જ છે. ઘરની દિવાલો અને સોફાની કલર મેચ પણ સારી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

4/7
લીવીંગ રૂમમાં એક બાજુ કાચની દિવાલ છે, જ્યાં કેટલાક વાસણો છે અને ત્યાંથી મુંબઈની ઉંચી ઇમારતો અને વાદળી આકાશનું સુંદર દૃશ્ય જોઈ શકાય છે. નેહા અને રોહનપ્રીતે આ ઘરને ખૂબ જ પ્રેમથી શણગારેલું છે. રંગોથી લઈને ડેકોરેશન અને ફર્નિચર ખૂબ સુંદર છે.

5/7
નેહાએ 2020 માં રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા અને લગ્ન બાદ તેઓ આ નવા મકાનમાં રહે છે. જોકે આજે નેહા કક્કર બોલિવૂડની ટોચની ગાયિકાઓમાંની એક છે, પરંતુ તેને આ સફળતા સરળતાથી મળી નથી. આ બધા માટે તેણે ઘણી મહેનત કરી છે.

6/7
નેહાએ ચાર વર્ષની વયે ગાવાનું શરૂ કર્યું હતું. બાળપણમાં નેહા અને તેના પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નેહાના પિતા સમોસા વેચતા હતા. આવી સ્થિતિમાં નેહાએ તેના ભાઈ ટોની અને બહેન સોનુ કક્કર સાથે માતા રાનીના જગરાતામાં ગાવાનું શરૂ કર્યું.

7/7
નેહા કક્કરના ઘરે તમામ સુવિધાઓ છે. આ સાથે ઘરના આંગણે માતા રાણીનું ભવ્ય મંદિર છે. ખરેખર નેહા કક્કરને માતા દુર્ગામાં વિશ્વાસ છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati