4 મેના મહત્વના સમાચાર : જમ્મુ-કાશ્મીરમાં એરફોર્સના કાફલા પર આતંકવાદી હુમલો, 5 જવાન ઘાયલ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2024 | 10:16 PM

Gujarat Live Updates : આજે 4મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

4 મેના મહત્વના સમાચાર : જમ્મુ-કાશ્મીરમાં એરફોર્સના કાફલા પર આતંકવાદી હુમલો, 5 જવાન ઘાયલ

13મી મેના રોજ વડાપ્રધાન મોદી વારાણસીમાં રોડ શો યોજશે. જે પછી 14મી મેના રોજ ઉમેદવારી નોંધાવશે. દિલ્હી લિકર કેસમાં અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી શકે છે. ચૂંટણી હોવાથી જામીન પર વિચાર કરવાની સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. અમિત શાહના ફેડ વીડિયો કેસમાં કોંગ્રેસ નેતા અરૂણ રેડ્ડીની દિલ્લી પોલીસે ધરપકડ કરી છે. અરૂણ રેડ્ડી પર ફેડ વીડિયો બનાવવાનો આરોપ છે. તેમનો મોબાઇલ FSLમાં મોકલાયો છે. આજે બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધીની જનસભા છે. ત્રીજા તબક્કાના મતદાન પહેલા અમિત શાહ ફરી અમદાવાદ આવશે. આજે વાંસદા અને છોટા ઉદેપુરમાં સભા સંબોધશે. અહીં વાંચો દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચાર…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 May 2024 04:36 PM (IST)

    દમણમાં અમિત શાહના આગમન પહેલા ભીડ ઉમટી, હીટવેવની આગાહી પગલે કરાઈ ખાસ વ્યવસ્થા

    અમિત શાહના છોટાઉદેપુર અને વાંસદા બાદ દમણમાં પ્રચાર કરશે. અમિત શાહના આગમન પહેલા મોટી ભીડ ઉમટી છે. મોટી સંખ્યામાં દમણ કોલેજ ગ્રાઉન્ડમાં લોકો અમિત શાહ ને જોવા ઉમટ્યા છે. દમણ દીવ બેઠકના ભાજપના ઉમેદવાર લાલુ પટેલનો પ્રચાર કરવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની દમણમાં જનસભા યોજશે. હીટ વેવની આગાહીને લઇ દમણ ભાજપ દ્વારા ડોમમાં પંખા અને ફુવારા લગાવવામાં આવ્યા છે.

  • 04 May 2024 04:10 PM (IST)

    સુરતની GIDCમાંથી ઝડપાયુ નકલી દારુનું કારખાનુ, 5 આરોપીની ધરપકડ

    સુરતમાં માંક ગામ પાસે GIDCમાંથી નકલી દારૂ બનાવાનું કારખાનું ઝડપાયુ છે. અલગ અલગ કેમિકલનું મિશ્રણ કરી વિદેશી દારૂ બનાવાતો હતો. બ્રાન્ડેડ વિદેશી દારૂની જૂની બોટલોમાં ભરી પેકિંગ કરાતુ હતું. ઢાંકણ,સ્ટીકર,ટેમ્પો,કાર,મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે 5 આરોપીને પકડી રૂપિયા.14.58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

  • 04 May 2024 03:48 PM (IST)

    સુરતમાં હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ

    સુરતમાં હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે મૌલવી સોહેલ ટીમોલની ધરપકડ કરી છે.  હિન્દુવાદી નેતા અવધેશને ધમકી આપી હતી. પાકિસ્તાન, નેપાળના નંબરથી વ્હોટ્સએપ ગ્રુપમાં ધમકી આપતા હતા.

  • 04 May 2024 03:19 PM (IST)

    ચૂંટણી ટાણે કોંગ્રેસને મોટો ફટકો, કોંગ્રેસના 35 આગેવાનો ભાજપમાં જોડાયા

    ચૂંટણી ટાણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ સભ્ય સહિત અનેક આગેવાન ભાજપમાં જોડાયા છે. ધોલેરાના કોંગ્રેસના 35 આગેવાનો ભાજપમાં જોડાયા છે. આગેવાનોને સીઆર પાટીલે ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું છે.

  • 04 May 2024 02:41 PM (IST)

    કોંગ્રેસે મહામારીમાં પણ રાજનીતિ કરી હતી-અમિત શાહ

    છોટાઉદેપુરના બોડેલીમાં સભા સંબોધ્યા બાદ અમિત શાહ નવસારીના વાંસદા પહોંચ્યા હતા. જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે આતંકવાદ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી. અમિત શાહે કહ્યુ કે રાહુલ ગાંધી રસી પર પહેલા સવાલ ઉઠાવતા હતા. કોંગ્રેસે મહામારીમાં પણ રાજનીતિ કરી હતી. બીજી તરફ અમિત શાહે કહ્યુ કે ભાજપ જે કહે છે તે કરીને બતાવે છે. રામ મંદિરની વાત કરી અને તે બનાવીને બતાવ્યુ.

  • 04 May 2024 02:11 PM (IST)

    અમદાવાદમાં 41થી 43 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે

    રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. અમદાવાદમાં 41થી 43 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. ગરમીથી બચવા AMCએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદમાં 600થી વધુ પાણીની પરબો રાખવામાં આવી છે. ગરમીથી બચવા લોકો માટે બપોરના સમયે પણ ગાર્ડન ખુલ્લા રાખવામાં આવશે. ટ્રાફિક સિગ્નલ પર સ્પ્રિન્કલર્સથી પાણીનો છંટકાવ કરવામાં આવશે. BRTS તથા AMTS સ્ટેન્ડ પર પીવાના પાણી તેમજ ORSની વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં લૂ લાગવાના કેસમાં દવાઓ અને સાધનો ઉપલબ્ધ કરાયા છે.

  • 04 May 2024 01:21 PM (IST)

    12 કરોડ ઘરમાં મોદી સરકારે શૌચાલય બનાવ્યા-અમિત શાહ

    અમિત શાહે સભામાં કહ્યુ છે કોંગ્રેસ પાર્ટી આદિવાસીઓની વિરોધી છે. જો કે મોદી સરકારે 12 કરોડ ઘરમાં શૌચાલય બનાવ્યા છે.

  • 04 May 2024 01:07 PM (IST)

    રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

    બોડેલીની સભામાં અમિત શાહે કહ્યુ કે અયોધ્યામાં રામ મંદિરના મુદ્દાને કોંગ્રેસે લટકાવી રાખ્યો હતો. મોદી સરકારે પ્રાણ પ્રતિષ્ઠા કરીને રામને ઘરમાં સ્થાન આપ્યુ.કોંગ્રેસ અને આપ વોટબેંક માટે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા ન હતા. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યુ છે.

  • 04 May 2024 01:04 PM (IST)

    INDI ગઠબંધન પર અમિત શાહે કર્યા પ્રહાર

    છોટાઉદેપુરના બોડેલીમાં અમિત શાહની જનસભા યોજાઇ, જેમાં તેમણે INDI ગઠબંધન પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી એન્ડ કંપની સત્તામાં આવશે તો મુસલમાનોને અનામત આપી દેશે. રાહુલ ગાંધી સ્પષ્ટતા કરે કે OBC અનામતને કોઇ નુકસાન નહીં થાય.

  • 04 May 2024 12:33 PM (IST)

    પ્રિયંકા ગાંધીએ PM નરેન્દ્ર મોદીને શહેનશાહ કહીને કટાક્ષ કર્યો

    પ્રિયંકાએ સત્તા પક્ષ પર પણ પ્રહાર કર્યો છે. જેમાં તેમણે નરેન્દ્ર મોદીને શહેનશાહ કહીને કટાક્ષ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતથી દૂર ન થયા હોત તો અહીંથી ચૂંટણી કેમ નથી લડતા ? તેમજ પ્રિયંકા ગાંધીએ જનસભામાં પરશોત્તમ રુપાલા પર પ્રહાર કર્યા છે. ક્ષત્રિય મહિલાઓને લઈને પણ નિવેદનો આપ્યા છે.

  • 04 May 2024 12:23 PM (IST)

    ગેનીબેન ઠાકોર માટે પ્રિયંકા ગાંધીનો બનાસકાંઠામાં પ્રચાર

    બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે ગુજરાતમાં આવ્યા છે.પ્રચારમાં જનસભાની શરુઆત મા અંબાના જયકાર સાથે કર્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા છે. ભાજપનેતાઓ બંધારણથી પ્રજાને અધિકાર મળે છે.

  • 04 May 2024 10:59 AM (IST)

    બનાસકાંઠા: ડીસામાં SRP જવાનો પર હુમલો

    બનાસકાંઠાના ડીસામાં SRP જવાનો પર હુમલો થવાની ઘટના સામે આવી છે. SRP જવાનો પશુ ભરેલા ટ્રકનું રક્ષણ કરતા હતા તે સમયે જ  ઝપાઝપી થઇ હતી. જીવદયા પ્રેમી હોવાનું કહી જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. SRP જવાનો પશુ ભરેલા ટ્રકનું રક્ષણ કરતા સમયે આ ઝપાઝપી થઇ હતી.  હુમલો કરનાર 3 શખ્સો સામે ડીસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અટકાયત કરવામાં આવી છે.

  • 04 May 2024 10:12 AM (IST)

    ગુજરાતમાં મતદાન પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓનો પ્રચંડ પ્રચાર

    ગુજરાતમાં મતદાન પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓનો પ્રચંડ પ્રચાર. અંતિમ તબક્કાના પ્રચાર માટે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ફરી આક્રમક પ્રચાર કરશે. છોટાઉદેપુર, નવસારી અને દમણમાં અમિત શાહ જાહેરસભા સંબોધશે.

  • 04 May 2024 09:21 AM (IST)

    સાબરકાંઠા: હિંમતનગરના પાણપુર પાટિયા પાસે સ્ક્રેપના ગોડાઉનમાં લાગી આગ

    સાબરકાંઠામાં હિંમતનગરના પાણપુર પાટિયા પાસે સ્ક્રેપના ગોડાઉનમાં  આગ લાગી છે. રાત્રીના સમયે અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઇ છે. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે.

  • 04 May 2024 09:18 AM (IST)

    ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ

    ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળશે. બિપીન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત નહિ ખેંચતા જંગ જામશે. એક સીટ પર ત્રણ ઉમેદવાર મેદાને છે. અમદાવાદ, રાજકોટ અને મોડાસાના ઉમેદવાર મેદાનમાં છે. નવમી મેના દિવસે મતદાન યોજાશે. ઇફકોમાં સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લાના મતદારોનો દબદબો છે. કુલ 182 મતદારોમાંથી 68 મતદારો ફક્ત રાજકોટ જિલ્લાના છે.

  • 04 May 2024 09:03 AM (IST)

    ગુજરાતમાં 7 મેએ મતદાનના દિવસે જ કાળઝાળ ગરમીની આગાહી

    ગુજરાતમાં હીટવેવે હાહાકાર મચાવતા લોકો રીતસર અગનભઠ્ઠીમાં શેકાઇ રહ્યા છે. આવી કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે હવે ગુજરાતમાં મતદાનની તારીખ આવી પહોંચી છે, ત્યારે મતદાન કરવા આવનારા નાગરિકોને કોઇપણ તકલીફ ના પડે એ માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સૌપ્રથમ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અમદાવાદના કુલ 1995 મતદાન મથકો પર મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કે 3 કે તેથી વધુ બૂથ ધરાવતા 778 મતદાન મથકો પર કૂલરની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ઉપરાંત દરેક મતદાન મથક પર પીવાના પાણીના 5-5 જગની વ્યવસ્થા કરાશે. તો દરેક મતદાન મથકો પર પૂરતા પ્રમાણમાં ORS પણ પૂરું પાડવામાં આવશે.

  • 04 May 2024 08:28 AM (IST)

    અમદાવાદઃ હોમગાર્ડ ઈન્ચાર્જ પ્લાટુન કમાન્ડન્ટ લાંચ લેતા ઝડપાયો

    અમદાવાદમાં હોમગાર્ડ ઈન્ચાર્જ પ્લાટુન કમાન્ડન્ટ રૂપિયા 1500ની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો છે. હોમગાર્ડ ડિવિઝન 9ના પ્લાટુન કમાન્ડન્ટ મનોજ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. હોમગાર્ડ જવાનો પાસેથી વ્યક્તિ દીઠ માસિક રૂપિયા 500 લેખે લાંચ લેતા હતા. ત્રણ ગાર્ડના રૂપિયા 1500ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. હોમગાર્ડ કર્મચારીઓ પોઈન્ટ પર હાજર હોય તો પણ હેરાન કરતા હોવાનો આરોપ છે.

  • 04 May 2024 07:23 AM (IST)

    કચ્છ: માંડવીમાં પવનચક્કી ધરાશાયી

    કચ્છના માંડવીમાં પવનચક્કી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. નાના આસંબીયા ગામ પાસે આ ઘટના બની છે. સદનસીબે ખેતરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

  • 04 May 2024 07:22 AM (IST)

    રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં યુવકનો આત્મહત્યાનો પ્રયાસ

    રાજકોટ સિવિલ હોસ્પિટલમાં યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હોસ્પિટલના ચોથા માળેથી તેણે છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો છે. હોસ્પિટલમાં હાજર લોકોએ અને ફાયર બ્રિગેડના જવાનોએ સાથે મળીને યુવકને બચાવી લીધો છે.

Published On - May 04,2024 7:19 AM

Follow Us:
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">