વાસી મોઢે પાણી પીવું ફાયદાકારક છે કે નુકસાન?

05 May 2024

Pic credit - Freepik

સ્વસ્થ રહેવા માટે દરરોજ ઓછામાં ઓછું 10-12 ગ્લાસ પાણી પીવાની સલાહ તબીબો આપે છે.

10-12 ગ્લાસ પાણી

જો તમે સવારે ઉઠ્યા પછી બ્રશ કર્યા વિના પાણી પીતા હોવ તો તે તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે, ચાલો જાણીએ કેવી રીતે.

બ્રશ કર્યા પહેલા પાણી

જો તમે જાગ્યા પછી તરત જ ખાલી પેટે પાણી પીવો છો, તો તે તમારા શરીરને દિવસભર હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ સાથે તમારી સ્કીન પણ ચમકદાર રહે છે.

હાઇડ્રેશન

ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે દરરોજ સવારે તમારા દાંત સાફ કર્યા વિના પાણી પીવું એ તમારા પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે, આ આદતથી તમે પાચન સંબંધી સમસ્યાથી દૂર રહો છો.

પાચનતંત્ર માટે ફાયદા

જો તમે સવારે ઉઠીને મોં ધોયા વગર પાણી પીઓ છો તો તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તમે ફલૂ, ઉધરસ, શરદી અને પેટના દુખાવા નથી થતા.

મજબૂત રોગપ્રતિકારક શક્તિ

સવારે દાંત સાફ કર્યા વગર પાણી પીવાથી તમારી ત્વચામાં ચમક તો આવે જ છે સાથે સાથે વાળની તંદુરસ્તી પણ સુધરે છે.

લાંબા જાડા વાળ

જે લોકોને વારંવાર શ્વાસની દુર્ગંધ આવતી હોય તેમણે દરરોજ સવારે દાંત સાફ કર્યા વગર પાણી પીવું જોઈએ. આ માટે તમારે દરરોજ સવારે ઉઠ્યા બાદ હૂંફાળું પાણી પીવું જોઈએ.

શ્વાસની દુર્ગંધ દૂર કરે છે

ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ સવારે ખાલી પેટે એકથી બે ગ્લાસ પાણી પીવું જોઈએ. આનાથી તેમનું બ્લડ પ્રેશર તો કંટ્રોલ થશે જ પરંતુ તેમના વજનને પણ કંટ્રોલ કરવામાં સરળતા રહેશે.

વજન કંટ્રોલ