દરેક ગુજરાતીઓના મોંઢે રમતું થયું છે ખલાસી ગીત, પહેલા થયું કમ્પોઝ પછી લખાયા છે લિરીક્સ, વાંચો પરફોર્મન્સ રિપોર્ટ
દરેક ગુજરાતીઓના મોંઢે રમતું લોકપ્રિય ગીત ખલાસી સોન્ગને અદભૂત ખ્યાતિ મળી રહી છે. તે કોક સ્ટુડીયોમાં રેકોર્ડ કરવામાં આવ્યું છે.

ખલાસી સોન્ગને ગુજરાતી સિંગર એવા આદિત્યદાન ગઢવીએ પોતાનો સુર આપ્યો છે. આ સોન્ગ એટલું વાયરલ થઈ રહ્યું છે કે નાના થી માંડીને મોટા લોકોને તેનો ચસકો લાગ્યો છે.

લોકો માત્ર ગીતનો એટલો આનંદ માણી રહ્યાં છે કે રીલ્સ બનાવવા લાગ્યા છે. મોટાભાગના લોકો તો ઓખા દિવસમાં એક વાર તો આ સોન્ગને અચૂક સાંભળે જ છે.

ડાન્સ પર્ફોર્મન્સ વીડિયોથી આખું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર છલકાઇ રહ્યું છે. આ ગીત આ વર્ષે એટલે કે જુલાઈ 2023માં કોક સ્ટુડિયો ઈન્ડિયાએ રિલીઝ કર્યું હતું. તે 2021નું પાકિસ્તાનનું ટોપ સોન્ગ ‘પસૂરી’ જેવી જ ખ્યાતિ ધરાવે છે.

ગીતનો સારાંશ આવું દર્શાવે છે કે ખલાસી એટલે કે નાવિકની વાર્તા છે. જેઓ ગુજરાતના દરિયો ખેડવા નીકળે છે. આ ગીત તેમની નાજુક, સાહસિક સફર, તેમના આહલાદક અનુભવો અને તેમના ઉત્સાહની વાત કરે છે કે જેનાથી તેઓ વહાણમાં જતા હોય ત્યારે જીવનનો સામનો કરે છે.

આ ગીત વેબ સીરિઝ સ્કેમ 1992ના અચિંત ઠક્કર દ્વારા બનાવવામાં આવ્યું છે તેમજ સૌમ્ય જોશીએ તેના સુંદર શબ્દો લખેલા છે.
