Janmashtami 2023 : આ સ્ટાર્સે સિલ્વર સ્ક્રીન પર શ્રી કૃષ્ણનું પાત્ર ભજવ્યું, આ અભિનેતા તો કૃષ્ણના અવતારમાં 17 વખત જોવા મળ્યા
આ સ્ટાર્સે ફિલ્મોમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવીને ઘણી પ્રશંસા મેળવી. અક્ષય કુમારે ઓહ માય ગોડમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવીને ધૂમ મચાવી હતી. ચાલો જાણીએ આવા જ બીજા કેટલાક સ્ટાર્સ વિશે.

ઘણી ફિલ્મોમાં આ સ્ટાર્સે ભગવાન કૃષ્ણના અવતારની ઝલક બતાવી છે. આજે જન્માષ્ટમીના અવસરે આપણે વાત કરીએ એવા સ્ટારની જેમણે રૂપેરી પડદે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા શાનદાર રીતે ભજવી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો મહાપર્વ એટલે જન્માષ્ટમી(Janmashtami ) જન્માષ્ટમીના ઉત્સવની ઝલક આપણી ફિલ્મોમાં પણ જોવા મળતી હોય છે. જન્માષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણ બોલિવુડ અને ટેલીવિઝનમાં પણ આ પાત્રો જોવા મળી ચૂક્યા છે. ત્યારે બોલિવુડમાં એવા અનેક સ્ટાર છે જેમણે ભગવાન કૃષ્ણનું પાત્ર નિભાવ્યું છે.

બોલિવુડનો સુપર સ્ટાર અક્ષય કુમાર ભલે ઓએમજી 2માં ભગવાન શિવના પાત્રમાં છવાયા હોય પરંતુ ઓએમજીમાં અક્ષય કૃષ્ણના અવતારને કોઈ ભુલી શક્યું નથી. વર્ષ 2012માં આવેલી સુપરહિટ ફિલ્મ ઓ માય ગોડમાં અક્ષય કુમારે ભગવાન કૃષ્ણનું શાનદાર પાત્ર નિભાવ્યું હતુ.

ભગવાન કૃષ્ણના સૌથી વધુ રોલ સાઉથના સુપરસ્ટાર એનટી રામારાવે નિભાવ્યું હતુ. કહેવામાં આવે છે કે, સાઉથની અંદાજે 17 ફિલ્મોમાં રામારાવ કૃષ્ણ બન્યા હતા. જેમાં મોટાભાગની ફિલ્મો હિટ રહી હતી. (photo :cinejosh.com)

સાઉથના અભિનેતા પવન કલ્યાણે ફિલ્મ ગોપાલા ગોપાલામાં ભગવાન શ્રીકૃષ્ણના શાનદાર પાત્ર નિભાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ગોપાલા ગોપાલા 2012માં આવેલી હિન્દી ઓહ માય ગોડની રિમેક હતી.

આયુષ્માન ખુરાનાએ ડ્રીમ ગર્લના એક ગીતમાં નુસરત ભરુચા સાથે ભગવાન શ્રીકૃ્ષ્ણ બની ડાન્સ કર્યો હતો. આ પાત્ર પણ લોકોને ખુબ પસંદ આવ્યું હતુ.

તમે સુપરહિટ ફિલ્મ લગાનનું ગીત 'રાધા કૈસે ના જલે' સાંભળ્યું જ હશે. આ ગીતમાં આમિર ખાને કાન્હા તરીકે ડાન્સ કર્યો હતો અને વાંસળી પણ વગાડી હતી. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.