Gulzar Family Tree : કંઈક તો જાદુ છે ગુલઝારના શબ્દોમાં 18 વર્ષના જવાનથી લઈ 80 વર્ષના વૃદ્ધ સૌ કોઈ Gulzarના દિવાના છે, પત્ની આપી ચૂકી છે હિટ ફિલ્મ

1947ના ભાગલા પછી તેમનો આખો પરિવાર અમૃતસર શિફ્ટ થઈ ગયો અને ગુલઝારે (Gulzar)દિલ્હીમાં અભ્યાસ શરૂ કર્યો. ત્યારબાદ તેની પ્રગતિ શરુ થઈ. પ્રખ્યાત ગીતકાર અને ફિલ્મ નિર્માતા ગુલઝાર 18મી ઓગસ્ટે આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 9:40 AM
બોલિવૂડના આ દિગ્ગજ નિર્દેશક અને ગીતકાર  89 વર્ષના થઈ ગયા છે. પરંતુ આ ઉંમરે પણ ફિલ્મો કરી રહ્યા છે. તે હજુ પણ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ વેતન મેળવનાર ગીતકાર છે.

1 / 8
 ભારતીય સિનેમાના પ્રખ્યાત ગીતકાર, લેખક અને દિગ્દર્શક ગુલઝાર આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તેનું અસલી નામ ગુલઝાર નહીં પરંતુ સંપૂર્ણન સિંહ કાલરા છે. ફિલ્મી દુનિયામાં પગ મૂક્યા બાદ તેમનું નામ ગુલઝાર થઈ ગયું. ચાલો ગુલઝાર સાહેબના પરિવાર વિશે જાણીએ.

2 / 8
ગુલઝાર સાહેબનો જન્મ 18 ઓગસ્ટ 1934ના રોજ થયો હતો.1947ના ભાગલા પછી તેમનો આખો પરિવાર અમૃતસર શિફ્ટ થઈ ગયો અને ગુલઝારે દિલ્હીમાં અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ આજીવિકા માટે મુંબઈ ગયા અને અહીં જ રહ્યા. શરૂઆતમાં, તેને જીવનનિર્વાહ માટે કાર મિકેનિક તરીકે કામ કરવું પડ્યું. ખૂબ જ સંઘર્ષ પછી, તેમને 1963ની ફિલ્મ બંદીનીમાં ગીતકાર તરીકે બ્રેક મળ્યો, જેના પછી તેમણે પાછળ વળીને જોવું પડ્યું નહીં.

3 / 8
પશ્ચિમ બંગાળના રાણાઘાટમાં જન્મેલી રાખી જ્યારે માત્ર 16 વર્ષની હતી ત્યારે તેણે સાત ફેરા લીધા હતા. રાખીએ વ્યવસાયે પત્રકાર અને ફિલ્મ નિર્દેશક અજય વિશ્વાસ સાથે લગ્ન કર્યા હતા. એ એરેન્જ્ડ મેરેજ હતા, પરંતુ રાખી અને અજયનો સંબંધ માત્ર બે વર્ષ જ ટકી શક્યો. આ પછી બંને અલગ થઈ ગયા હતા. તેમણે બીજા લગ્ન ગુલઝાર સાથે કર્યા હતા.

4 / 8
ગુલઝાર સાહેબના અંગત જીવનની વાત કરીએ તો ગુલઝારે અભિનેત્રી રાખી સાથે લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને અલગ રહેવા લાગ્યા હતા પરંતુ તેઓએ ક્યારેય છૂટાછેડા લીધા નથી. બંનેને મેઘના ગુલઝાર નામની પુત્રી છે.

5 / 8
જ્યારે રાખી હિન્દી સિનેમામાં જાણીતું નામ બની ગઈ હતી ત્યારે તે પ્રખ્યાત ગીતકાર ગુલઝારને મળી હતી. બંને ધીમે ધીમે નજીક આવતા ગયા અને એક દિવસ એવો આવ્યો કે તેમના લગ્ન થઈ ગયા. બંનેએ 1973 દરમિયાન લગ્ન કર્યા હતા અને એક વર્ષમાં જ તેમને એક પુત્રી મેઘનાને જન્મ આપ્યો તેમની પુત્રી મેઘના ગુલઝાર એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા છે

6 / 8
મેઘના ગુલઝાર એક ભારતીય ફિલ્મ લેખક અને દિગ્દર્શક છે. તે હિન્દી સિનેમાના પ્રખ્યાત સંગીતકાર-ગીતકાર ગુલઝાર અને અભિનેત્રી રાખી ગુલઝારની પુત્રી છે. મેઘના ગુલઝારનો જન્મ 13 ડિસેમ્બર 1973ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા ગુલઝાર હિન્દી સિનેમાના પ્રખ્યાત સંગીતકાર-ગીતકાર છે.તેણે આલિયા સાથે 'રાઝી' બનાવી જે સુપરહિટ સાબિત થઈ. વર્ષ 2020માં મેઘનાએ દીપિકા પાદુકોણ સાથે છપાક બનાવી, આ ફિલ્મને બોક્સ ઓફિસ પર વધુ સફળતા મળી ન હતી, પરંતુ વિવેચકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી.  (photo : timelessindianmelodies)

7 / 8
મેઘના ગુલઝારે ઉદ્યોગપતિ ગોવિંદ સંધુ સાથે લગ્ન કર્યા છે જેઓ Antworks Pteના સહ-સ્થાપક અને CFO છે. મેઘના અને ગોવિંદને એક પુત્ર પણ છે.ગુલઝાર તેમની પુત્રી મેઘનાને પ્રેમથી 'બોસ્કી' કહે છે.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">