AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaturmas 2025 : ચાતુર્માસમાં દરરોજ આ સ્થળે દીવો પ્રગટાવશો તો ક્યારેય પૈસાની તંગી નહી આવે, સુખ-સમૃદ્ધિમાં વધારો જ થશે!

ચાતુર્માસ 2025 માં જો દરરોજ ચોક્કસ જગ્યાએ દીવો પ્રગટાવવામાં આવે તો જીવનના અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે. ખાસ વાત તો એ કે, આનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ વરસે છે. તો ચાલો જાણીએ કઈ-કઈ જગ્યા પર દીવો પ્રગટાવવાથી પુણ્ય મળે છે અને આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

| Updated on: Jul 08, 2025 | 6:01 PM
Share
ચાતુર્માસ વર્ષ 2025 માં, 6 જુલાઈના રોજ દેવશયની એકાદશીથી શરૂ થઈ ગયો છે અને 1 નવેમ્બરના રોજ દેવઉઠની એકાદશી પર સમાપ્ત થઈ રહ્યો છે. આ સમય આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

1 / 11
આ સમય દરમિયાન, ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ફળદાયી પરિણામ મળે છે.  જો આપણે દરરોજ ઘરમાં કોઈ ચોક્કસ સ્થળ પર દીવો પ્રગટાવીએ, તો જીવનમાં આવતા અવરોધો દૂર થઈ જાય છે. બીજું કે, બાકી રહેલા કામ પણ સફળતાથી પૂરા થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

2 / 11
ચાતુર્માસ દરમિયાન દીવો પ્રગટાવવો એ ફક્ત ધાર્મિક પરંપરા નથી પણ જીવનની સકારાત્મક ઉર્જા જાગૃત કરવાનું એક સાધન છે. દીવાને પ્રકાશ અને શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ દરરોજ નિયમિતપણે દીવો પ્રગટાવે છે, ત્યારે તેને માનસિક શાંતિ મળે છે અને કાર્યમાં સફળતા પણ મળે છે.

3 / 11
તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો: તુલસી માતાને મૈયા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ચાતુર્માસ દરમિયાન તુલસીની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. જો તમે દરરોજ સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો છો, તો ઘરમાંથી આર્થિક સંકટ દૂર થાય છે અને ભગવાન વિષ્ણુના ખાસ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

4 / 11
તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે "ૐ નમો ભગવતે વાસુદેવાય" મંત્રનો જાપ કરો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પરિવારમાં શાંતિ તેમજ સુખ જળવાઈ રહે છે. ધ્યાન રાખો કે, જો દીવામાં તલનું તેલ અથવા ગાયનું શુદ્ધ ઘી ઉપયોગમાં લેવાય છે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

5 / 11
ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવો: ઘરનો મુખ્ય દરવાજો એક એવી જગ્યા છે કે, જ્યાંથી ઘરમાં સકારાત્મક કે નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. જો તમે ચાતુર્માસ દરમિયાન દરરોજ મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવો છો, તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી.

6 / 11
આ દીવો રાત્રે સૂર્યાસ્ત પછી પ્રગટાવવો જોઈએ. આનાથી ઘરમાં ખુશીઓ છવાઈ જાય છે અને તેની સાથે સાથે વ્યવસાય તેમજ નોકરી સંબંધિત અવરોધો પણ દૂર થાય છે. ધ્યાન રાખો કે, શનિવારે રાત્રે સરસવના તેલથી દીવો ભરો અને તેમાં લવિંગ નાખો.

7 / 11
રસોડામાં અને પ્રાર્થના સ્થળે દીવો પ્રગટાવો: રસોડાને અન્નપૂર્ણા માતાનું સ્થાન માનવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન અહીં દીવો પ્રગટાવવાથી ઘરમાં ક્યારેય અન્નને લગતી અછત જોવા મળતી નથી. આ ઉપરાંત, પૂજા સ્થાન પર દીવો પ્રગટાવવાથી ભગવાનના આશીર્વાદ બન્યા રહે છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે.

8 / 11
રસોડામાં દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખો કે, દીવો પૂર્વ દિશા તરફ જ હોય. પૂજા સ્થાન પર દીવો પ્રગટાવતી વખતે, "ૐ વિષ્ણુવે નમઃ" મંત્રનો જાપ કરો.

9 / 11
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો: દીવો હંમેશા સ્વચ્છ જગ્યાએ રાખો અને પ્રગટાવતા પહેલા તેને સાફ કરો. ક્યારેય ઓલવાઈ ગયેલો દીવો પ્રગટાવશો નહીં. હંમેશા નવું તેલ ઉમેર્યા પછી જ દીવો પ્રગટાવો.

10 / 11
દીવો પ્રગટાવતી વખતે મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જરૂરી છે, તો જ તેનો સંપૂર્ણ લાભ મળે છે. ચાતુર્માસ દરમિયાન માંસ, દારૂ, લસણ, ડુંગળી વગેરેથી દૂર રહેવું જોઈએ અને સાત્વિક જીવનશૈલી અપનાવવી જોઈએ.

11 / 11

(નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો)

શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે . ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">