AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વાઘોડિયામાં ગટરના ગંદા પાણી વચ્ચેથી કાઢવી પડી અંતિમયાત્રા, 10થી 12 સોસાયટીઓ અને શાળા છતાં તંત્ર ઘોર નિદ્રામાં, જુઓ Video

Breaking News : વાઘોડિયામાં ગટરના ગંદા પાણી વચ્ચેથી કાઢવી પડી અંતિમયાત્રા, 10થી 12 સોસાયટીઓ અને શાળા છતાં તંત્ર ઘોર નિદ્રામાં, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2026 | 1:53 PM
Share

વડોદરાના વાઘોડિયામાં ગટરના ગંદા પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. સ્થાનિકોની મુશ્કેલીઓ અને વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

વડોદરાના વાઘોડિયામાં ગટરના ગંદા પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વોર્ડ નંબર-5ના સ્નેહલ પાર્ક અને ગ્રીન પાર્ક વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર ઉભરાતાં લોકોની મુશ્કેલી વધી છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે ગટરના ગંદા પાણી વચ્ચેથી અંતિમયાત્રા કાઢવાની નોબત આવી છે. આ દૃશ્યો જોઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે. અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં ગટરના પાણીની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ગટરના પાણીના કારણે રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.

શું કહ્યું સ્થાનિક લોકોએ?

સ્થાનિકોએ જણાવ્યું કે, વિસ્તારમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં અંતિમયાત્રા કાઢવાની હતી, પરંતુ રસ્તા પર ગટરના ગંદા પાણી ઉભરાતાં લોકોને ભારે મુશ્કેલી પડી હતી. ગંદા પાણી વચ્ચેથી અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી હતી. વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી ન હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે.

સ્નેહલ પાર્ક વિસ્તારમાં શાળા, કોમન પ્લોટ અને આસપાસ અંદાજે 10થી 12 રહેણાક સોસાયટીઓ આવેલી છે. તેમ છતાં ગટરની સમસ્યાનો ઉકેલ આવતો નથી. નગરપાલિકા બન્યા બાદ પણ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં 1 મહિનામાં 24K સોનું ₹18,000 સસ્તું! 25 નવેમ્બરે 10 દિવસના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ, જાણો આજના લેટેસ્ટ રેટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">