મુંબઈમાં 53માં માળે માધુરી દીક્ષિતનો 48 કરોડના લક્ઝરી ઘરના ફોટો જુઓ
માધુરી દીક્ષિત અને ડો શ્રીરામ નેને 48 કરોડ રુપિયાનું આલીશાન ઘરની ઝલક સામે આવી છે. એમએફ હુસૈનની પેન્ટિંગ, મ્યુઝિક રુમ, શાનદાર ઈન્ટીરિયર અને સમુદ્રનો નજારો જોવા મળી રહ્યો છે.

બોલિવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત પોતાની શાનદાર એક્ટિંગ અને ડાન્સ તેમજ સુંદરતા માટે ફેમસ છે. પરંતુ તેનું ઘર પણ એટલું જ લક્ઝરી છે. સામાન્ય રીતે બોલિવુડ સ્ટારના ઘરોમાં મોંઘા ફર્નીચર અને લક્ઝરી ડેકોરેશન જોવા મળે છે પરંતુ માધુરી દીક્ષિતના ઘરની સ્ટોરી કાંઈ અલગ છે.

થોડા દિવસ પહેલા માધુરી દીક્ષિત અને ડોક્ટર રામ નેને ફરાહ ખાનનું પોતાના ઘરે સ્વાગત કર્યું હતુ. ફરાહ ખાને પોતાની યુટ્યુબ ચેનલ પર માધુરી દીક્ષિતના આલીશાન ઘરની ઝલક દેખાડી હતી. માધુરી દીક્ષિત અને રામ નેને એક વર્ષ પહેલા જ પોતાના નવા ઘરમાં શિફ્ટ થયા છે.

માધુરીના નવા ઘરમાં એમએફ હુસૈનના ચિત્રો જોઈ શકાય છે. એમએફ હુસૈન પોતે માધુરીના ખૂબ મોટા ચાહક હતા. માધુરી તેમના ઘણા ચિત્રોમાં દેખાય છે. હવે, તેમના અદભુત ચિત્રો અભિનેત્રીના ઘરમાં પણ જોઈ શકાય છે.

ફરાહ સાથે વાત કરતાં, રામ અને માધુરીએ ખુલાસો કર્યો કે ,તેઓ લગ્ન કરતા પહેલા ત્રણ મહિના સુધી ડેટ કરતા હતા. ત્રણ મહિના પછી, રામને ખ્યાલ આવ્યો કે તે માધુરી સાથે લગ્ન કરવા માંગે છે અને તેમણે તેને પ્રપોઝ કર્યું હતુ.

ડેટ કર્યાના 3 મહીના પછી રામ અને માધુરી અમેરિકામાં પોતાના ભાઈના ઘરે લગ્ન કરી ભારતમાં આવી ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપી હતી. જેમાં અમિતાભ બચ્ચન સહિત અનેક હસ્તીઓ પહોંચી હતી.

આ ઘરમાં એક મીડિયા રૂમ પણ છે, જે ફિલ્મોનો આનંદ માણવા માટે બનાવવામાં આવ્યો છે. તેમાં પ્રોજેક્શન સિસ્ટમ અને ઉત્તમ સાઉન્ડ સિસ્ટમ છે, જે સિનેમા જેવો અનુભવ પૂરો પાડે છે. પરંતુ આ રૂમની સૌથી રસપ્રદ વિશેષતા માધુરીના જીવનના વિવિધ તબક્કાઓ દર્શાવતી એક મોટી દિવાલ ચિત્ર છે. તે તેની ફિલ્મી સફર, સ્ટારડમ અને પારિવારિક જીવનની ઝલક આપે છે.

માધુરીએ તેની કારકિર્દીમાં ઘણી યાદગાર ફિલ્મો આપી છે અને હિન્દી સિનેમામાં પોતાના માટે એક અનોખું સ્થાન બનાવ્યું છે. ઘરની દિવાલો પર તેની સફરનો સમાવેશ તેને વધુ ખાસ બનાવે છે.

જે દર્શાવે છે કે અભિનેત્રી માટે પરિવાર અને પર્સનલ લાઈફ એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું તેની વ્યાવસાયિક સિદ્ધિઓ. માધુરી દીક્ષિત અને ડૉ. શ્રીરામ નેનેનું એપાર્ટમેન્ટ મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં એક બહુમાળી ઇમારતના 53મા માળે આવેલું છે. 5,500 ચોરસ ફૂટના આ ઘરનું મુખ્ય આકર્ષણ અરબી સમુદ્રનો સુંદર નજારો છે. 2022માં, આ એપાર્ટમેન્ટની કિંમત આશરે 48 કરોડ હોવાનો અંદાજ હતો. (All Photo : archdigestindia, PTI)
પતિને ખબર પણ ન હતી કે તેની પત્ની અભિનેત્રી છે, પતિ વિદેશમાં ડોકટર આવો છે ધક ધક ગર્લનો પરિવાર અહી ક્લિક કરો
