માધુરી દીક્ષિત
આ બોલિવૂડ લિજેન્ડ એકેટ્રેસનો જન્મ 15 મે 1967માં થયો હતો. તેને ધક-ધક ગર્લના નામે પણ ઓળખવામાં આવે છે. જે ફિલ્મ ‘બેટા’નું ફેમસ ગીત છે. તે એક ડાન્સર પણ છે. તેના માતાનું નામ સ્નેહ લતા દીક્ષિત તેમજ પિતાનું નામ શંકર દીક્ષિત છે. માધુરી મરાઠી પરિવારમાંથી આવે છે.
માધુરી દીક્ષિતને બોલિવૂડની એક દિગ્ગજ એકટ્રેસ ગણવામાં આવે છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી તેને ગ્રેજ્યુએશન પુરૂં કર્યું છે. તેને બાળપણથી જ નૃત્યમાં રસ હતો, જેના માટે માધુરીએ આઠ વર્ષ સુધી કથકની તાલીમ લીધી છે. તેની પહેલી ફિલ્મ 1984માં આવેલી અબોધથી તેણે કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ ઓળખ તેને તેજાબ મુવીથી મળી છે.
તેને ઘણા બધા ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા છે. જેમાં ફિલ્મ દેવદાસ માટે સપોર્ટિંગ એકટ્રેસનો રોલ નિભાવ્યો હતો જેના માટે તેને વર્ષ 2003માં એવોર્ડ મળ્યો છે. વર્ષ 1998માં બેસ્ટ એકટ્રેસ ફિલ્મ દિલ તો પાગલ હૈ, વર્ષ 1995માં બેસ્ટ એકટ્રેસ ફિલ્મ હમ આપકે હૈ કૌન, વર્ષ 1993માં બેસ્ટ એકટ્રેસ ફિલ્મ બેટા, વર્ષ 1991માં બેસ્ટ એકટ્રેસ ફિલ્મ દિલ માટે એવોર્ડ મળ્યા છે.
માધુરી દીક્ષિતને બાળપણથી જ ડોક્ટર બનવાનું સપનું હતું તેથી જ કદાચ તેને ડો.શ્રીરામ માધવ નેને સાથે વર્ષ 1999માં લગ્ન કર્યા છે. તેને બે બાળકો છે- અરિન અને રિયાન.