Hanuman Jayanti 2023: અંજનીસુતની વિરાટ પ્રતિમાને 5 હજાર વર્ષો સુધી નહીં આવે આંચ, પવનપુત્રની મનમોહક મૂર્તિના કરો દર્શન, જુઓ Photos
હનુમાન દાદાની પંચધાતુની પ્રતિમા 30 હજાર કિલો વજન ધરાવે છે અને 54 ફૂટ ઊંચી છે. પંચધાતુની જાડાઈ 7 એમએમની છે. આ પ્રતિમા એવી રીતે બનાવવામાં આવી છે કે જેને ભૂકંપમાં પણ આંચ નહીં આવે.


સાળંગપુર ધામ ખાતે કષ્ટભંજન દેવની 54 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે અને આ મૂર્તિ અનેક વિશેષતાઓ ધરાવે છે.

હનુમાન દાદાની પંચધાતુની પ્રતિમા 30 હજાર કિલો વજન ધરાવે છે અને 54 ફૂટ ઊંચી છે. પંચધાતુની જાડાઈ 7 એમએમની છે. આ પ્રતિમા એવી રીતે બનાવવામાં આવી છે કે જેને ભૂકંપમાં પણ આંચ નહીં આવે.

પ્રતિમા બનાવવા થ્રીડી પ્રિન્ટર, થ્રીડી રાઉટર અને સીએનસી મશીનનો ઉપયોગ કરાયો હતો.

પ્રતિમાની ફરતે 39 દેરી બનાવવામાં આવી છે આ પ્રતિમાના વિવિધ ભાગ 1000 કિલોમીટર દૂરથી લાવવામાં આવ્યા છે.

હનુમાનજી સમક્ષ બનાવવામાં આવેલા ગાર્ડનમાં 60,000 કિલો ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરીને લીલું ઘાસ ઉગાડવામાં આવ્યું છે

હનુમાનજીને જે બેઝ ઉપર સ્થાપિત કરવામાં આવ્યા છે તે 754 ફૂટ લાંબી બેઝની પરિક્રમા છે આ બેઝ માટેના પથ્થરો મકરાણાથી મગાવાયા હતા.

સંકટમોચનની આ પ્રતિમાના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા

11 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેકટ 1,45,888.49 સ્ક્વેર મીટર વિસ્તારમાં તૈયાર કરાયો છે. 200થી 300 કારીગરોએ રોજના આઠ કલાક કામ કરીને વિરાટ હનુમાનજીની મૂર્તિને ઓપ આપ્યો છે.

































































