સલમાન ખાનના શો બિગ બોસ ઓટીટીની બીજી સીઝન 17 જૂનથી જિયો સિનેમા પર શરુ થવા જઈ રહી છે. આ શો શરૂ થયા પહેલા જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ માટે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
આ ઘર જોવામાં ખુબ શાનદાર લાગી રહ્યું છે. બિગ બોસના ઘરનો જે એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે, તેનો શેપ આંખનો આપવામાં આવ્યો છે.
ગુરુવારના રોજ જિયો સિનેમા દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં બિગ બોસ ઓટીટી 2ના ઘરની ઈન્સાઈડ ઝલક દેખાડવામાં આવી છે.
બેડરુમ પણ ખુબ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યો છે. બેડની પાછળ દિવાલોમાં ખુબ સુંદર પેન્ટિંગ બનાવવામાં આવી છે.
ઘરના સભ્યો માટે ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે. જ્યાં તમામ સ્પર્ધકો રિલેક્સ કરતા જોવા મળતા હોય છે.
બિગ બોસના ઘરનું કિચન હોય કે ડાઈનિંગ એરિયા તમામને ખુબ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યું છે. જે જોવામાં ખુબ સુંદર લાગી રહ્યું છે.