AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand: મહેસૂલ મંત્રીની માણસાઈ, પૂરમાં મોતને ભેટનારના માતાપિતાને હૈયાધારણા આપવા પહોચ્યા, ભાવસભર દ્રશ્યો સર્જાયા

આણંદ (Anand) જિલ્લામાં ચોમાસાનો (Monsoon 2022) પ્રથમ વરસાદ વેરી બન્યો છે. મેઘ તાંડવાના કારણે કેટલાક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે પૂર પ્રભાવિત અને સ્વજનને ગુમાવનાર લોકોની મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ મુલાકાત લીધી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 2:13 PM
Share
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આણંદમાં પૂરની આફતમાં જીવ ગુમાવનારા સ્વ.કૃણાલ પટેલના ઘરે જઈને તેમના માતા-પિતાની મુલાકાત લઇ તેમને સાંત્વના પાઠવી હતી. શોકાતુર માતાપિતા અને પરિવારની આંખોમાંથી આ સાથે જ આંસુઓ વહેવા લાગ્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદીએ સ્નેહથી પોતાના રૂમાલ વડે બંને વડીલોના આંસુ લૂછ્યા ત્યારે ભાવનાસભર દૃશ્ય સર્જાયા હતા.

1 / 5
મહેસુલ મંત્રીએ પરિવારનો મોભી ગુમાવનાર શોકાતુર પરિવારને આશ્વાસન આપતા જણાવ્યું કે, તમે નવયુવાન દીકરો ગુમાવ્યો છે તેની ખોટ કોઈ પૂરું કરી શકે તેમ નથી. પરંતુ મૃતક કુણાલ પટેલના ધોરણ 7માં અભ્યાસ કરતા કાવ્ય પટેલ અને ધોરણ 9માં અભ્યાસ કરતા દીકરા અભી પટેલને મદદરૂપ થશે. તેમણે કહ્યુ કે, આ દુઃખદ ઘડીમાં રાજ્ય સરકાર તમારી સાથે જ છે.

2 / 5
રાજેન્દ્ર ત્રિવેદી પરિવારના દુઃખમાં સહભાગી થયાં ત્યારે લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. મૃત્યુ સહાયની રૂ.4 લાખની સહાયનો ચેક એમના માતાપિતાને અર્પણ કર્યો  હતો. ત્યારે લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા.

3 / 5
રાજેન્દ્ર ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રે કુદરતના પડકાર સામે લોકોને તત્કાળ રાહત આપવા કમર કસી છે. ત્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ જાતે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી અને નિયમોનુસાર રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર તમામ મદદ અસરગ્રસ્તોને મળે તેની સ્થિતિનો તાગ મેળવ્યો.

4 / 5
રાજેન્દ્ર ત્રિવેદીએ વન તળાવ વિસ્તારમાં  આશ્રયસ્થાનમાં આશરો લઈ રહેલા અને જેમના ઘરનું સર્વસ્વ નાશ પામ્યું છે એવી મહિલાઓને ખાદ્ય સામગ્રીની કીટ અને સાડીઓનું વિતરણ કર્યું હતું.  રાજેન્દ્ર ત્રિવેદી એ સરકારી તંત્ર તમારી સાથે જ છે એમ જણાવતાં ઉમેર્યું કે  સરકારના નિયમો મુજબ મળવા પાત્ર તમામ સહાયની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુકવવામાં આવશે.

5 / 5
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

g clip-path="url(#clip0_868_265)">