વિશ્વના સૌથી અમીર લોકોને બનાવી દીધા ગરીબ, જુઓ Artificial intelligenceનો કમાલ
Artificial Intelligence: જો ઈલોન મસ્ક, માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સ અને મુકેશ અંબાણી જેવા અમીર લોકો ગરીબ હોત તો તેઓ કેવા દેખાતા હોત, કેવા કપડા પહેરતા હોત? આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સવાળી કેટલીક આવી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

જે રીતે ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે, તે આવનારા સમયમાં વાસ્તવિકતા બની શકે છે, તેમાં કોઈ શંકા નથી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી કંઈ પણ કરી શકાય છે. આજકાલ AI ટેકનોલોજી એક એવો જ ચમત્કાર છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો પણ ચોંકી જાય છે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી દુનિયાના સૌથી અમીર લોકોને ગરીબ બનાવી દેવામાં આવ્યા છે.તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને અબજોપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઝૂંપડપટ્ટીની સામે ઉભેલા બતાવવામાં આવ્યા છે. તેના વાળ વિખરાયેલા છે.

એક સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સને અર્ધ નગ્ન અવસ્થામાં દર્શાવવામાં આવ્યા છે, જ્યારે મુકેશ અંબાણીને પણ ઝૂંપડપટ્ટીમાં રહેતા અને સાદા કપડા પહેરેલા બતાવવામાં આવ્યા છે. આ સિવાય વોરેન બફેટ અને માર્ક ઝકરબર્ગને પણ આ જ અંદાજમાં બતાવવામાં આવ્યા છે.

વિશ્વના સૌથી અમીર લોકોની આ અદભૂત તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર withgokul નામની આઈડીથી શેર કરવામાં આવી છે, જેને અત્યાર સુધીમાં 9 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે અને સેંકડો લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

એક યુઝરે મજાકમાં લખ્યું છે, 'એલન મજૂર', જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે 'વોરેન બફેટ અહીં પણ અમીર લાગે છે'. તેવી જ રીતે એક યુઝરે ફની રીતે લખ્યું છે કે 'ટ્રમ્પ ઈસ્ત્રીવાળો'.