AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking News: બેટિંગ પેરેડાઇઝ કે સ્પિન ફ્રેન્ડલી? ઈડન ગાર્ડન્સની પિચનું રહસ્ય ખુલ્યું, કાંટાની ટક્કર માટે તૈયાર રહો

કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઈન્ડિયાની સૌથી મહત્વની મેચ 1 માર્ચ એટલે કે આવતીકાલે રમાવા જઈ રહી છે.

T20 WC Breaking News: બેટિંગ પેરેડાઇઝ કે સ્પિન ફ્રેન્ડલી? ઈડન ગાર્ડન્સની પિચનું રહસ્ય ખુલ્યું, કાંટાની ટક્કર માટે તૈયાર રહો
Image Credit source: Bcci and Icc X Account
| Updated on: Feb 28, 2026 | 8:26 PM
Share

કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે મહામુકાબલો થવાનો છે. આ મેચમાં વિજેતા બનનારી ટીમની સીધી એન્ટ્રી સેમીફાઈનલમાં થઈ જશે. આ મેચમાં પિચની ભૂમિકા અત્યંત મહત્વની રહેવાની છે. ઈડન ગાર્ડન્સમાં ઘણીવાર બોલરોને ફાયદો થાય છે, તો ક્યારેક બેટ્સમેનોને પણ સારી મદદ મળે છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની રણનીતિ પિચ પર નિર્ભર રહેશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ હાઈ-વોલ્ટેજ મેચ પર સૌની નજર છે. એવામાં પિચની તસવીરો સામે આવી છે. આ જોતા સ્પષ્ટ જણાય છે કે, બેટ્સમેનોને મોટી મદદ મળવાની છે. ક્યુરેટરે એવી પિચ બનાવવાનો નિર્ણય લીધો છે કે, જેના પર બોલ સરળતાથી બેટ પર આવે. આવી સ્થિતિમાં મોટો સ્કોર બની શકે છે.

ભારતે ઝિમ્બાબ્વે સામેની છેલ્લી મેચમાં પણ રનનો વરસાદ કર્યો હતો અને કંઈક આવું જ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પણ જોવા મળી શકે છે. શરૂઆતની ઓવરોમાં ફાસ્ટ બોલરોને ફાયદો મળી શકે છે પરંતુ એકંદરે આ પિચ પર બેટ્સમેનોની મોજ રહેવાની છે.

શું ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં ફેરફાર થશે?

T20 વર્લ્ડ કપની સુપર-8 મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયા કદાચ જ કોઈ ફેરફાર કરશે. ઝિમ્બાબ્વે સામેની મેચમાં બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય બોલિંગ એટેક પણ અત્યારે ઘણું મજબૂત છે. અભિષેક શર્મા અને સંજુ સેમસન ઓપનિંગ જોડી તરીકે મેદાનમાં ઉતરી શકે છે.

મિડલ અને લોઅર મિડલ ઓર્ડરમાં ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે પર સૌની નજર રહેશે. સ્પિન બોલિંગની જવાબદારી અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીના ખભા પર હશે, જ્યારે જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ પોતાની ઘાતક ફાસ્ટ બોલિંગથી વિરોધી ટીમના હાલ બેહાલ કરી શકે છે. એવામાં હવે જોવાનું એ રહેશે કે, આ મહત્વની મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કેવું રહે છે?

T20 WC Breaking : ટીમ ઈન્ડિયા હંમેશા જીતે છે, વેસ્ટ ઈન્ડિઝ પણ ક્યારેય હારતું નથી, કોલકાતામાં 100 % જીતનો કોનો રેકોર્ડ તૂટશે?

Follow Us
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
અમરેલીમાં માત્ર એક ગાયે 7 સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા, અનોખો Video વાય
અમરેલીમાં માત્ર એક ગાયે 7 સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા, અનોખો Video વાય
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">