Breaking News : છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ, પછી શું જુઓ Video
સુરતમાં ૩૪ કરોડના ખર્ચે બનેલો બ્રીજ ખુલ્લો મુકાયો છે, પરંતુ આગળનો રેલવે કનેક્ટિંગ બ્રીજ અધૂરો હોવાથી વાહનચાલકોને ૬૦૦ મીટરનો બ્રીજ ક્રોસ કર્યા બાદ યુ-ટર્ન લેવો પડે છે. આ વિલંબને કારણે પ્રોજેક્ટ ખર્ચ ૫૯ કરોડથી વધીને ૭૪ કરોડ થયો છે અને લાખો લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
સુરત મહાનગરપાલિકાનું બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યુપ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વડોદથી કરડવા તરફ જવાના માર્ગ પર ભેસ્તાન વિસ્તારમાં 34 કરોડના ખર્ચે બનેલા એક નવનિર્મિત બ્રીજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ બ્રીજને ગઇકાલે જ ખુલ્લો મુકવામાં આવ્યો, પરંતુ તેના ઉદ્ઘાટન સાથે જ એક મોટી સમસ્યા સામે આવી છે, જેના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બ્રીજ પૂર્ણ થયા બાદ પણ તેની સામેનો રસ્તો બંધ હોવાથી લોકોને યુ-ટર્ન લેવા મજબૂર થવું પડે છે. આ અગવડતાનું મુખ્ય કારણ રેલવે લાઇન ક્રોસ કરતો કનેક્ટિંગ બ્રીજ હજુ સુધી બન્યો ન હોવાનું છે. આ બ્રીજ બનાવવાનો વર્ક ઓર્ડર ઓક્ટોબર 2022માં આપવામાં આવ્યો હતો અને તેને 2014માં ખુલ્લો મુકવાની યોજના હતી. જોકે 14 મહિનાના વિલંબ બાદ હવે આ બ્રીજને ગઇકાલે ખુલ્લો મુકાયો છે. તંત્ર દ્વારા બ્રીજનું ઉદ્ઘાટન તો કરી દેવાયું, પરંતુ કનેક્ટિંગ રેલવે બ્રીજનું કામ અધૂરું રહી ગયું છે.
આના પરિણામે વાહનચાલકો 600 મીટરનો લાંબો બ્રીજ ક્રોસ કર્યા પછી આગળ જઈ શકતા નથી અને તેમને ફરીથી યુ-ટર્ન લઈને પાછા ફરવું પડે છે, જેનાથી સમય અને ઇંધણનો વ્યય થાય છે. સ્થાનિક લોકોના મતે આ બ્રીજ હાલ પૂરતો “શોભાના ગાંઠિયા” સમાન છે, કારણ કે જ્યાં સુધી કનેક્ટિંગ રેલવે બ્રીજ ન બને ત્યાં સુધી તેની સંપૂર્ણ સુવિધાનો લાભ મળી શકશે નહીં.
જો આ રેલવે બ્રીજ સમયસર બની ગયો હોત, તો વેસુને નેશનલ હાઇવે નંબર 48 સાથે સીધુ જોડાણ મળી શકત. આ જોડાણ ડિંડોલી અને લીંબાડ વિસ્તારના આશરે ૫ લાખ લોકોને ડુમસ, વેસુ અને અલથાણ જેવા વિસ્તારોમાં પહોંચવા માટે ઘણી સરળતા પૂરી પાડત. હાલની સ્થિતિમાં ઉદ્યોગ વિસ્તારના લોકો માટે આ બ્રીજ થોડો ઉપયોગી હોઈ શકે છે, પરંતુ જે લોકોને ભેસ્તાન, ડિંડોલી કે હાઇવે તરફ આગળ જવું છે, તેમને ભારે અગવડતા પડી રહી છે.
આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૫૯ કરોડ રૂપિયા હતો, પરંતુ કામમાં થયેલા વિલંબના કારણે અત્યાર સુધીમાં ૭૪ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. આમ પ્રજાના વધારાના ૧૫ કરોડ રૂપિયા ખર્ચાયા છે. દુઃખની વાત એ છે કે આટલો ખર્ચ થયા છતાં રેલવે બ્રીજનું કામ હજુ માત્ર 56% જ પૂર્ણ થયું છે. અંદાજ મુજબ રેલવે બ્રીજને સંપૂર્ણ રીતે બનતા હજુ લગભગ બે વર્ષ જેટલો સમય લાગી શકે છે, જેનો અર્થ છે કે લોકોને આ હાલાકી હજુ લાંબા સમય સુધી ભોગવવી પડશે. જો શરૂઆતથી જ સુઆયોજિત રીતે કામ કરવામાં આવ્યું હોત તો આ પ્રકારની સ્થિતિ ટાળી શકાઈ હોત અને લોકોને તાત્કાલિક રાહત મળી હોત.
Input Credit : Baldev Suthar
Breaking News : ગુજરાતમાં હાજા ગગડાવી દેતી ઠંડી, લઘુત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રી ઘટાડો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો

