જોતજોતામાં 6 જીંદગી બની ગઈ નશ્વર, છતા વડીલથી લઈ યુવાન અને પોલીસથી લઈ પોલિટીકલ વ્યક્તિ ઝઝૂમી જીવન સાટે
પરિવારજનો તો ઠીક પણ સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ પણ આક્રંદ અને એક પછી એક બાળકો ટપોટપ જીવ ગુમાવતા બાળકોના મૃતદેહ જોઈ ભાવુક થયા હતા. ભરૂચના એસપી ડો. લીના પાટીલના ચેહરાના હાવભાવ ઉદાસ નજરે પડ્યા હતા તો વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ સતત સારવાર હેઠળના બાળકો ખતરાની બહાર હોવાના સમાચાર સાંભળવા આતુર નજરે પડતા હતા

વાગરા તાલુકાના ગાંધાર નજીક સમુદ્ર કિનારે ફરવા ગયેલા 2 પરિવારના 3 બાળકો સહીત 6 લોકોના ડૂબી જવાથી મૃત્યુ પામવાની ઘટનામાં રેસ્ક્યુ કરાયેલા લોકોના જીવ બચાવવા અફરાતરફતી કરતા લોકોના દ્રશ્યો નજરે પડ્યા હતા.ભરૂચની હોસ્પિટલ અને ઘટનાસ્થળે આક્રદ ના જે દ્રશ્યો જોવા મળ્યા તેણે કઠણ હ્ર્દયના લોકોની પણ આખો ભીંજવી દીધી હતી. મુલેર ગામના લોકોએ એમ્યુલન્સની રાહ જોયા વગર બાળકોને પાણીમાંથી બહાર કાઢી પોતાના વાહનોમાં હોસ્પિટલ ખસેડ્યા હતા. તો હોસ્પિટલ સ્ટાફ પણ દોડધામ કરતો નજરે પડ્યો હતો

ગંધાર નજીક ખંભાતના અખાતમાંથી 5 બાળકો સહીત 8 લોકોને સમુદ્રના પાણીમાંથી બહાર કાઢી ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં આ ભોગ બનનાર લોકોને બચાવવા એડી ચોટીનું જોર લગાવતા તબીબો અને હોસ્પિટલ સ્ટાફ નજરે પડ્યો હતો. સમનસીબે ૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો જયારે એક બાળકી સહીત 2 ને બચાવી શકાયા હતા

દુર્ઘટનામાં જીવિત બચી ગયેલા ૨ લોકોમાં ૧૫ વર્ષની અંકિતાગોહિલનો સમાવેશ થાય છે. આ બાળકીએ કહ્યું કે તેઓ રમતા હતા ત્યારે અચાનક પાણી આવ્યું અને એક પછી એક તમામ પાણીમાં સમાઈ ગયા હતા

સમુદ્રમાં ડૂબી જવાની ઘટનામાં મૃત્યુ પામેલા કમભાગીઓના નામ આ મુજબ છે

ભરૂચની ખાનગી હોસ્પિટલમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે કઠણ હ્ર્દયના લોકોની આખો પણ ભીંજવી દે તેવા હતા. વેકેશનની મજા માણવા ઘરેથી નીકળેલ પરિવારનો મોભી પરિવારના 2 સભ્યોના મૃતદેહ સાથે ઘરે પરત ફર્યો હતો. એકક્ષણમાં પરિવર વિખેરાઈ ગયો હતો

પરિવારજનો તો ઠીક પણ સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ પણ આક્રંદ અને એક પછી એક બાળકો ટપોટપ જીવ ગુમાવતા બાળકોના મૃતદેહ જોઈ ભાવુક થયા હતા. ભરૂચના એસપી ડો. લીના પાટીલના ચેહરાના હાવભાવ ઉદાસ નજરે પડ્યા હતા તો વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ સતત સારવાર હેઠળના બાળકો ખતરાની બહાર હોવાના સમાચાર સાંભળવા આતુર નજરે પડતા હતા

ભરૂચ પોલીસ ઘટના બાદ માનવતાવાદી વલણ દાખવતી નજરે દપિ હતી. કાયદાકીય કાર્યવાહીના સ્થાને દર્દીઓને વહેલી અને પૂરતી સારવારને પ્રાથમિકતા અપાઈ હતી