AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South Korea Flood: પૂરમાં 33ના મોત, ભૂસ્ખલનમાં ટનલ ધરાશાયી, ડઝનબંધ વાહનો ફસાયા, જુઓ PHOTOS

South Korea Flood: દક્ષિણ કોરિયામાં સતત 6 દિવસના વરસાદ બાદ પૂર આવ્યું છે. ડઝનબંધ શહેરો પાણીમાં ડૂબી ગયા છે. ભૂસ્ખલનની અનેક ઘટનાઓ સામે આવી છે. એક ટનલ પણ તૂટી પડી. અત્યાર સુધીમાં 33 લોકોના મોતના અહેવાલ છે. દક્ષિણ કોરિયામાં તબાહીનું દ્રશ્ય જુઓ તસવીરોમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 10:16 AM
Share
દક્ષિણ કોરિયામાં અચાનક પૂર બાદ ભારે તબાહી સર્જાઈ છે. સતત ભારે વરસાદને પગલે ડેમ પાણીથી ભરાયો છે. ડેમના પાણી રસ્તા પર આવી ગયા છે, લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. મધ્ય દક્ષિણ કોરિયામાં એક ટનલ ધરાશાયી થતાં ડઝનબંધ વાહનો ફસાયા છે.

1 / 7
બચાવકર્મીઓએ ટનલની અંદર ફસાયેલી બસમાંથી પાંચ મૃતદેહોને બહાર કાઢ્યા છે. ઘણા લોકોને સુરક્ષિત બહાર પણ કાઢવામાં આવ્યા છે. ભારે વરસાદના દિવસો બાદ બચાવકર્તા ટનલમાં ફસાયેલા વાહનો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુરંગમાં કેટલા લોકો ફસાયા છે તે સ્પષ્ટ નથી.

2 / 7
ચુંગચેઓંગ પ્રાંતમાં શુક્રવારે એક ધીમી ટ્રેન પણ ભૂસ્ખલનનો ભોગ બની હતી. ટ્રેનમાં કોઈ મુસાફર નહોતો. આ દુર્ઘટના બાદ તમામ ધીમી ટ્રેન અને બુલેટ ટ્રેનનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે અહીં બુલેટ ટ્રેન મોડી ચાલી રહી છે.

3 / 7
દેશભરમાં 9 જુલાઈથી સતત વરસાદ થઈ રહ્યો છે. પૂર આવ્યું છે. અનેક પ્રાંતો પાણીમાં ડૂબી ગયા છે. સાત હજારથી વધુ લોકોને બચાવી લેવાયા છે. ભૂસ્ખલનના કારણે ડઝનબંધ મકાનો ધરાશાયી થયા છે. રેલવે સ્ટેશનો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.

4 / 7
ભારે વરસાદના કારણે વીજળીની સમસ્યા પણ ઉભી થઈ છે. 27 હજારથી વધુ લોકો વીજળી વિના જીવવા મજબૂર છે. ઓછામાં ઓછા 13 પ્રાંતો અને શહેરોમાં પાવર નિષ્ફળતા છે. માત્ર સેન્ટ્રલ ગોસાણ જિલ્લામાં જ 6000 લોકો આખી રાત વીજળી વગર રહ્યા.

5 / 7
દક્ષિણ કોરિયામાં શનિવારે લગભગ 300 મીમી વરસાદ નોંધાયો હતો. કોરિયાના હવામાન વિભાગે જણાવ્યું કે દર વર્ષે 1000 મીમીથી 1800 મીમી સુધી વરસાદ પડે છે. મોટાભાગનો વરસાદ ઉનાળાની ઋતુમાં થાય છે. પૂરગ્રસ્ત વિસ્તારોની તસ્વીરોમાં વાહનો પાણીમાં ગરકાવ જોવા મળે છે.

6 / 7
કોરિયાના હવામાન વિભાગે આગામી સપ્તાહે બુધવાર સુધી વધુ વરસાદની આગાહી કરી છે. ચેતવણી આપવામાં આવી છે કે હવામાનની સ્થિતિ ગંભીર ખતરો પેદા કરી શકે છે. છેલ્લા પખવાડિયામાં ભારત, ચીન અને જાપાન સહિત ઘણા દેશોમાં અતિવૃષ્ટિને કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. (ઇનપુટ ક્રેડિટ- ટીવી9 ભારતવર્ષ)

7 / 7
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

g clip-path="url(#clip0_868_265)">