ઈન્દિરા ગાંધીએ પોતાની સીટ માટે લગાવી હતી ઈમરજન્સી, કોંગ્રેસનું આ પાપ ક્યારેય ધોવાશે નહીં : PM મોદી

સંસદમાં બંધારણ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમના શાસન અને ઈમરજન્સીનો ઉલ્લેખ કરીને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે દેશ ક્યારેય ભૂલી શકે નહીં કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમની બેઠક માટે દેશમાં ઈમરજન્સી લગાવી હતી.

ઈન્દિરા ગાંધીએ પોતાની સીટ માટે લગાવી હતી ઈમરજન્સી, કોંગ્રેસનું આ પાપ ક્યારેય ધોવાશે નહીં : PM મોદી
PM Modi
Follow Us:
| Updated on: Dec 14, 2024 | 7:35 PM

સંસદમાં બંધારણ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ શનિવારે અગાઉની કોંગ્રેસની સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમના શાસન અને ઈમરજન્સીનો ઉલ્લેખ કરીને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે દેશ ક્યારેય ભૂલી શકે નહીં કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમની બેઠક માટે દેશમાં ઈમરજન્સી લગાવી હતી. ઈમરજન્સી એ કોંગ્રેસના પર લાગેલો એવો પાપનો ડાઘ છે જે ક્યારેય ધોઈ શકાય તેમ નથી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસે બંધારણની સતત અવહેલના કરી છે. બંધારણનું મહત્વ ઘટાડી દેવામાં આવ્યું છે. કોંગ્રેસનો ઈતિહાસ આના અનેક ઉદાહરણોથી ભરેલો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના એક પરિવારે બંધારણને ઠેસ પહોંચાડવામાં કોઈ કસર છોડી નથી. 75 વર્ષની આ સફરમાં એક જ પરિવારે 55 વર્ષ રાજ કર્યું. આ સમયગાળા દરમિયાન દેશમાં શું થયું છે તે જાણવાનો જનતાને અધિકાર છે.

ઈન્દિરાના શાસન દરમિયાન બંધારણની હત્યા

ઈમરજન્સીને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની સરકાર દરમિયાન કોર્ટની પાંખો પણ કપાઈ હતી. દેશવાસીઓએ જાણવાની જરૂર છે કે આ અન્ય કોઈએ નહીં પરંતુ ઈન્દિરા ગાંધીની સરકારે કર્યું હતું. તેમને રોકવાવાળું કોઈ નહોતું. જ્યારે ઈન્દિરા ગાંધીની ચૂંટણી કોર્ટ દ્વારા રદ કરવામાં આવી અને તેઓ પદ છોડવાના હતા ત્યારે તેમણે બંધારણની અવગણના કરી અને ઈમરજન્સી લગાવી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

કોંગ્રેસે અનેક વખત બંધારણમાં સુધારો કર્યો

પીએમ મોદીએ કહ્યું કે તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પંડિત નેહરુને બંધારણીય સુધારા અંગે ચેતવણી આપી હતી પરંતુ તેઓ માન્યા ન હતા. પીએમએ કહ્યું કે આગળ પણ કોંગ્રેસ સરકારને બંધારણમાં સુધારો કરવાની આદત પડી ગઈ. કોંગ્રેસે સમયાંતરે બંધારણનો જ ભોગ લીધો છે. બંધારણમાં એક વાર નહીં પણ ઘણી વખત ફેરફાર કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ હંમેશા અનામતનો વિરોધ કરે છે

આ દરમિયાન પીએમ મોદીએ અનામતને લઈને કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પં. નેહરુથી લઈને રાજીવ ગાંધી સુધીના કોંગ્રેસના વડાપ્રધાનોએ અનામતનો સખત વિરોધ કર્યો હતો. ઇતિહાસ આનો સાક્ષી છે. પંડિત નેહરુએ પોતે અનામતની વિરુદ્ધ લાંબા પત્રો લખ્યા હતા. ગૃહમાં અનામત વિરુદ્ધ લાંબુ ભાષણ આપ્યું. મંડલ કમિશનનો રિપોર્ટ દાયકાઓ સુધી એક બોક્સમાં રાખવામાં આવ્યો હતો. કોંગ્રેસે પીછેહઠ કરી ત્યારે ગરીબ અને પછાત લોકોને ન્યાય મળ્યો.

g clip-path="url(#clip0_868_265)">