PM પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નીતિ આયોગની બેઠક શરૂ, 8 રાજ્યના મુખ્યમંત્રીઓ ગેરહાજર
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બેઠકથી દૂર રહેશે.કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ બેઠકમાં હાજરી આપશે.
NITI Aayog Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Mode) નેતૃત્વમાં આજે દિલ્હીમાં નીતિ આયોગની બેઠક યોજાવા જઈ રહી છે. સંસદભવનના ઉદ્ઘાટન પહેલા યોજાયેલી આ બેઠકથી ઘણા મુખ્યમંત્રીઓએ દૂર રહેવાનો નિર્ણય લીધો છે. દિલ્હી, બિહાર, તેલંગાણા, પશ્ચિમ બંગાળ સહિત અન્ય વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પીએમ મોદીના નેતૃત્વમાં યોજાનારી બેઠકમાં ભાગ લેશે નહીં. બેઠકમાં આઠ સૂત્રોના વિશેષ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
ભૂપેશ બઘેલ અને સુખવિંદર સિંહ સુખુ બેઠકમાં હાજરી આપશે
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બેઠકથી દૂર રહેશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કર્ણાટકના નવા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ બેઠકમાં ભાગ લેશે નહીં. જો કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ બેઠકમાં હાજરી આપશે.
#NITIAayog‘s #8thGCM aims to chart a roadmap for a #VikasitBharat by 2047 where the Centre & states collaborate as #TeamIndia. This will play a key role in the global context as 🇮🇳’s socio-economic growth & transformation have the power to produce a positive multiplier effect.
— NITI Aayog (@NITIAayog) May 25, 2023
આ પણ વાંચો : Parliament History: સંસદ ભવન બન્યા પહેલા સાંસદો ક્યાં બેસતા હતા ? જાણો પ્રથમ બેઠક ક્યાં થઈ હતી
નીતિ આયોગની બેઠકમાં 8 મુદ્દાઓ પર ચર્ચા થશે
દિવસભર ચાલેલી બેઠકમાં 8 ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તેમાં 2047માં વિકસિત ભારત, MSMEs, માળખાકીય સુવિધાઓ અને રોકાણ પર ભાર, અનુપાલન ઘટાડવા, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને પોષણ, કૌશલ્ય વિકાસ અને સામાજિક માળખાકીય સુવિધાઓ અને ક્ષેત્રના વિકાસ માટે ગતિનો સમાવેશ થાય છે. આ બેઠકમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી અને લેફ્ટનન્ટ ગવર્નર ભાગ લેશે.
બેઠકમાં 2047 સુધીમાં વિકસિત ભારત અંગે ચર્ચા કરવામાં આવશે
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે, ભારત આર્થિક વિકાસના માર્ગ પર છે જ્યાંથી તે આગામી 25 વર્ષોમાં વધુ ઝડપી વૃદ્ધિ હાંસલ કરી શકે છે. 8મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં 2047 સુધીમાં વિકસિત ભારત માટે આવો રોડમેપ બનાવવા પર ચર્ચા થશે, જેમાં કેન્દ્ર અને રાજ્યો ટીમ ઈન્ડિયા તરીકે સાથે મળીને કામ કરી શકે.