Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસ સજ્જ, સ્ટેડિયમ જવાનો રૂટ કરાયો ડાયવર્ટ, જુઓ Video

Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસ સજ્જ, સ્ટેડિયમ જવાનો રૂટ કરાયો ડાયવર્ટ, જુઓ Video

Harin Matravadia
| Edited By: | Updated on: Jan 25, 2025 | 10:57 AM

અમદાવાદનાં આવેલા વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે બેન્ડનો લાઇવ કોન્સર્ટ યોજાવવા જઇ રહ્યો છે. જેના પગલે અમદાવાદ સજ્જ છે. કોલ્ડપ્લે કોન્સર્ટ માટે ટ્રાફિક રૂટ પણ ડાયવર્ટ કરાયા છે.

અમદાવાદનાં આવેલા વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે બેન્ડનો લાઇવ કોન્સર્ટ યોજાવવા જઇ રહ્યો છે. જેના પગલે અમદાવાદ સજ્જ છે. કોલ્ડપ્લે કોન્સર્ટ માટે ટ્રાફિક રૂટ પણ ડાયવર્ટ કરાયા છે. જનપથ ચાર રસ્તાથી મોટેરા સ્ટેડિયમ જતો બંધ રાખવામાં આવશે. 1100 જેટલા પોલીસકર્મી ટ્રાફિક બંદોબસ્તમાં જોડાશે. સ્ટેડિયમની આસપાસ 15 જેટલા પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. આયોજકો દ્વારા શો માય પાર્કિંગ એપ હાયર કરાઈ છે. એપ દ્વારા પાર્કિંગ બૂક કરાવવાથી સીધા પાર્કિંગ સ્થળ સુધી લોકો પહોંચી શકશે.

કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ યુવાનોમાં આનંદ છે. તો અમદાવાદ પોલીસ પણ સતર્ક બની છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સમીક્ષા કરવામાં આવી. મહિલાઓ વધુ પ્રમાણમાં આવવાની હોવાથી વધુ ચેકિંગ કાઉન્ટર ઊભા કરવામાં આવશે. પોલીસ કમિશનરે સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તે માટે સૂચન પણ કર્યા છે.

g clip-path="url(#clip0_868_265)">