25 જાન્યુઆરી 2025

મહિલા ખેલાડીએ  એક જ ટુર્નામેન્ટમાં IPL જેટલી ઈનામી રકમ જીતી

ઓસ્ટ્રેલિયન ઓપન 2025ની મહિલા સિંગલ્સની ફાઈનલ મેચ અમેરિકાની મેડિસન કીઝ અને બેલારુસની આર્યના સબલેન્કા વચ્ચે રમાઈ હતી

Pic Credit - PTI/Instagram/Getty

સબલેન્કાએ 2023-2024માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી. આ વખતે તેને ફાઈનલ મેચમાં મેડિસન કીઝ સામે હારનો સામનો કરવો પડ્યો

Pic Credit - PTI/Instagram/Getty

19મી ક્રમાંકિત કીઝનું આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે. કીઝે ફાઈનલ મેચમાં સબલેન્કાને 6-3, 2-6, 7-5થી હરાવી હતી

Pic Credit - PTI/Instagram/Getty

મેલબોર્ન પાર્કમાં રમાયેલી આ મેચ બે કલાક અને બે મિનિટ સુધી ચાલી હતી. આ પહેલા કીઝ 2017 યુએસ ઓપનમાં રનર્સઅપ રહી હતી

Pic Credit - PTI/Instagram/Getty

મેડિસને પહેલો સેટ 6-3થી જીત્યો હતો. પરંતુ બીજા સેટમાં આર્યના સબલેન્કાએ પુનરાગમન કર્યું અને સેટ  6-2થી જીતી લીધો

Pic Credit - PTI/Instagram/Getty

આ પછી મેડિસને ત્રીજો સેટ  7-5થી જીતીને ઓસ્ટ્રેલિયન ઓપન 2025 મહિલા સિંગલ્સ ટાઈટલ જીતી લીધું હતું

Pic Credit - PTI/Instagram/Getty

મેડિસન કીઝને ઓસ્ટ્રેલિયન ઓપન વિમેન્સ 2025નો ખિતાબ જીતવા બદલ 35 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે લગભગ 19 કરોડ રૂપિયા મળ્યા હતા

Pic Credit - PTI/Instagram/Getty

ફાઈનલ મેચ હાર્યા બાદ પણ આર્યના સબલેન્કાને રનર અપ તરીકે અંદાજે 10 કરોડ રૂપિયા મળ્યા હતા

Pic Credit - PTI/Instagram/Getty