Ahmedabad : કોલ્ડપ્લેના કોન્સર્ટને લઈને રિક્ષા યુનિયનનું ખાસ આયોજન, 1 લાખ ઓટો રખાશે સ્ટેન્ડ બાય, જુઓ Video

Ahmedabad : કોલ્ડપ્લેના કોન્સર્ટને લઈને રિક્ષા યુનિયનનું ખાસ આયોજન, 1 લાખ ઓટો રખાશે સ્ટેન્ડ બાય, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2025 | 12:57 PM

અમદાવાદનાં આવેલા વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે બેન્ડનો લાઇવ કોન્સર્ટ યોજાવવા જઇ રહ્યો છે. આગામી 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનાર કોન્સર્ટમાં દેશભરમાંથી ચાહકો ઉમટવાનાં છે.

અમદાવાદનાં આવેલા વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે બેન્ડનો લાઇવ કોન્સર્ટ યોજાવવા જઇ રહ્યો છે. આગામી 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનાર કોન્સર્ટમાં દેશભરમાંથી ચાહકો ઉમટવાનાં છે. ત્યારે પરિવહન સરળ રહે તે માટે બાદ હવે રિક્ષાચાલકો અને ટેક્સી યુનિયન તરફથી પણ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.

રિક્ષા યુનિયનનું ખાસ આયોજન

કોન્સર્ટને લઈ અત્યારથી જ ટેક્સિનું બુકિંગ ફૂલ થઈ રહ્યાં છે. તેવામાં અમદાવાદ ઓટો રિક્ષા યુનિયન દ્વારા 1 લાખ રિક્ષા સ્ટેન્ડ બાય રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિક્ષાચાલક યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે પરિવહન સેવામાં કોઈ અગવડ ન પડે તે માટે રિક્ષાચાલકો માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રિક્ષાચાલકોએ પ્રવાસીઓને તકલીફ ન પડે તે માટે સ્ટેન્ડ બાય રહેવાની તૈયારી દર્શાવી છે.

Published on: Jan 25, 2025 12:13 PM
g clip-path="url(#clip0_868_265)">