Ahmedabad : કોલ્ડપ્લેના કોન્સર્ટનો સિંગર ક્રિસ માર્ટિન અમદાવાદની શેરીઓમાં ફરતો જોવા મળ્યો, સોશિયલ મીડિયા પર Video વાયરલ
અમદાવાદનાં આવેલા વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે બેન્ડનો લાઇવ કોન્સર્ટ યોજાવવા જઇ રહ્યો છે. તેના પહેલા કોલ્ડપ્લેના કોન્સર્ટ પહેલા ક્રિસ માર્ટિન અમદાવાદની શેરીમાં ફરતા જોવા મળ્યા છે.
અમદાવાદનાં આવેલા વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે બેન્ડનો લાઇવ કોન્સર્ટ યોજાવવા જઇ રહ્યો છે. તેના પહેલા કોલ્ડપ્લેના કોન્સર્ટ પહેલા ક્રિસ માર્ટિન અમદાવાદની શેરીમાં ફરતા જોવા મળ્યા છે. કોલ્ડપ્લેના લીડ સિંગર ક્રિસ માર્ટિનની શેરીઓમાં લટાર મારતા જોવા મળ્યા હતા. મધરાતે અમદાવાદની ગલીઓમાં ક્રિસ માર્ટિનમાં ફર્યા છે. મોપેડ પર સવાર થઈ વિવિધ વિસ્તારમાં આંટા માર્યા છે. મુંબઈના શો વખતે માર્ટિને ભારતીય બોલર જસપ્રિત બુમરાહના વખાણ કર્યા હતા.
સ્ટેડિયમમાં પ્રેક્ષકોને આપવામાં આવશે બેન્ડ અને ચશ્મા
બ્રિટિશ બેન્ડના ઈતિહાસનો સૌથી મોટો શો અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યુ છે. આજે અને આવતીકાલે અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવવાનો છે. 1.25 લાખથી વધુ પ્રેક્ષકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પ્રતિદિન હાજરી આપશે. ભારતીય કલાકાર જસ્લીન રોયલ પણ કોન્સર્ટમાં પર્ફોમ કરાશે. બપોરે 3 કલાકે એન્ટ્રી થશે. 5 :15 કલાકે કાર્યક્રમની શરુઆત થશે. સ્ટેડિયમ આવતા પ્રેક્ષકોને વિશેષ બેન્ડ અને ચશ્મા આપવામાં આવશે.