Kargil Vijay Divas: કારગિલ વિજય દિવસને આજે 22 વર્ષ પૂર્ણ, PM મોદીએ વીર સૈનિકોને યાદ કરી કર્યું ટ્વિટ, રાષ્ટ્રપતિ અને ચીફ ઓફ ડિફેન્સ જશે દ્રાસ
26 જુલાઇએ દર વર્ષે કારગિલ વિજય દીવસનું આયોજન કરવામાં આવે છે. આ તે જ દિવસ છે, જ્યારે ભારતીય સેનાએ કારગિલમાં તેની બધી ચોકીઓ પરત મેળવી હતી, જે પાકિસ્તાન આર્મી દ્વારા કબજે કરવામાં આવી હતી.

Kargil Vijay Divas: કારગિલ વિજય દિવસની 22મી વર્ષગાંઠ નિમિતે સોમવારે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, દ્રાસ કારગિલની મુલાકાત લેશે. જ્યાં બંને કારગિલ વિજય દિવસ સમારંભમાં ભાગ લેશે.
જ્યારે કારગિલ દિવસથી એક દિવસ પહેલા રવિવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે કારગિલ જિલ્લાના દ્રાસ સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીકના ક્ષેત્રોની મુલાકાત લીધી હતી.
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વિટ કરીને કારગિલ યુદ્ધના સૈનિકોની વીરતાને યાદ કરતાં શ્રદ્ધાંજલી આપી હતી.
We remember their sacrifices.
We remember their valour.
Today, on Kargil Vijay Diwas we pay homage to all those who lost their lives in Kargil protecting our nation. Their bravery motivates us every single day.
Also sharing an excerpt from last year’s ’Mann Ki Baat.’ pic.twitter.com/jC42es8OLz
— Narendra Modi (@narendramodi) July 26, 2021
સેનાએ ટ્વીટ કર્યું છે કે સીડીએસ જનરલ બિપિન રાવતે દ્રાસ સેક્ટરમાં નિયંત્રણ રેખાને અડીને આવેલા વિસ્તારની મુલાકાત લીધી હતી અને હાલની સુરક્ષા પરિસ્થિતિ અને સજ્જતાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન, સીડીએસએ સૈનિકો સાથે વાતચીત કરી અને તેમના ઊંચા મનોબળ બદલ અભિનંદન પાઠવ્યા.
વર્ષ 2019 ની શરૂઆતમાં, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખરાબ હવામાનને કારણે કારગિલ વિજય દીવસ ઉજવણીમાં ભાગ લઈ શક્યા ન હતા અને તેમણે શ્રીનગરના બદમિબાગમાં સૈન્યની 15મી કોર્પ્સના મુખ્ય મથકના યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલી આપીને બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
General Bipin Rawat, #CDS visited #Dras Sector along #LineofControl & reviewed the prevailing security situation & operational preparedness. #CDS also interacted with troops and complimented them for their high morale & exhorted them to remain resolute and steadfast.#IndianArmy pic.twitter.com/YxYPHKS8E5
— ADG PI – INDIAN ARMY (@adgpi) July 25, 2021
જમ્મુ કાશીમરના કારગિલ જિલ્લામાં 1999માં મે થી જુલાઇની વચ્ચે થઈ હતી લડાઈ 26 જુલાઇએ દર વર્ષે કારગિલ વિજય દીવસનું આયોજન કરવામાં આવે છે. આ તે જ દિવસ છે, જ્યારે ભારતીય સેનાએ કારગિલમાં તેની બધી ચોકીઓ પરત મેળવી હતી, જે પાકિસ્તાન આર્મી દ્વારા કબજે કરવામાં આવી હતી. આ લડાઈ જમ્મુ-કાશ્મીરના કારગિલ જિલ્લામાં વર્ષ 1999 માં મે અને જુલાઈની વચ્ચે થઈ હતી.
તત્કાલીન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફે પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફને જાણ કર્યા વિના કારગિલમાં ઘૂસણખોરી કરી હતી.
22 મી કારગિલ વિજય દીવસ નિમિત્તે, ભારતીય સેનાએ કાશ્મીર ખીણમાં અને લદ્દાખના ખતરનાક પર્વતોમાં 1000 કિલોમીટરની મુસાફરી કરીને દ્રાસમાં ઐતિહાસિક કારગિલ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મેગા બાઇક રેલીઓ કરી હતી. એક ઉત્તરી સૈન્યના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ વાય.કે. જોશી દ્વારા તેનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું, જે કારગિલ યુદ્ધના હીરો પણ છે.
Army Commander Northern Command leads the bikers of Dhruva Kargil Ride from the front; Asks How is the Josh! just before crossing the dangerous Zojila pass which is at 11649 feet.@adgpi #KargilVijayDiwas pic.twitter.com/1Olgi6tJvG
— DD News (@DDNewslive) July 25, 2021