ગુજરાતમા બે પ્રકારના લોકો છે, સભામાં બેસેલા કોંગ્રેસીઓનું રાહુલે જ આવુ નિવેદન આપી કર્યુ અપમાન?- જુઓ Video
લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો કોંગ્રેસના કોંગ્રેસનાં કાર્યકરો સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરનાં કોંગ્રેસનાં હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટનાં પ્રમુખો હાજર રહ્યા હતા. સંવાદ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના જ નેતાઓ પર આકરા પ્રકારો કર્યા હતા

અમદાવાદમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતા અને કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન પૂર્વ ધારાસભ્યો અને હોદ્દેદારોએ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કોંગ્રેસનું નેતૃત્વ સંગઠિત થઈને લડે, તો બદલાવ શક્ય છે. હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને સ્ટેજ પરથી કહેવા માંગું છું કે ગુજરાતને કોંગ્રેસ પાર્ટી રસ્તો બતાવી શકતી નથી. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં બે પ્રકારના લોકો છે. એક જે જનતા સાથે ઉભા છે, જેના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે અને બીજા તે જે જનતાથી દૂર છે. તેમાંથી અડધા ભાજપ સાથે જોડાયેલા છે. જ્યાં સુધી આપણે આ બે લોકોને અલગ કરીશું નહી, ત્યાં સુધી ગુજરાતની જનતા આપણા પર વિશ્વાસ કરશે નહી.
સાંભળો શું કહ્યુ રાહુલે?
શું સભામાં બેસેલા કોંગ્રેસીઓનું રાહુલે કર્યુ અપમાન? | TV9Gujarati#rahulgandhi #rahulgandhiingujarat #ahmedabad #congress #congressworkers #gujaratcongress #gujarat #tv9gujarati pic.twitter.com/u1LaGepaoT
— Tv9 Gujarati (@tv9gujarati) March 8, 2025
રાહુલે વધુમાં કહ્યુ કે ગુજરાતની જનતા, વેપારીઓ, ગુજરાતના લઘુ અને મધ્ય ઉદ્યોગકારો, ગુજરાતના ખેડૂતો, શ્રમિકો, વિદ્યાર્થીઓ વિકલ્પ ઈચ્છે છે. તેઓ બી ટીમ નથી માગતા. રાહુલે કહ્યુ કોંગ્રેસમાં નેતૃત્વની કમી નથી, કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે પરંતુ આ બબ્બર શેર સાંકળોથી બંધાયેલા છે.
