Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાપીના ઉદ્યોગોનો મોટો ફટકો, NGTએ કહ્યું 117 કરોડનો દંડ 6 મહિનામાં ભરો

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ વાપીના ઉદ્યોગો પર ફટકારેલાં 117 કરોડના દંડનો મુદ્દો વધારે ગંભીર બન્યો છે. હવે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ કોર્ટે વાપીના ઉદ્યોગોને પર્યાવરણના નુકસાન બદલ 117 કરોડનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. જો કે કેસ કોર્ટમાં ચાલી રહ્યો હોવાથી ઉદ્યોગપતિઓ હળવાશ અનુભવતા હતા.પરંતુ હવે NGTએ વધુ આકરા તેવર બતાવતા  આવનાર 6 મહિનામાં 117 કરોડ રૂપિયાનું […]

વાપીના ઉદ્યોગોનો મોટો ફટકો, NGTએ કહ્યું 117 કરોડનો દંડ 6 મહિનામાં ભરો
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Aug 30, 2019 | 12:38 PM

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ વાપીના ઉદ્યોગો પર ફટકારેલાં 117 કરોડના દંડનો મુદ્દો વધારે ગંભીર બન્યો છે. હવે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ કોર્ટે વાપીના ઉદ્યોગોને પર્યાવરણના નુકસાન બદલ 117 કરોડનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. જો કે કેસ કોર્ટમાં ચાલી રહ્યો હોવાથી ઉદ્યોગપતિઓ હળવાશ અનુભવતા હતા.પરંતુ હવે NGTએ વધુ આકરા તેવર બતાવતા  આવનાર 6 મહિનામાં 117 કરોડ રૂપિયાનું વળતર ચૂકવી દેવાનો આદેશ કરતા વાપીના ઉધોગપતિઓ ની ઉંઘ ઉડી ગઈ છે.

Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા
51 વર્ષની ઉંમરે પણ કેમ કુંવારી છે ગીતામા? હવે લગ્ન કરવાને લઈને કહી મોટી વાત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO

મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસમાં કોર્ટે પણ આવતા વર્ષની મુદત આપી છે. આમ હવે વાપીના ઉદ્યોગોએ 117 કરોડ રૂપિયા ભરવા  વિના કોઈ ઉપાય જ નથી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા થોડા સમય અગાઉ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના એક રિપોર્ટને આધારે દેશની સૌથી પ્રદુષિત વિસ્તારોની યાદીમાં રાજ્યની સૌથી મોટી ઔદ્યોગિક નગરી વાપીને પણ  પ્રદુષિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જોકે હવે NGTએ વાપીના ઉદ્યોગોએ પર્યાવરણને કરેલા નુકશાનની સજાના ભાગ રૂપે વાપીમાં ઉદ્યોગોની સામૂહિક સંસ્થા એવી CETP અને 256 જેટલી કંપનીઓને અધધ… કહી શકાય એટલા એટલે કે 1 અબજ અને 17 કરોડ રૂપિયાનો દંડ ફટકારતા ચકચાર મચી ગઈ હતી. CETPને પણ 92 કરોડનો દંડ કર્યો છે. આ અગાઉ પણ પ્રદૂષિત વિસ્તારોની  યાદીમાં સમાવેશ થઇ ચૂકેલા વાપીના ઉદ્યોગોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ફરી એક વખત હવે વાપીના ઉદ્યોગોને ફટકારવામાં આવેલ એક અબજથી વધુ રૂપિયાના દંડ અને એ પણ 6 મહિનામાં ભરી દેવાના આદેશને કારણે વાપીના ઉદ્યોગોના અસ્તિત્વ ટકાવી રાખવા માટે મોટું જોખમ ઉભુ થયુ છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ હવે વાપીના પ્રદુષણ ફેલાવતા એકમો પર કડક પગલાં લેવાની તૈયારી કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">