ભારતની મુલાકાતે આવતા વૈશ્વિક નેતાઓ પાસે પીએમ મોદી કેમ કરાવે છે ગંગા આરતી- વાંચો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે મે G20 માં એક પ્રયોગ કર્યો હતો. મે નક્કી કર્યુ હતુ કે હું G20 ને માત્ર મોદી સુધી સિમિત નહીં રાખુ. હું G20 ને દિલ્હી સુધી સિમિત નહીં રાખુ. અમે G20 માટે દેશના અલગ અલગ સ્થાનો પર 200 મિટીંગો કરી. તેનુ પરિણામ એ આવ્યુ કે G20 નું કામ તો થયુ પરંતુ વૈશ્વિક નેતાઓને દેશની વિવિધતા વિશે જાણવા મળ્યુ.

ભારતની મુલાકાતે આવતા વૈશ્વિક નેતાઓ પાસે પીએમ મોદી કેમ કરાવે છે ગંગા આરતી- વાંચો
Follow Us:
| Updated on: May 14, 2024 | 12:39 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (14 May 2024) મંગળવારે સતત ત્રીજીવાર વારાણસીથી નામાંકન દાખલ કર્યુ છે. નામાંકન પહેલા પીએમ મોદીએ વારાણસી, લોકસભા ચૂંટણી અને મા ગંગાનું મહત્વ સહિતના મુદ્દાઓ પર વાત કરી. પીએમ મોદીએ જણાવ્યુ “હું કોમર્શિયલ અને ફાયનાન્શિયલ માઈન્ડથી વિચારુ તો આ દેશ 140 કરોડનું માર્કેટ છે. જે ગંગાસ્નાન માટે જવા માગે છે. ચારધામ જવા ઈચ્છે છે. દ્વાદશ જ્યોતિર્લિંગ જવા ઈચ્છે છે અને જે અષ્ટગણેશની પૂજા કરવા માગે છે. આ બધામાં મેં ઈકોમોની પણ જોઈ છે અને ભવિષ્ય પણ જોયુ છે. જ્યારે આપ પોતાની ચીજોનું સન્માન કરો છો તો સમગ્ર વિશ્વ આપનું સન્માન કરે છે.”

PM મોદી વૈશ્વિક નેતાઓને ગંગા આરતી શા માટે કરાવે છે?

વડાપ્રધાન મોદીએ કહ્યું “મેં જી-20માં એક પ્રયોગ કર્યો હતો. મેં નક્કી કર્યું હતું કે હું G20ને મોદી સુધી સીમિત નહીં રાખુ. હું જી-20ને દિલ્હી સુધી સીમિત નહીં રાખુ. અમે દેશમાં અલગ-અલગ સ્થળોએ G20ની 200 બેઠકો યોજી. પરિણામ એ આવ્યું કે G20નું કામ તો થયું પરંતુ વૈશ્વિક નેતાઓને પણ દેશની વિવિધતા વિશે જાણકારી મળી.”

પીએમ મોદીએ કહ્યું “G20 દરમિયાન વિશ્વભરમાંથી અંદાજે એક લાખ લોકો ભારત આવ્યા હતા. આ લોકો વિશ્વના મહત્વના દેશોની નિર્ણય પ્રક્રિયામાં મહત્વ ધરાવતા હતા. આ લોકોએ આખા દેશને જોયો. તેમને ખબર પડી કે આ દેશ ઘણો મોટો અને વિવિધતાથી ભરેલો છે. તો આ રીતે મેં મારા દેશની બ્રાન્ડિંગ માટે G20 નો ઉપયોગ કર્યો.”

આ ખેલાડીઓએ સિક્સર ફટકાર્યા વિના ફટકારી ઘણી સદી
કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે
ભારતના નથી તો બટેટા આવ્યા ક્યાંથી ?
સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીનો બોલિવુડમાં છે દબદબો
મહારાષ્ટ્રની સુપ્રસિદ્ધ પૂરણ પોળી ઘરે બનાવી પરિવારના લોકોનું દિલ જીતો

પીએમએ કહ્યું “દુનિયાનો કોઈ પણ નેતા આવે, હું તેને ગંગા આરતી કરાવું છું. આમ કરીને હું તેમનું હિંદુકરણ નથી કરી રહ્યો. હું તેમને પ્રકૃતિ પ્રત્યેનો આપણો પ્રેમ બતાવું છું, આપણે પ્રકૃતિ પ્રત્યે કેટલા સમર્પિત છીએ એ સમજાવુ છુ.. આપણે પ્રકૃતિનો વિનાશ કરનારા લોકો નથી. આપણે પ્રકૃતિનું જતન કરનારા લોકો છીએ. વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરે છે પરંતુ હું ગંગા આરતી કરીને બતાવું છું કે ગ્લોબલ વોર્મિંગનું સમાધાન પ્રકૃતિ પ્રત્યેની ભક્તિમાં રહેલુ છે.”

400 પાર એ નારો નથી, જનતાનો સંકલ્પ છે.

લોકસભા ચૂંટણીમાં જીતના આશાવાદ સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું “અમે 400 પાર કરવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. આ 400 પાર દેશની ભાવના છે. ભગવાને મને મોકલ્યો છે. પરમાત્માએ મારી પાસેથી કામ લેવાનું નક્કી કર્યું છે. પુરુષાર્થ કરવાની દિશા પણ પરમાત્મા આપે છે. આ બધી ઈશ્વરની કૃપા છે. 400 પાર એ કોઈ સ્લોગન નથી. આ દેશના 140 કરોડ દેશવાસીઓનો સંકલ્પ છે.”

“દેશવાસીઓને ઈશ્વર માનુ છુ”

પીએમએ કહ્યું “કદાચ ભગવાને જ મને કોઈ કામ માટે મોકલ્યો છે. પરમાત્માએ મને ભારત ભૂમિ માટે પસંદ કર્યો છે અને એક રીતે હું તમામ સંબંધોથી વિરક્ત રહી દરેક કામને પરમાત્માની પૂજા સમજી કરુ છુ. હું 140 કરોડ દેશવાસીઓને ભગવાનનું સ્વરૂપ માનું છું. ઈશ્વરે મને જે પણ જીવન આપ્યું છે, તેની દરેક ક્ષણ અને મારા શરીરનો એકેએક કણ માત્ર મા ભારતી માટે છે.”

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ભરશે ઉમેદવારી પત્ર, ફોર્મ ભરતા પહેલા કહ્યુ “કાશીવાસીઓએ મને પુરો બનારસી બનાવી દીધો”

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
g clip-path="url(#clip0_868_265)">