26 માર્ચના મોટા સમાચાર: ગુજરાતમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 12:01 AM

Gujarat Live Updates : આજ 26 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

26 માર્ચના મોટા સમાચાર: ગુજરાતમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા

આજે 26 માર્ચને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Mar 2023 11:34 PM (IST)

    Gujarat News Live: BCCI એ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના કોન્ટ્રાક્ટ લિસ્ટનુ કર્યુ એલાન, રવિન્દ્ર જાડેજાને મળ્યુ પ્રમોશન, હાર્દિક પંડ્યાને ફાયદો

    ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ક્રિકેટરોના વાર્ષિક કોન્ટ્રાક્ટ લિસ્ટનુ એલાન કર્યુ છે. નવા વર્ષ માટે BCCI એ રવિન્દ્ર જાડેજાને પ્રમોશન આપ્યુ છે. જાડેજા હવે રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહની હરોળમાં હવે ચોથા ખેલાડી તરીકે ઉમેરાયો છે. એટલે કે તેને A+ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેટેગરીમાં સમાવેશ થયેલા ખેલાડીઓને સૌથી વધુ સેલેરી મળતી હોય છે. આ ઉપરાંત અજિંક્ય રહાણેને હવે વાર્ષિક કોન્ટ્રાક્ટથી બહાર કરી દેવામાં આવ્યો છે.

  • 26 Mar 2023 11:07 PM (IST)

    Gujarat News Live: પ્રયાગરાજઃ 17 પોલીસકર્મીઓની બદલી, અતીકની કરતા હતા મદદ

    પ્રયાગરાજમાં તૈનાત સબ-ઈન્સ્પેક્ટર સહિત 17 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી. આ તમામ પોલીસકર્મી અતીક ગેંગના મદદગાર તરીકે ઓળખાયા હતા.

  • 26 Mar 2023 10:58 PM (IST)

    Gujarat News Live: દેશમાં 24 કલાકમાં કોરોનાના 1590 કેસ નોંધાયા

    દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1590 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 5 સપ્તાહથી સંક્રમિતોની સંખ્યામાં 9 ગણો વધારો થયો છે. કોવિડના વધતા કેસની પાછળ ઓમિક્રોનના એક્સબીબી.1.16 વેરિએન્ટને મોટુ કારણ માનવામાં આવી રહ્યું છે. આ વેરિએન્ટ દેશના ઘણા રાજ્યોમાં પગપેસારો કરી રહ્યો છે. તેના કારણે કેસ વધી રહ્યા છે. દેશના બે રાજ્યોમાં એક્ટિવ કેસ ઝડપથી વધી રહ્યા છે. આ રાજ્યોમાં કેરળ અને મહારાષ્ટ્ર સામેલ છે.

  • 26 Mar 2023 10:49 PM (IST)

    Gujarat News Live: WPL 2023 Champion : મુંબઈ ઈન્ડિયન્સ બની WPLની પ્રથમ ચેમ્પિયન ટીમ, ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું

    વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની ફાઈનલ મેચ આજે બ્રેબોન સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીની કેપ્ટન બર્થ ડે ગર્લ મેગ લેનિંગે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર આ ટુર્નામેન્ટમાં ફરી એકવાર ટોસ હારી હતી.મુંબઈ ઈનિયન્સના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકશાન સાથે 131 રન બનાવી શકી હતી. ચેમ્પિયન બનવા માટે 132 રનનો ટાર્ગેટ ચેઝ કરવા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મેદાનમાં ઉતરી હતી અને જીત મેળવી હતી.

  • 26 Mar 2023 10:29 PM (IST)

    Gujarat News Live: Gujarat weather: ફરી એક વાર માવઠાનું સંકટ, 30 અને 31 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

    રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ

    સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 30 અને 31 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

    30 તારીખે રાજકોટ, જામનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. તો 31 તારીખે પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરાઈ છે.

  • 26 Mar 2023 10:05 PM (IST)

    Gujarat News Live: બેંગ્લોરમાં યોજાયો સદાકાળ ગુજરાત કાર્યક્રમ, સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો

    બેંગ્લોરમાં યોજાયો સદાકાળ ગુજરાત કાર્યક્રમ યોજાયો છે. જેનો સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના અમૃતકાળને એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રથી સૌ સાથે મળી અમૃતમય બનાવે તેવું પ્રેરક આહવાન કર્યું છે.આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે દેશ અને દુનિયામાં જ્યાં ક્યાંય પણ ગુજરાતી વસે છે, ત્યાં વિકાસમાં મદદગાર અને વિકાસના સંવાહક બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્ણાટકના બેંગ્લોરમાં કર્ણાટક ગુજરાતી સમાજ અને ગુજરાત સરકારના બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત સદાકાળ ગુજરાત કાર્યક્રમના અતિથિ વિશેષ પદેથી સંબોધન કરી રહ્યા હતા.

  • 26 Mar 2023 09:53 PM (IST)

    Gujarat News Live: Rajkot જિલ્લામાં રૂપિયા 1.69 કરોડના વિવિધ કાર્યોનું લોકાર્પણ, ગ્રામીણ વિસ્તારમાં વિકાસ કાર્યોને વેગ મળ્યો

    રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની ગ્રાન્ટમાંથી 15 માં નાણાંપંચ હેઠળ 1.69 કરોડના વિવિધ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની શાપર પ્રાથમિક શાળા ખાતેથી મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતુ. મંત્રી રાઘવજી પટેલ અને મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ઈ-તકતી દ્વારા વિવિધ કામોના ઈ – લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં કૃષિ, પશુપાલન અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ગામડાઓમાં પાયાની સુવિધાઓ વિકાસ પામી છે. ગામડાઓમાં વીજળી, પાણી, પાકા રસ્તા, અદ્યતન શાળાઓમાં વિકાસ સાધીને ગામડાઓના સર્વાંગી વિકાસ માટે તાલુકા પંચાયત અને ગ્રામપંચાયતમાં વિવિધ યોજનાઓ અમલી કરાઇ છે.

  • 26 Mar 2023 08:54 PM (IST)

    Gujarat News Live: કોર્ટના બહાને મને મારી નાખવાનો પ્રયાસ: અતીક અહેમદ

    અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર અતીક અહેમદની કસ્ટડી લઈ ઉત્તરપ્રદેશ પોલીસ રવાના થઈ.ગેંગસ્ટર અતીક અહેમદને ઉત્તરપ્રદેશ પોલીસ રોડ મારફતે હિંમતનગરના રસ્તેથી પ્રયાગરાજ લઈ જઈ રહી છે. તીક અહેમદને પ્રયાગરાજ લઈ જવા માટે યુપી STFના જવાનો ખાસ વાહનોના કાફલા સાથે સાબરમતી જેલ પહોંચ્યા હતા.ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.સાબરમતી જેલમાંથી ઉત્તરપ્રદેશ પોલીસની ગાડીમાં બેસતા સમયે લોકોને ડરાવનાર ગેંગસ્ટર અતીક અહેમદ ભયમાં જોવા મળ્યો.અતીક અહેમદ પોલીસની ગાડીમાં બેસતા પહેલા બોલ્યો કે કોર્ટના બહાને મને મારવાનો પ્રયાસ છે. ઉત્તર પ્રદેશ પોલીસે આ માટે નક્કર વ્યવસ્થા કરી છે. લગભગ 50 પોલીસકર્મીઓની ટીમ અતીક અહેમદની સાથે છે.

  • 26 Mar 2023 08:39 PM (IST)

    Gujarat News Live: H3N2ને લઈને તાપી જિલ્લા તંત્ર સતર્ક, આરોગ્ય વિભાગે ભર્યા સાવચેતીના પગલાં

    H3N2ને લઈને તાપી જિલ્લા તંત્ર સતર્ક, આરોગ્ય વિભાગે ભર્યા સાવચેતીના પગલાં

  • 26 Mar 2023 08:24 PM (IST)

    Gujarat News Live: લવલીનાએ 75kg કેટેગરીમાં જીતી ગોલ્ડ મેડલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 4 ગોલ્ડ મેડલ ભારતના નામે

    દિલ્હીમાં ચાલી રહેલી વુમન્સ બોક્સિંગ ચેમ્પિયશિપમાંથી ફરી એકવાર ભારત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 75kg કેટેગરીમાં બોક્સર લવલીનાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023માં 4 ગોલ્ડ મેડલ ભારતના નામે થયા છે. લવલીનાએ ઓસ્ટ્રેલિયાની બોક્સર  Caitlin Parker સામે 5-2થી જીત મેળવીને આ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા ભારતીય બોક્સર નીતૂ, સ્વીટી અને નિખતે ભારત માટે અલગ અલગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં 42 ગોલ્ડ ભારતના નામે થયા છે.

  • 26 Mar 2023 07:52 PM (IST)

    Gujarat News Live: ગુજરાતમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા, એક વ્યકિતનું મૃત્યુ

    ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 26 માર્ચના રોજ કોરોનાના નવા 303 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડમાં એક વ્યકિતનું મૃત્યુ થયું છે. ગઈકાલે પણ 402 કોરોનાના કેસ નોંધાયા હતા.

  • 26 Mar 2023 07:36 PM (IST)

    Gujarat News Live: કમોસમી વરસાદથી પાક નુકસાન મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આશ્વાસન આપ્યું

    ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન મુદ્દે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને મોટું આશ્વાસન આપ્યું છે. સાબરકાંઠાના હિંમતનગરના કાંકણોલની મુલાકાત દરમિયાન ખેડૂતોએ સીએમ પટેલને રજૂઆત કરી હતી. ખેડૂતની રજૂઆત હતી કે સરકાર તાલુકા મુજબ નહીં, પરંતુ ગામડા પ્રમાણે કમોસમીથી થયેલા નુકસાનનો સરવે કરાવીને આર્થિક સહાય ચૂકવે છે.ખેડૂતના આ તર્કને સીએમ પટેલે આવકાર્યો અને ખેડૂતના સુચનને ધ્યાને લઇને સર્વે કરાવવાની વાત કરી છે. મુખ્ય પ્રધાને ખેડૂતોને મૌખિક હૈયાધારણા આપી કે ખેતીમાં નુકસાનનો ગામડા મુજબ સરવે કરાશે અને જ્યાં વધુ નુકસાન થયું હશે તેના સરવે રિપોર્ટ આધારે અંતિમ નિર્ણય કરાશે.

  • 26 Mar 2023 07:01 PM (IST)

    Gujarat News Live: સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરીની રાજકારણમાં એન્ટ્રી

    દિલ્હી ભાજપે બાંસુરી સ્વરાજને લીગલ સેલના સહ-સંયોજક તરીકે નિયુક્ત કર્યા છે. બાંસુરી સ્વરાજ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજના પુત્રી છે.

  • 26 Mar 2023 06:29 PM (IST)

    ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો 5 લાખની લીડથી જીતવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું કાર્યકરોને આહ્વાન

    ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો 5 લાખની લીડથી જીતવા ભાજપ પ્રદેશ પ્રમુખે કાર્યકરોને આહવાન કર્યું. નવસારી ભાજપના કાર્યકરોને સંબોધતા સી. આર. પાટીલે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તમામ પક્ષોની ડિપોઝીટ જપ્ત થાય તેવું પરિણામ મેળવવાનું છે. નવસારીએ શરૂ કરેલા પેજ પ્રમુખ અભિયાનને હવે દેશભરમાં ભાજપ અમલી બનાવી રહ્યું છે. આ ઉપરાંત અન્ય પક્ષો પણ પેજ પ્રમુખની સફળ ફોર્મ્યૂલાને અમલમાં મૂકવા મથામણ કરે છે.

  • 26 Mar 2023 05:55 PM (IST)

    સાબરમતી જેલમાંથી ગેંગસ્ટર અતીક અહેમદને લઇ યુપી પોલીસ પ્રયાગરાજ જવા રવાના

    સાબરમતી જેલમાંથી ગેંગસ્ટર અતીક અહેમદને લઇ યુપી પોલીસ પ્રયાગરાજ જવા રવાના થઈ છે.

  • 26 Mar 2023 05:39 PM (IST)

    સુરતના ઉધનામાં 9 વર્ષના બે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર નરાધમ મૌલાનાની કરાઈ ધરપકડ

    સુરતમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ધાર્મિક શિક્ષણ આપવાના નામે મૌલાનાએ બે વિદ્યાર્થીઓનું શોષણ કર્યું. ઉધનાના શાંતિનગરમાં 9 વર્ષના બે બાળકો પર મૌલાનાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ છે. ધાર્મિક શિક્ષણ લેવા જતા બંને બાળકો પર મૌલાનાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્ચું હોવાની ફરિયાદ નોંધાઈ છે. મૌલાના મોહંમદ મુદબ્બીર બાળકોને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

  • 26 Mar 2023 05:11 PM (IST)

    ગેગસ્ટર અતીક અહેમદને આ રુટ પરથી અમદાવાદથી પ્રયાગરાજ લઇ જવાશે

    ઉત્તર પ્રદેશની એસટીએફની ટીમ ગેંગસ્ટર અતીક અહેમદને અમદાવાદથી પ્રયાગરાજ લઈ જવાશે. જેમાં મળતી મહિતી મુજબ ગેંગસ્ટર અતીક અહેમદને અમદાવાદથી હિંમતનગર શામળાજી, રાજસ્થાનના ઉદયપુર, કોટા, મધ્ય પ્રદેશના શિવપુરી, ઉત્તર પ્રદેશના ઝાંસી, બાંદા, ચિત્રકૂટ  થઈ પ્રયાગરાજ લઇ જવાશે.

  • 26 Mar 2023 04:35 PM (IST)

    સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર અતીક અહેમદને પ્રયાગરાજ લઈ જવાશે, યુપી STFના જવાનો ખાસ વાહનોના કાફલા સાથે જેલ પહોંચ્યા

    ઉત્તરપ્રદેશના માફિયા ડોન અતીક અહેમદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર અતીક અહેમદને પ્રયાગરાજ લઈ જવામાં આવશે. યુપી STFના જવાનો ખાસ વાહનોના કાફલા સાથે સાબરમતી જેલ પહોંચ્યા છે.બપોર બાદ ડોન અતીક અહેમદને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રયાગરાજ લઈ જવાય તેવી શક્યતા છે.અતીક અહેમદને 2007ના ખંડણી માંગવાના અને તોફાનો કરાવવાના કેસમાં પ્રયાગરાજ કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયો છે.

  • 26 Mar 2023 04:03 PM (IST)

    કોરોના બાદ 10 માંથી 6 લોકો મગજની આ બીમારીથી પીડિત છે: રિપોર્ટ

    કોરોનાના વધી રહેલા કેસોએ ફરી ભારતીયોની ચિંતા વધારી દીધી છે. માત્ર કેસ જ નહીં, લાંબા કોવિડના લક્ષણોએ પણ લોકોને ખૂબ પરેશાન કર્યા છે. જો તમે નિયમિત જીવનમાં વસ્તુઓ ભૂલી જવા અથવા તણાવ જેવી ઘણી માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છો, તો તેની પાછળ કોરોના રોગચાળાની ભૂમિકા હોઈ શકે છે. ડેઈલી મેલમાં છપાયેલા સમાચાર મુજબ એક નવો અહેવાલ સામે આવ્યો છે જેમાં મગજની બિમારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    રિપોર્ટ અનુસાર, 10 માંથી 6 બ્રિટીશ નાગરિકો, ખાસ કરીને યુવાનો, દરરોજ મગજની બિમારીની પકડમાં છે. આમાં ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું, મૂંઝવણ અને ધીમેથી વિચારવું અથવા નકારાત્મક વિચારો જેવા લક્ષણો તેમને પરેશાન કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેની પાછળ કોરોના મહામારી એક મોટું કારણ હોઈ શકે છે.

  • 26 Mar 2023 03:25 PM (IST)

    Char Dham Yatra કરવા માગતા શ્રદ્ધાળુ માટે સરકારનો મોટો નિર્ણય, આ સુવિધાનો કર્યો વધારો

    ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારવા માટે સરકારે અનેક મહત્વની યોજનાઓ પર કામ શરૂ કર્યું છે. જોશીમઠમાં અણબનાવની સ્થિતિ વચ્ચે ચારધામ યાત્રાને સફળતાપૂર્વક પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી સરકારે ચારધામ યાત્રાના રૂટ પર યાત્રાળુઓની સ્વાસ્થ્ય તપાસ માટે વિશેષ વ્યવસ્થા કરવાનો નિર્ણય લીધો છે.

    વર્ષ 2022માં જ્યારે કોરોના સંક્રમણ સમયગાળા બાદ પ્રથમ વખત યાત્રા શરૂ થઈ ત્યારે ચારધામ યાત્રામાં ભારે ભીડ જોવા મળી હતી. નિષ્ણાતોએ તેને રિવેન્જ ટુરિઝમ નામ પણ આપ્યું છે. આ દરમિયાન બીમાર લોકો પણ યાત્રામાં પહોંચ્યા હતા. યાત્રા દરમિયાન અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે આ વખતે ધામી સરકારે ચારધામ યાત્રાના રૂટ પર 50 હેલ્થ કિઓસ્ક બનાવવાનો નિર્ણય કર્યો છે.

  • 26 Mar 2023 02:41 PM (IST)

    Maharashtra : કોરોના કેસમાં વધારો થતા આરોગ્ય તંત્રની વધી ચિંતા, રાષ્ટ્રીય સ્તરે મોકડ્રીલનું આયોજન

    Corona Cases : મહારાષ્ટ્રમાં કોરોના સંબંધિત જે આંકડા હવે સામે આવી રહ્યા છે તે લોકોને ડરાવી રહ્યા છે. શનિવારે પણ રાજ્યમાં કોરોનાને કારણે 2 મોત થયા હતા અને 437 કોવિડ કેસ નોંધાયા હતા. એક સપ્તાહમાં રોજના 100-150 કોરોના કેસ વધીને 450ની નજીક પહોંચી ગયા છે. આ રીતે મહારાષ્ટ્ર માત્ર થોડા જ દિવસોમાં પ્રતિદિન 500ના આંકડાને પાર કેસ પહોંચે તેવુ આરોગ્ય નિષ્ણાંતો જણાવી રહ્યા છે. મહારાષ્ટ્ર દેશના એવા ત્રણ રાજ્યોમાંનું એક છે જ્યાં કોરોના પોઝિટિવ રેટ 8 ટકાથી વધુ છે.

  • 26 Mar 2023 02:07 PM (IST)

    મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવાની તૈયારીઓ તેજ, ક્રાઇમ બ્રાંચે ટ્રાન્સફર વોરંટની પ્રક્રિયા શરૂ કરી

    મહાઠગ કિરણ પટેલને ટૂંક સમયમાં અમદાવાદ લવાશે. ઠગબાજ કિરણ પટેલને અમદાવાદ લાવવાની તૈયારીઓ તેજ થઇ ગઇ છે અને આગામી 8 દિવસમાં કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટથી ક્રાઇમ બ્રાંચ અમદાવાદ લાવશે. મહત્વપૂર્ણ છે કે જગદીશ ચાવડાનો રૂપિયા 18 કરોડનો બંગલો પચાવી પાડવાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી હાથ ધરી છે. ઠગ કિરણ પટેલે જગદીશ ચાવડાનો રૂપિયા 18 કરોડનો બંગલો પચાવી પાડવાનો કારસો રચ્યો હતો.

    જે મુદ્દે નોંધાયેલી ફરિયાદ અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કિરણ પટેલ વિરૂદ્ધ ગુજરાતના ત્રણ શહેરોમાં અલગ અલગ ફરિયાદો નોંધાયેલી છે.

  • 26 Mar 2023 01:46 PM (IST)

    Rahul Gandhi ને ‘પપ્પુ’ કહેતા લોકોને, કોંગ્રેસના સંકલ્પ સત્યાગ્રહના મંચ પરથી પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ

    સંસદમાં રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવાના વિરોધમાં રાજધાની દિલ્હીમાં કોંગ્રેસનો સંકલ્પ સત્યાગ્રહ ચાલી રહ્યો છે. આ સત્યાગ્રહમાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે સરકાર જૂઠું બોલીને જનતાનું ધ્યાન ભટકાવી રહી છે. રાહુલ ગાંધીએ આટલી મોટી સંસ્થાઓમાંથી અભ્યાસ કર્યો છે, તમે તેમને પપ્પુ કહો છો. હવે તમને ખબર પડી રહી છે કે રાહુલ ગાંધી પપ્પુ નથી, જનતા તેની સાથે જઈ રહી છે.

    રાહુલ ભણેલા છે, તમે તેને પપ્પુ બોલાવો છો: પ્રિયંકા ગાંધી

    પ્રિયંકા ગાંધીએ કહ્યું કે હવે માત્ર જુઠ્ઠું બોલીને લોકોનું ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી આટલી મોટી સંસ્થાઓમાંથી ભણ્યા છે, તમે તેને પપ્પુ બોલાવો છો. હવે તમને ખબર પડી રહી છે કે રાહુલ ગાંધી પપ્પુ નથી, જનતા તેની સાથે જઈ રહી છે. તેઓ ડરી ગયા હતા કે રાહુલ ગાંધીએ સંસદમાં આવા પ્રશ્નો ઉઠાવ્યા, જેનો સરકાર પાસે કોઈ જવાબ નથી.

  • 26 Mar 2023 12:25 PM (IST)

    Gujarat News Live : ધંધુકા-બગોદરા હાઇવે પર અકસ્માતમાં બેના મોત, 3 ઈજાગ્રસ્ત

    ધંધુકા-બગોદરા હાઇવે પર હરિપુરા ગામના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકોને ઈજા પહોચી છે. ઈજાગ્રસ્ત ત્રણ પૈકી બેની હાલત ગંભીર હોવાનું જણાવાયુ છે. હરિપુરા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માતની જાણ થતા જ, ધંધુકા અને પીપળી ખાતેથી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિઓને ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • 26 Mar 2023 12:00 PM (IST)

    Gujarat News Live : જુનાગઢમાં રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ કરે તે પહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

    રાહુલ ગાંધીના સમર્થનમાં દેશવ્યાપી વિરોધ કાર્યક્રમ યોજવાના ભાગરૂપે જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરે તે પહેલા પોલીસે કાર્યકરોની અટકાયત કરી છે. જૂનાગઢના ગાંધીચોક ખાતે કોંગ્રેસે વિરોધ કાર્યક્રમ યોજવાનું આયોજન કર્યું હતું. પરંતુ પોલીસે, કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરે તે પહેલા જ અગ્રણીઓ સહીત 20 કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

  • 26 Mar 2023 11:54 AM (IST)

    Gujarat News Live : ઠગ કિરણ પટેલને કાશ્મીરથી અમદાવાદ લાવશે ક્રાઈમ બ્રાન્ચ

    પીએમઓના નામે ઠગાઈ કરનાર અમદાવાદના કિરણ પટેલને જમ્મુ કાશ્મીરથી અમદાવાદ લાવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક સપ્તાહમાં કિરણ પટેલને અમદાવાદ લવાશે. જગદીશ ચાવડાની ફરિયાદના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા, કિરણ પટેલના ટ્રાન્સફર વોરંટ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. જગદીશ ચાવડાએ, સિંધુભવન સ્થિત 18 કરોડનો બંગલો પચાવી પાડવા અંગે કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.

  • 26 Mar 2023 11:41 AM (IST)

    Gujarat News Live : મોદીજી સામે માનહાનિનો કેસ દાખલ થવો જોઈએ - ખડગે

    કોગ્રેસ આયોજીત સત્યાગ્રહમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે, રાહુલ ગાંધીને તેમના ભાષણને કારણે સજા મળી હતી, પરંતુ મોદીજીએ ગાંધી પરિવાર અને કોંગ્રેસ વિરુદ્ધ ઘણા ભાષણ આપ્યા હતા, તેમના પર પણ માનહાનિનો કેસ થવો જોઈતો હતો. નીરવ મોદી, મેહુલ ચોક્સી, લલિત મોદી દેશના પૈસા લૂંટીને ભાગી ગયા. જો તેઓ ભાગેડુ છે અને રાહુલ ગાંધી ભાગેડુઓ વિશે બોલ્યા તો મોદીજીને દુઃખ કેમ થયું ?

  • 26 Mar 2023 11:36 AM (IST)

    Gujarat News Live : ભારતના વિકાસમાં મહિલા શક્તિની બહુ મોટી ભૂમિકા છે - PM મોદી

    PM મોદીએ મન કી બાતમાં કહ્યું કે આજે ભારતની ક્ષમતા એક નવા પરિપ્રેક્ષ્યથી ઉભરી રહી છે. તેમાં આપણા દેશની મહિલા શક્તિની મોટી ભૂમિકા છે. તાજેતરમાં આવા અનેક ઉદાહરણો આપણી સામે આવ્યા છે. એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલટ સુરેખા યાદવ વધુ એક રેકોર્ડ બનાવતા વંદે ભારતની પ્રથમ મહિલા લોકો પાયલટ બની છે.

  • 26 Mar 2023 09:19 AM (IST)

    Gujarat News Live : અંતરિક્ષમાં ઈસરોની ઊંચી ઉડાણ, 36 ઉપગ્રહો સાથે સૌથી ભારે LVM3 રોકેટ લોન્ચ

    ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી 36 OneWeb ઉપગ્રહો સાથે લોન્ચ વ્હીકલ માર્ક-III (LVM-III) રોકેટ લોન્ચ કર્યું છે. આ સાથે ઈસરોએ ઈતિહાસ પણ રચ્યો છે.

  • 26 Mar 2023 08:08 AM (IST)

    Gujarat News Live : નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો, તિલકવાડામાં સર્જાઈ અવ્યવસ્થા

    દર ચૈત્ર મહિનામાં કરવામાં આવતી ઉતરવાહીની નર્મદા પરિક્રમા માટે આજે રવિવારને રજાનો દિવસ હોવાથી અનેક શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. ધાર્યા કરતા વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડતા તિલકવાડા ખાતે અવ્યવસ્થા સર્જાઈ છે. તિલકવાડાથી નર્મદા નદી પાર કરવા માટે શ્રદ્ધાળુઓએ પડાપડી કરી મૂકી હતી. રામપુરાથી તિલકવાડા થઈને ફરી રામપુરા સુધી કરવાની હોય છે આ પરિક્રમા. જોકે તંત્ર દ્વારા અહીં નાવડીઓની વ્યવસ્થા કરી છે, પણ શ્રધ્ધાળુઓની સંખ્યા સામે નાવડીની સંખ્યા ઓછી હોવાને કારણે અવ્યવસ્થા સર્જાઈ છે.

Published On - Mar 26,2023 8:07 AM

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">