Surat: 9 વર્ષના બે માસૂમ સાથે નરાધમ શિક્ષકનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, શિક્ષક મહોમ્મદ મુદબ્બીરની પોલીસે કરી ધરપકડ

ધાર્મિક શિક્ષણ લેવા જતા બંને બાળકો ઉપર શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્ચું હોવાની ફરિયાદ નોંધાઈ છે. શિક્ષક મોહંમદ મુદબ્બીર બાળકોને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

Surat: 9 વર્ષના બે માસૂમ સાથે નરાધમ શિક્ષકનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, શિક્ષક મહોમ્મદ મુદબ્બીરની પોલીસે કરી ધરપકડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 11:10 PM

સુરતમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ધાર્મિક શિક્ષણ આપવાના નામે શિક્ષકે બે વિદ્યાર્થીઓનું શોષણ કરવાની ઘટના સામે આવી છે. ઉધનાના શાંતિનગરમાં 9 વર્ષના બે બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું છે. આ ઘટના 6 મહિના બાદ પરિવારજનો સામે આવી છે.

ધાર્મિક શિક્ષણ લેવા જતા બંને બાળકો ઉપર શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્ચું હોવાની ફરિયાદ નોંધાઈ છે. શિક્ષક મોહંમદ મુદબ્બીર બાળકોને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. જો બાળકો વીડિયો જોવાની ના પાડે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આરોપી આપતો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ધાર્મિક શિક્ષણ લેવા જતાં બાળકોને શિક્ષક મહોમ્મદ મુદબ્બીરે અશ્લીલ વીડિયો બતાવ્યાનો આક્ષેપ

છેલ્લા 6 મહિનાથી બાળકોને ધમકી આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું નરાધમ શિક્ષક આચરી રહ્યો હતો. આરોપી મોહંમદ મુદબ્બીર અગાઉ મદરેસામાં મૌલવી હતો. જો કે, કોઈ કારણોસર મોહંમદ મુદબ્બીરને મદરેસામાંથી કાઢી મુકાયો હતો.

મુબ્બીરને મદરેસામાંથી  હાંકી કઢાયો હતો

મદરેસામાંથી હાંકી કઢાયા બાદ મોહંમદ મુદબ્બીર ખાનગી ટ્યુશન ચલાવતો હતો. ટ્યુશન અને ધાર્મિક શિક્ષણની આડમાં મોહંમદ મુદબ્બીરના કાંડ સામે આવ્યા છે. આ મામલે ઉધના પોલીસમાં નોંધાયેલી ફરિયાદને આધારે મોહંમદ મુદબ્બીરની ધરપકડ કરાઈ છે.

મોહંમદ મુદબ્બીર  છેલ્લા ઘણા વર્ષોથી ઉધનામાં જ્યાં રહે છે અને મુસ્લિમ બાળકોને  કુરાન ભણાવતો હતો.

સુરતમાં  અગાઉ જાન્યુઆરી માસમાં પણ આવી ઘટના  સામે આવી હતી. આ  ઘટનામાં પણ ટ્યૂશન  ગણેશ આહિરે નામના ટ્યૂશન શિક્ષકે  વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાનું હીન કામ કર્યું હતુ.ં  જોકે બાળકે તેના પરિવારજનોને જાણ કરતા ગણેશ આહિરને  પોલીસે ઝડપી લીધો હતો.

 આ પણ વાંચો: Surat : શિક્ષકે 8 વર્ષના વિદ્યાર્થી સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફરિયાદના આધારે પોલીસે શિક્ષકની કરી ધરપકડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">