MI vs DC Final Match Highlights, WPL 2023 : હરમનપ્રીત કૌરની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ બન્યું ચેમ્પિયન, મુંબઈની સિવર બ્રન્ટે ફટકારી ફિફિટી

| Updated on: Mar 27, 2023 | 3:18 PM

Mumbai indians vs Delhi capitals Final Match Highlights in Gujarati: ચેમ્પિયન બનવા માટે 132 રનનો ટાર્ગેટ ચેઝ કરવા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મેદાનમાં ઉતરી હતી.હરમનપ્રીત કૌરની ટીમે 19.3 ઓવરમાં જ 3 વિકેટના નુકશાન સાથે 134 રન બનાવ્યા હતા. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વુમન્સ પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ બની છે.

MI vs DC Final Match Highlights, WPL 2023 : હરમનપ્રીત કૌરની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ બન્યું ચેમ્પિયન, મુંબઈની સિવર બ્રન્ટે ફટકારી ફિફિટી
Mumbai indians vs Delhi capitals Final Match Live Score

વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની ફાઈનલ મેચ આજે બ્રેબોન સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીની કેપ્ટન બર્થ ડે ગર્લ મેગ લેનિંગે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર આ ટુર્નામેન્ટમાં ફરી એકવાર ટોસ હારી હતી.મુંબઈ ઈનિયન્સના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકશાન સાથે 131 રન બનાવી શકી હતી. ચેમ્પિયન બનવા માટે 132 રનનો ટાર્ગેટ ચેઝ કરવા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મેદાનમાં ઉતરી હતી.હરમનપ્રીત કૌરની ટીમે 19.3 ઓવરમાં જ 3 વિકેટના નુકશાન સાથે 134 રન બનાવ્યા હતા. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વુમન્સ પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ બની છે.

વુમન્સ પ્રીમિયર લીગની આ રોમાંચક મેચ જોવા માટે હજારોની સંખ્યામાં ફેન્સ બ્રેબોન સ્ટેડિયમમાં હાજર હતા. ક્રિકેટ જગતના અનેક ખેલાડીઓ આ મેચ જોવા બ્રેબોન સ્ટેડિયમ પહોંચ્યા હતા. સચિન, યુસુફ પઠાન, રોહિત શર્મા, ઇશાન શર્મા અને બીસીસીઆઈ સચિવ જય શાહ આ મેચ જોવા પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે બર્થ ડેના દિવસે મહત્વપૂર્ણ મેચમાં હારવું પડયું, યુપી વોરિયર્સની કેપ્ટન અને ઓસ્ટ્રેલિયાની વાઈસ કેપ્ટન હીલીએ પણ એલિમિનેટર મેચમાં પોતાના બર્થ ડેના દિવસે હારવું પડયું હતું. આ બંને હાર ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરની ટીમે સામે મળી હતી.

ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન

ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી વોન્ગે 4 ઓવરમાં 42 રન આપી 3 વિકેટ લીધી હતી. હેલી મેથ્યૂઝે 4 ઓવરમાં 5 રન આપી 3 વિકેટ લીધી હતી. જેમાં તેણે 2 ઓવર મેડન નાંખી હતી.એમિલા કેરે 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં મૈથ્યુઝે 13 રન, યાસ્તિકાએ 4 રન, સિવર બ્રન્ટે 60 રન, હરમનપ્રીત કૌરે 37 રન અને એમેલિયા કેરે 14 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 18 ચોગ્ગા જોવા મળ્યા હતા.

ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન

દિલ્હી કેપિટલ્સ તરફથી કેપ્ટન મેગ લેનિંગે 35 રન, શેફાલી વર્માએ 11 રન, જેમિમાહ રોડ્રિગ્સે 9 રન, મેરિઝાન કેપએ 18 રન, એલિસ કેપ્સીએ 0 રન, જેસ જોનાસને 2 રન, અરુંધતી રેડ્ડીએ 0 રન, તાનિયા ભાટિયાએ 0 રન, રાધા યાદવે 27 રન, શિખા પાંડેએ 27 રન અને મિનુ મણિએ 1 રન બનાવ્યો હતો.પ્રથમ ઈનિંગમાં દિલ્હી કેપિટલ્સે 4 સિક્સર ફટકારી હતી, જ્યારે 15 ચોગ્ગા ફટકાર્યા હતા.બીજી ઈનિંગમાં રાધા યાદવે 4 ઓવરમાં 24 રન આપી 1 વિકેટ લીધી હતી. જ્યારે જોનાસને 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Mar 2023 10:41 PM (IST)

    MI vs DC Final Match Live Score : 19 ઓવર બાદ મુંબઈનો સ્કોર 127/3

    આ ઓવરમાં 2 શાનદાર ચોગ્ગો જોવા મળ્યા. મુંબઈ તરફથી એમિલિયા કેર 13 રન અને સિવર બ્રન્ટ 54 રન સાથે રમી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 6 બોલમાં 5 રનની જરુર

  • 26 Mar 2023 10:36 PM (IST)

    MI vs DC Final Match Live Score : 18 ઓવર બાદ મુંબઈનો સ્કોર 111/3

    મુંબઈ તરફથી એમિલિયા કેર 1 રન અને સિવર બ્રન્ટ 45 રન સાથે રમી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 12 બોલમાં 21 રનની જરુર

  • 26 Mar 2023 10:31 PM (IST)

    MI vs DC Final Match Live Score : 17 ઓવર બાદ મુંબઈનો સ્કોર 106/3

    આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. મુંબઈ તરફથી એમિલિયા કેર 1 રન અને સિવર બ્રન્ટ 45 રન સાથે રમી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 18 બોલમાં 26 રનની જરુર

  • 26 Mar 2023 10:28 PM (IST)

    MI vs DC Final Match Live Score : મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી

    મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી, કેપ્ટન હરમનપ્રીત કૌર 37 રન બનાવી રન આઉટ થઈ

  • 26 Mar 2023 10:24 PM (IST)

    MI vs DC Final Match Live Score : ફાઈનલ મેચ બની રોમાંચક

    16 ઓવર બાદ મુંબઈનો સ્કોર 95/2. મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 37 રન અને સિવર બ્રન્ટ 25 રન સાથે રમી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 24 બોલમાં 37 રનની જરુર.

  • 26 Mar 2023 10:23 PM (IST)

    MI vs DC Final Match Live Score : 16 ઓવર બાદ મુંબઈનો સ્કોર 95/2

    મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 37 રન અને સિવર બ્રન્ટ 25 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય

  • 26 Mar 2023 10:19 PM (IST)

    MI vs DC Final Match Live Score : 15 ઓવર બાદ મુંબઈનો સ્કોર 87/2

    આ ઓવરના પ્રથમ બોલ પર શાનદાર ચોગ્ગો જોવા મળ્યો. મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 36 રન અને સિવર બ્રન્ટ 28 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય

  • 26 Mar 2023 10:15 PM (IST)

    MI vs DC Final Match Live Score : 14 ઓવર બાદ મુંબઈનો સ્કોર 81/2

    આ ઓવરમાં મુંબઈની 5 રન મળ્યા. મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 31 રન અને સિવર બ્રન્ટ 27 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય

  • 26 Mar 2023 10:12 PM (IST)

    Final Match Live Score : 13 ઓવર બાદ મુંબઈનો સ્કોર 76/2

    આ ઓવરમાં કેપ્ટન કૌરે એક શાનદાર ચોગ્ગો ફટકાર્યો. મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 28 રન અને સિવર બ્રન્ટ 26 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય

  • 26 Mar 2023 10:07 PM (IST)

    MI vs DC Final Match Live Score : 12 ઓવર બાદ મુંબઈનો સ્કોર 67/2

    આ ઓવરમાં 2 શાનદાર ચોગ્ગા જોવા મળ્યા. મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 22 રન અને સિવર બ્રન્ટ 23 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય

  • 26 Mar 2023 10:04 PM (IST)

    MI vs DC Final Match Live Score : 11 ઓવર બાદ મુંબઈનો સ્કોર 55/2

    મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 17 રન અને સિવર બ્રન્ટ 18 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય

  • 26 Mar 2023 10:01 PM (IST)

    MI vs DC Final Match Live Score : 10 ઓવર બાદ મુંબઈનો સ્કોર 51/2

    મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 16 રન અને સિવર બ્રન્ટ 16 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય

  • 26 Mar 2023 09:57 PM (IST)

    MI vs DC Final Match Live Score : 9 ઓવર બાદ મુંબઈનો સ્કોર 45/2

    કેપ્ટન હરમનપ્રીત કૌરની બેટથી શાનદાર ચોગ્ગો જોવા મળ્યો. મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 11 રન અને સિવર બ્રન્ટ 15 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય

  • 26 Mar 2023 09:51 PM (IST)

    MI vs DC Final Match Live Score : 8 ઓવર બાદ મુંબઈનો સ્કોર 36/2

    મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 4 રન અને સિવર બ્રન્ટ 13 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય

  • 26 Mar 2023 09:44 PM (IST)

    MI vs DC Final Match Live Score : 6 ઓવર બાદ મુંબઈનો સ્કોર 26/2

    જોનાસનની ઓવરમા 1 પણ રન ન મળ્યો. મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 2 રન અને સિવર બ્રન્ટ 4 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય

  • 26 Mar 2023 09:42 PM (IST)

    MI vs DC Final Match Live Score : 5 ઓવર બાદ મુંબઈનો સ્કોર 26/2

    મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 2 રન અને સિવર બ્રન્ટ 4 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય

  • 26 Mar 2023 09:38 PM (IST)

    MI vs DC Final Match Live Score : 4 ઓવર બાદ મુંબઈનો સ્કોર 24/2

    મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર 1 રન અને સિવર બ્રન્ટ 2 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય

  • 26 Mar 2023 09:35 PM (IST)

    MI vs DC Final Match Live Score : મુંબઈ ઈન્ડિયન્સની બીજી વિકેટ પડી

    મુંબઈ ઈન્ડિયન્સની બીજી વિકેટ પડી,  દિલ્હીની બોલર જોનાસનની ઓવરમાં મેથ્યુઝ 14 રન બનાવી કેચ આઉટ થઈ

  • 26 Mar 2023 09:33 PM (IST)

    MI vs DC Final Match Live Score : 3 ઓવર બાદ મુંબઈનો સ્કોર 22/1

    આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. મુંબઈ તરફથી મેથ્યુઝ 13 રન અને સિવર બ્રન્ટ 2 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય

  • 26 Mar 2023 09:29 PM (IST)

    MI vs DC Final Match Live Score : 2 ઓવર બાદ મુંબઈનો સ્કોર 15/1

    મુંબઈ તરફથી મેથ્યુઝ 8 રન અને સિવર બ્રન્ટ 1 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય

  • 26 Mar 2023 09:27 PM (IST)

    MI vs DC Final Match Live Score : મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ વિકેટ પડી

    મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ વિકેટ પડી, રાધા યાદવની ઓવરમાં યાસ્તિકા ભાટિયા 4 રન બનાવી કેચ આઉટ થઈ

  • 26 Mar 2023 09:25 PM (IST)

    MI vs DC Final Match Live Score : પ્રથમ ઓવર બાદ મુંબઈનો સ્કોર 9/0

    આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. મુંબઈ તરફથી મેથ્યુઝ 8 રન અને યાસ્તિકા 0 રન સાથે રમી રહી છે. ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય

  • 26 Mar 2023 09:05 PM (IST)

    MI vs DC Final Match Live Score : ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય

    20 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 131/9, ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય, મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ શરુ.

  • 26 Mar 2023 08:59 PM (IST)

    MI vs DC Final Match Live Score : 19 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 115/9

    વોન્ગની ઓવરમાં 3 ચોગ્ગા અને 1 સિક્સર જોવા મળી. દિલ્હીની રાધા 12 રન સાથે અને શિખા પાંડે 26 રન સાથે રમી રહી છે.19 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 115/9

  • 26 Mar 2023 08:53 PM (IST)

    MI vs DC Final Match Live Score : 18 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 95/9

    દિલ્હીની રાધા 7 રન સાથે અને શિખા પાંડે 11 રન સાથે રમી રહી છે.18 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 95/9

  • 26 Mar 2023 08:51 PM (IST)

    MI vs DC Final Match Live Score : 17 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 89/9

    આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. દિલ્હીની રાધા 5 રન સાથે અને શિખા પાંડે 7 રન સાથે રમી રહી છે.17 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 89/9

  • 26 Mar 2023 08:46 PM (IST)

    MI vs DC Final Match Live Score : દિલ્હી કેપિટલ્સની નવમી વિકેટ પડી

    દિલ્હી કેપિટલ્સની નવમી વિકેટ પડી, તાનિયા ભાટિયા 0 રન બનાવી આઉટ

  • 26 Mar 2023 08:45 PM (IST)

    MI vs DC Final Match Live Score : દિલ્હી કેપિટલ્સની આઠમી વિકેટ પડી

    દિલ્હી કેપિટલ્સની આઠમી વિકેટ પડી, મિનુ 1 રન બનાવી સ્ટમ્પ આઉટ થઈ

  • 26 Mar 2023 08:42 PM (IST)

    MI vs DC Final Match Live Score : 15 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 79/7

    દિલ્હીની શિખા 3 રન સાથે અને મિનુ માની 1 રન સાથે રમી રહી છે.15 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 79/7

  • 26 Mar 2023 08:36 PM (IST)

    MI vs DC Final Match Live Score : 14 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 77/7

    દિલ્હીની શિખા 1 રન સાથે અને મિનુ માની 1 રન સાથે રમી રહી છે.14 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 77/7

  • 26 Mar 2023 08:33 PM (IST)

    MI vs DC Final Match Live Score : દિલ્હી કેપિટલ્સની સાતમી વિકેટ પડી

    દિલ્હી કેપિટલ્સની સાતમી વિકેટ પડી, જોનાસન 2 રન બનાવી કેચ આઉટ થઈ

  • 26 Mar 2023 08:31 PM (IST)

    MI vs DC Final Match Live Score : દિલ્હી કેપિટલ્સની છઠ્ઠી વિકેટ પડી

    દિલ્હી કેપિટલ્સની છઠ્ઠી વિકેટ પડી, અરુધાંતિ રેડ્ડી 0 રન બનાવી કેચ આઉટ થઈ

  • 26 Mar 2023 08:26 PM (IST)

    MI vs DC Final Match Live Score : દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 35 રન બનાવી આઉટ થઈ

    દિલ્હી કેપિટલસ્ની પાંચમી વિકેટ પડી, દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 35 રન બનાવી રન આઉટ થઈ.

  • 26 Mar 2023 08:22 PM (IST)

    MI vs DC Final Match Live Score : 11 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 74/4

    મારિઝાન કેપ 18 રન બનાવી આ ઓવરમાં આઉટ થઈ. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 35 રન સાથે અને જોનાસન 1 રન સાથે રમી રહી છે.

  • 26 Mar 2023 08:18 PM (IST)

    MI vs DC Final Match Live Score : 10 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 68/3

    દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 35 રન સાથે અને મારિઝાન કેપ 14 રન સાથે રમી રહી છે.10 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 68/3.

  • 26 Mar 2023 08:08 PM (IST)

    MI vs DC Final Match Live Score : 8 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 53/3

    મુંબઈની બોલર વોન્ગની ઓવરમાં દિલ્હીને 5 રન મળ્યા. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 27 રન સાથે અને મારિઝાન કેપ 6 રન સાથે રમી રહી છે.

  • 26 Mar 2023 08:03 PM (IST)

    MI vs DC Final Match Live Score : 7 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 48/3

    આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. મુંબઈની બોલર એમિલા કેરની ઓવરમાં દિલ્હીને 10 રન મળ્યા. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 26 રન સાથે અને મારિઝાન કેપ 2 રન સાથે રમી રહી છે.

  • 26 Mar 2023 07:59 PM (IST)

    MI vs DC Final Match Live Score : 6 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 38/3

    મુંબઈની બોલર સાઈકા ઈશાકની ઓવરમાં દિલ્હીને 1 રન મળ્યા. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 17 રન સાથે અને મારિઝાન કેપ 1 રન સાથે રમી રહી છે.

  • 26 Mar 2023 07:57 PM (IST)

    MI vs DC Final Match Live Score : 5 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 37/3

    મુંબઈની બોલર વોન્ગની ઓવરમાં દિલ્હીને 3 રન મળ્યા. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 16 રન સાથે અને મારિઝાન કેપ 1 રન સાથે રમી રહી છે.

  • 26 Mar 2023 07:54 PM (IST)

    MI vs DC Final Match Live Score : દિલ્હી કેપિટલ્સની ત્રીજી વિકેટ પડી

    દિલ્હી કેપિટલ્સની ત્રીજી વિકેટ પડી, વોન્ગની ફૂલટોસ બોલ પર જેમિમા 9 રન બનાવી કેચ આઉટ થઈ

  • 26 Mar 2023 07:52 PM (IST)

    MI vs DC Final Match Live Score : 4 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 34/2

    મુંબઈની બોલર સાઈકા ઈસાકની ઓવરમાં દિલ્હીને 5 રન મળ્યા. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 14 રન સાથે અને જેમિમા 9 રન સાથે રમી રહી છે.

  • 26 Mar 2023 07:48 PM (IST)

    MI vs DC Final Match Live Score : 3 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 29/2

    આ ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા.મુંબઈની બોલર સિવર બ્રન્ટની ઓવરમાં દિલ્હીને 13 રન મળ્યા. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 10 રન સાથે અને જેમિમા 8 રન સાથે રમી રહી છે.

  • 26 Mar 2023 07:44 PM (IST)

    MI vs DC Final Match Live Score : 2 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 16/2

    આ ઓવરમાં ફાઈનલ મેચની પ્રથમ સિક્સર અને ચોગ્ગો જોવા મળ્યો.મુંબઈની બોલર વોન્ગની ઓવરમાં દિલ્હીને 14 રન મળ્યા. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 1 રન સાથે અને જેમિમા 4 રન સાથે રમી રહી છે.  આ ઓવરમાં દિલ્હી દ્વારા બે રિવ્યૂ પણ લેવામાં આવ્યા જેમાં દિલ્હીની નિષ્ફળતા જ મળી.

  • 26 Mar 2023 07:43 PM (IST)

    MI vs DC Final Match Live Score : વોન્ગની ઓવરમાં બીજી વિકેટ પડી

    હેટ્રિક વિકેટ લેનારી મુંબઈની બોલર વોન્ગની ઓવરમાં બીજી વિકેટ પડી. એલિસ કેપ્સી 0 રન બનાવી કેચ આઉટ થઈ.

  • 26 Mar 2023 07:40 PM (IST)

    MI vs DC Final Match Live Score : દિલ્હી કેપિટલ્સની પ્રથમ વિકેટ પડી

    હેટ્રિક વિકેટ લેનારી મુંબઈની બોલર વોન્ગની ઓવરમાં દિલ્હી કેપિટલ્સની પ્રથમ વિકેટ પડી, શેફાલી વર્મા 11 રન બનાવી કેચ આઉટ

  • 26 Mar 2023 07:33 PM (IST)

    MI vs DC Final Match Live Score : પ્રથમ ઓવર બાદ દિલ્હીનો સ્કોર 2/0

    મુંબઈની બોલર સિવર બ્રન્ટની ઓવરમાં દિલ્હીને 2 રન મળ્યા. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ 1 રન સાથે અને શેફાલી વર્મા 1 રન સાથે રમી રહી છે.

  • 26 Mar 2023 07:28 PM (IST)

    MI vs DC Final Match Live Score : વુમન્સ પ્રીમિયર લીગના ઈતિહાસની પ્રથમ ફાઈનલ મેચ શરુ

    દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતી બેટિંગ કરવા ઉતરી છે. બંને ટીમો પાસે ચેમ્પિયન બનીને ઈતિહાસ રચવાની તક છે. ભારતના રાષ્ટ્રગાન સાથે ફાઈનલ મેચની શરુઆત થઈ.

  • 26 Mar 2023 07:11 PM (IST)

    MI vs DC Final Match Live Score : આવી છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

    દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલવેન : મેગ લેનિંગ (કેપ્ટન), શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, મેરિઝાન કેપ, એલિસ કેપ્સી, જેસ જોનાસન, અરુંધતી રેડ્ડી, તાનિયા ભાટિયા (વિકેટકીપર), રાધા યાદવ, શિખા પાંડે, મિનુ મણિ

    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલવેન: યાસ્તિકા ભાટિયા (વિકેટ કીપર), હેલી મેથ્યુઝ, નેટ સાઈવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન),  કેર, પૂજા વસ્ત્રાકર, ઈસ્સી વોંગ, અમનજોત કૌર, હુમૈરા કાઝી, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક

  • 26 Mar 2023 07:02 PM (IST)

    MI vs DC Final Match Live Score : દિલ્હી કેપિટલ્સે ટોસ જીત્યો

    મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે આ લીગમાં ફરી ટોસ હાર્યો છે. ફાઈનલ મેચમાં ટોસ જીતી દિલ્હી કેપિટલ્સે બેટિંગ પસંદ કરી, 7.30 કલાકે શરુ થશે મેચ. ટૂંક સમયમાં આવશે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન.

  • 26 Mar 2023 06:52 PM (IST)

    MI vs DC Final Match Live Score : ટૂંક સમયમાં થશે ટોસ

    વુમન્સ પ્રીમયર લીગની પ્રથમ ફાઈનલ મેચનો ટોસ સાંજે 7 કલાકે થવાની સંભાવના છે. ટોસ માટે દિલ્હી કેપિટલ્સની ટીમની કેપ્ટન અને બર્થ ડે ગર્લ મેગ લૈનિંગ અને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌર મેદાન પર ઉતરશે.

  • 26 Mar 2023 06:50 PM (IST)

    MI vs DC Final Match Live Score : Ricky Pontingએ દિલ્હી કેપિટલ્સની મહિલા ટીમને પાઠવી શુભેચ્છા

    Ricky Ponting સહિતના ખેલાડીઓએ દિલ્હી કેપિટલ્સની મહિલા ટીમને આજની મોટી મેચ માટે પાઠવી શુભેચ્છા.

  • 26 Mar 2023 06:47 PM (IST)

    MI vs DC Final Match Live Score : મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમ માટે રોહિત શર્માનો મેસેજ

    MI પુરૂષ ટીમના કેપ્ટન રોહિત શર્માએ મહિલા ટીમને આજે રાત્રે મોટી મેચ માટે શુભેચ્છા પાઠવતા સંદેશ મોકલ્યો છે.  

  • 26 Mar 2023 06:43 PM (IST)

    MI vs DC Final Match Live Score : બંને ટીમોના ખેલાડીઓ

    મુંબઈ ઈન્ડિયન્સ સ્ક્વોડ: હરમનપ્રીત કૌર, નેટ સાયવર-બ્રન્ટ, એમેલિયા કેર, પૂજા વસ્ત્રાકર, યાસ્તિકા ભાટિયા, હીથર ગ્રેહામ, ઈસાબેલ વોંગ, અમનજોત કૌર, ધારા ગુજ્જર, સાયકા ઈશાક, હેલી મેથ્યુસ, ક્લો ટ્રાયોન, હુમૈરા કાઝી, પ્રિયંકા, યાજકા, સોન , નીલમ બિષ્ટ અને જીન્તિમણી કલિતા.

    દિલ્હી કેપિટલ્સ સ્ક્વોડ: જેમિમાહ રોડ્રિગ્સ, મેગ લેનિંગ, શેફાલી વર્મા, રાધા યાદવ, શિખા પાંડે, મેરિઝાન કેપ, તિતાસ સાધુ, એલિસ કેપ્સી, તારા નોરિસ, લૌરા હેરિસ, જસિયા અખ્તર, મિન્નુ મણિ, તાનિયા ભાટિયા, પૂનમ યાદવ, એસ જોનાસ, એસ. દીપ્તિ, અરુંધતી રેડ્ડી અને અપર્ણા મંડલ

  • 26 Mar 2023 06:16 PM (IST)

    MI vs DC Final Match Live Score : જાણો ફાઈનલ મેચ પહેલાનો વેધર રિપોર્ટ

     

    હવામાનની આગાહી સૂચવે છે કે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની WPL 2023ની ફાઈનલ દરમિયાન વરસાદ નહીં પડે. તાપમાન 24 થી 31 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે

  • 26 Mar 2023 06:10 PM (IST)

    MI vs DC Final Match Live Score : જાણો બ્રેબોન સ્ટેડિયમનો પિચ રિપોર્ટ

    બ્રેબોર્ન સ્ટેડિયમની સ્થિતિ બેટ્સમેનોને ટેકો આપે તેવી શક્યતા છે. ઝડપી બોલરોને થોડી હિલચાલ મળશે પરંતુ એકંદરે તે સારી બેટિંગ સપાટી છે. ચાહકો આજે રવિવારે ઉચ્ચ સ્કોરિંગ થ્રિલર ફાઈનલ મેચની અપેક્ષા રાખી શકે છે.

  • 26 Mar 2023 06:04 PM (IST)

    MI vs DC Final Match Live Score : લાઈવ મેચ ક્યાં જોઈ શકાશે ?

     

    ચાહકો ટેલિવિઝન પર સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મહિલા પ્રીમિયર લીગ  2023ની ફાઈનલ જોઈ શકે છે. લાઇવ સ્ટ્રીમિંગ Jio Cinema પર પણ ઉપલબ્ધ હશે.

  • 26 Mar 2023 06:01 PM (IST)

    MI vs DC Final Match Live Score : મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઈનલ મેચ

     

    આજે 26 માર્ચ, 2023ના રોજ બ્રેબોન સ્ટેડિયમમાં વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની ફાઈનલ મેચ રમાશે. આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ વચ્ચે રમાશે. આ મેચનો ટોસ સાંજે 7 વાગ્યે અને મેચની શરુઆત 7.30 કલાકે થાય તેવી સંભાવના છે. બંને ટીમોએ વુમન્સ પ્રીમિયર લીગમાં શાનદાર દેખાવ કર્યો છે. આ બંને ટીમ ફાઈનલ મેચ જીતવા માટે દાવેદાર માનવામાં આવી રહી છે.

Published On - Mar 26,2023 10:56 PM

Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">